Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગર કલ્ચરલ ફોરમની દિવ્ય અને ભવ્ય નવરાત્રિનું સમાપન, દશેરાની મેગા ફાઇનલમાં 250 ખેલૈયાઓએ લીધો ભાગ

ગાંધીનગર કલ્ચરલ ફોરમની(Gandhinagar Cultural Forum) દિવ્ય અને ભવ્ય નવરાત્રિની પ્રશંસનીય નોંધ કેન્દ્રીય મંત્રીમંડળે લીધી છે. જીસીએફ ગ્રાઉન્ડમાંઅષ્ટમીએ યોજાયેલી મહાઆરતી અને શિવ-શક્તિના સમન્વયની અંકિત થયેલી છબી કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શ્રી પિયુષ ગોયલ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી છે. ગુજરાતના ગૃહ અને મહેસુલ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગાંધીનગર કલ્ચàª
ગાંધીનગર કલ્ચરલ ફોરમની દિવ્ય અને ભવ્ય નવરાત્રિનું સમાપન  દશેરાની મેગા ફાઇનલમાં 250 ખેલૈયાઓએ લીધો ભાગ

ગાંધીનગર કલ્ચરલ ફોરમની(Gandhinagar Cultural Forum) દિવ્ય અને ભવ્ય નવરાત્રિની પ્રશંસનીય નોંધ કેન્દ્રીય મંત્રીમંડળે લીધી છે. જીસીએફ ગ્રાઉન્ડમાંઅષ્ટમીએ યોજાયેલી મહાઆરતી અને શિવ-શક્તિના સમન્વયની અંકિત થયેલી છબી કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાશ્રી પિયુષ ગોયલ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી છે. ગુજરાતના ગૃહ અને મહેસુલ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહા આરતીની તસ્વીર ટ્વિટ કરી હતી.

Advertisement



Advertisement

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેલીફોન દ્વારા ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિને શુભેચ્છાઓ પાઠવીને સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રીકૃષ્ણકાંતભાઈ જહાએ  છેલ્લા દિવસે રાજ્ય સરકારવહીવટી તંત્રતમામ પ્રચાર માધ્યમો અને ઓથોરિટીનો આભાર માન્યો હતો.


Advertisement

દશેરાની રાત્રે ગાંધીનગર કલ્ચરલ ફોરમના જીસીએફ ગ્રાઉન્ડમાં મેગા ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. નવે-નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે યોજાયેલી મેગા ફાઈનલ સ્પર્ધામાં 250 જેટલા ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ધ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ ઓફ નવરાત્રી 2022 તરીકે પ્રિયંકા પરમાર વિજેતા થયા હતા. જ્યારે બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ ઓફ નવરાત્રી 2022 તરીકે નીરવ પંચાલ વિજેતા થયા હતા. બંને વિજેતાઓને રીજ પ્લસ ઇલેક્ટ્રીક સ્કૂટરનું ઇનામ અપાયું હતું. આ કેટેગરીમાં સોનલ નાયી અને સૌરભ ઈન્દ્રેકર રનર્સ અપ રહ્યા હતા.


ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીની શ્રેષ્ઠ જોડી- બેસ્ટ પેર ઓફ નવરાત્રી 2022 નો ખિતાબ નિર્મલ શ્રીમાળી અને કરિશ્મા પાટડીયાને ફાળે ગયો હતો. જ્યારે ધીરજ પરમાર અને અંકિત સોનીની જોડી રનર્સ અપ રહી હતી35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓની કેટેગરીમાં બેસ્ટ ક્વીન ઓફ નવરાત્રિ તરીકે હેતલ ભટ્ટી વિજેતા થયા. હતા જ્યારે બેસ્ટ કિંગ તરીકે ભૌમિક ચૌહાણ વિજયી થયા હતા. આ કેટેગરીમાં મેઘા ભટ્ટ અને કૃણાલ શાહ રનર્સ અપ રહ્યા હતા.

  બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ ઓફ નવરાત્રીનું નામ ઈશાની પટેલ જીત્યા હતા જ્યારે પ્રિન્સ તરીકે તીર્થ ગોસ્વામી વિજેતા થયા હતા. આ કેટેગરીમાં નૈયા ચૌધરી અને અનુરાગ શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર પ્રિન્સેસ તરીકે મિલ્સી પંડ્યા વિજેતા થયા હતાઅને બેસ્ટ ટીનેજર પ્રિન્સ તરીકે યુગ પંડ્યા વિજયી થયા હતા. આ કેટેગરીમાં આસ્થા શાહ અને જૈમીન મકવાણા રનર્સ અપ રહ્યા હતા.

 સાત થી બાર વર્ષની વયના ખેલૈયાઓની બેસ્ટ કીડ કેટેગરીમાં નવ્યા શાહ અને પ્રિયાંશ રજવાણીયા વિજેતા થયા હતા. જ્યારે માન્યતા ભાવસાર અને ઓમ નાગર રનર્સ અપ રહ્યા હતા. સાત વર્ષ સુધીના બાળ ખેલૈયાઓની બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં માહીરા પંડ્યા અને ઉર્વીલ દેલવાડીયા વિજેતા થયા હતા. જ્યારે તશ્વી પ્રજાપતિ અને હાર્દ  સાવલિયા રનર્સ અપ રહ્યા હતા.નિર્ણાયક તરીકે શ્રી નીતિનભાઈ બી. દવેડોલી દેસાઈઅમૂલ ખોડીદાસભાઈ પરમારરૂચા ભટ્ટ અને સોનલ મજમુદારે અમૂલ્ય સેવાઓ આપી હતી.


Tags :
Advertisement

.