Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા, અમદાવાદમાં 46 કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 169 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 327 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસની સંખ્યા 12 લાખ 67 હજાર 949 થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10999 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 45 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 26, રાજકોટ શહેરમાં 18, સુરત શહેરમાં 12, સુ
ગુજરાતમાં  કોરોનાના  નવા 169 કેસ નોંધાયા  અમદાવાદમાં 46 કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 169 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 327 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસની સંખ્યા 12 લાખ 67 હજાર 949 થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10999 લોકોના મોત થયા છે. 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 45 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 26, રાજકોટ શહેરમાં 18, સુરત શહેરમાં 12, સુરત ગ્રામ્યમાં 8, વલસાડમાં 8, બનાસકાંઠામાં 6, વડોદરામાં 6, ગાંધીનગર જિલ્લામાં 7, મહેસાણામાં 5, પંચમહાલમાં 4, મોરબીમાં 3, પાટણમાં 3, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2-2, જામનગર, અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠા, તાપી, પોરપંદરમાં એક-એક કેસ સામે આવ્યો છે. 
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 2129 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2110 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,54,821 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10999 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,57,368 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,12,79,497 લોકોનું રસીકરણ થયું છે.
Advertisement
Tags :
Advertisement

.