Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના નવા 158 કેસ નોંધાયા, અમદાવાદમાં 39 કેસ, એક દર્દીનું મોત

ગુજરાતમાં સતત કોરોનાવાયરસના કેસમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 158 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 243 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.99 ટકાએ પહોંચી ગયો છે.ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 29 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 158 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશ
03:31 PM Aug 29, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં સતત કોરોનાવાયરસના કેસમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 158 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 243 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.99 ટકાએ પહોંચી ગયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 29 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 158 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 39 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,007 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક દર્દીનું મોત નિપજ્યું છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 39, વડોદરા કોર્પોરેશન 20, સુરત કોર્પોરેશન 19, ગાંધીનગર 12, રાજકોટ 8, સુરત 8, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 5, સાબરકાંઠા 5, આણંદ 4, મોરબી 4, નવસારી 4, બનાસકાંઠા 3, મહેસાણા 3, પોરબંદર 3, વલસાડ 3, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 2, કચ્છ 2, પંચમહાલ 2, વડોદરા 2, બોટાદ 1, જામનગર કોર્પોરેશન 1, પાટણ 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1868 એક્ટીવ કેસ છે જે પૈકી 13 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1855 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,56,970 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,007 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,88,347 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,32,09,195 લોકોનું રસીકરણ થયું છે.
Tags :
158newcasesof39casesinAhmedabadcoronawerereportedGujaratFirstInthestate
Next Article