Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વઉમિયાધામમાં 48 કલાકમાં 11 કરોડનું દાન થયું જાહેર

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો દ્વિતીય દિવસે રંગેચંગે સંપન્ન થયો.   સેવા, સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ અને સમાજ ભાવનાને ઉજાગર કરતા અખંડ બ્રહ્માંડના અધિપતિ...
07:41 PM Jun 13, 2023 IST | Hiren Dave

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો દ્વિતીય દિવસે રંગેચંગે સંપન્ન થયો.

 

સેવા, સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ અને સમાજ ભાવનાને ઉજાગર કરતા અખંડ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ એટલે શ્રીમદ્દ ભાગવત કથા. જેનું રસપાન પ.પુ શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી થઈ રહ્યું હોય ત્યારે દ્વિતીય દિવસે પણ લગભગ 5 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા નાફેડ અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ પધાર્યા હતા. આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વધુમાં વધુ દાતાઓ જોડાઈ રહ્યા છે.

માત્ર 48 કલાક અર્થાત્ 2 દિવસમાં લગભગ 40થી વધુ ધર્મસ્તંભના નવા દાતાઓ જોડાયા છે અને 25થી વધુ 25 લાખના દાતા ટ્રસ્ટી જોડાયા છે. મહત્વનું છે કે રોજ સાથે 8 વાગ્યાથી રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.

આપણ  વાંચો -સલામ છે ભારતીય સેનાને! તમામ સાધન સરંજામ સાથે જવાનો સ્ટેન્ડબાય

Tags :
11 Crore48 hoursAnnouncedcampaignGandhinagarVishwaUmiadham
Next Article