Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહે વડસરમાં કર્યું વિકાસના કામોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કલોલના વડસર કામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જેડવા તળાવના નવીનીકરણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાનશ્રી શનિવારે ગુજરાત આવ્યા છે અને શનિવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફૂટ ઓવર બ્રિજનું લ
કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહે વડસરમાં કર્યું વિકાસના કામોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કલોલના વડસર કામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જેડવા તળાવના નવીનીકરણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાનશ્રી શનિવારે ગુજરાત આવ્યા છે અને શનિવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. રવિવારે તેઓ ભુજ પહોંચ્યા છે જ્યાં તેમણે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે 11 પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ પણ રવિવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓ રવિવારે કલોલ પાસેના વડસર ગામમાં પહોંચ્યા હતા અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જેડવા ગામના  તળાવનું બ્યુટિફકેશનનું ખાત મુહૂર્ત પણ કર્યું હતું. 
ગૃહ પ્રધાનશ્રી અમિત શાહે કહ્યું કે દેશના વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં 75 તળાવોની જાળવણી થાય તેની શરૂઆત કરી છે. ગાંધીનગરમાં આપણે નક્કી કર્યું છે કે 3 એકરથી મોટા જે પણ તળાવ હોય તેને સુંદર કરવાના છે. વર્ષો સુધી તળાવના પાણી જમીનમાં સચવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યના પાણીના સ્તર નીચે જઇ રહ્યા હતા પણ નરેન્દ્રભાઇ નર્મદાના નીર લાવ્યા તો પાણીના સ્તર ઉપર આવ્યા છે. તેમણે કહ્યું કે જળ બેન્ક બનાવવાનો નિર્ણય આપણે સૌ કોઈએ કરવો જોઈએ.
તેમણે કહ્યું કે ગાંધીનગર જિલ્લાના 75 તળાવો અને અમદાવાદના 75 તળાવો અને બીજા અન્ય તળાવો પણ બનાવવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને 4 કરોડ રૂપિયા વડસરના વિકાસના કામ માટે ફાળવ્યા હતા. 
Advertisement

Tags :
Advertisement

.