Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Special Story: ‘જંગલના રાજાનું રક્ષણ’ જાણતા સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાચ ચર્ચા

જાણીતા પ્રકૃતિવિદ અને સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાસ વાત આફ્રિકન સિંહોની સંખ્યા આશરે આશરે 20,000 જેટલી સિંહોનું સંરક્ષણ કરવું એ માત્ર સરકાર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કામ નથી World Lion Day: વિશ્વ સિંહ દિવસની અત્યારે વિશ્વ ભરમાં ઉજવણીઓ કરવામાં...
special story  ‘જંગલના રાજાનું રક્ષણ’ જાણતા સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાચ ચર્ચા
  1. જાણીતા પ્રકૃતિવિદ અને સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાસ વાત
  2. આફ્રિકન સિંહોની સંખ્યા આશરે આશરે 20,000 જેટલી
  3. સિંહોનું સંરક્ષણ કરવું એ માત્ર સરકાર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કામ નથી

World Lion Day: વિશ્વ સિંહ દિવસની અત્યારે વિશ્વ ભરમાં ઉજવણીઓ કરવામાં આવી. પરંતુ આખરે શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ સિંહ દિવસ (World Lion Day)ની ઉજવણી 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. આ દિવસની ખાસિયતો વિશે જાણવા માટે ગુજરાત ફર્સ્ટે જાણીતા પ્રકૃતિવિદ અને સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે વાત કરી. મનીષ અમદાવાદમાં રહે છે પરંતુ તેનું હૃદય ભારતીય પર્યાવરણ અને પ્રકૃતિ માટે ધબકે છે. તેઓ પ્રકૃતિ શિબિરોનું સંચાલન કરે છે, કોઈપણ પ્રકૃતિની આફતોમાં અગ્ર હરોળમાં ઊભા રહે છે. તેમણે સિંહ દિવસ વિશે ખાસ વાતો જણાવી છે.

Advertisement

સૌથી વધારે ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે

સિંહે આખા વિશ્વમાં બે જગ્યાઓ પણ જોવા મળે છે. જેમાં એશિયાઈ સિંહ સૌથી વધારે ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. બીજા છે આફ્રિકન સિંહો, જે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ અને આફ્રિકન સિંહમાં થોડા કલર અને સાઈઝમાં ફરક જોવા મળે છે. આપણે ત્યાં જે છેલ્લે સિંહોની ગણતરી થઈ તેમાં 674 સિંહો થાય છે. જ્યારે તેના સામે આફ્રિકન સિંહોની સંખ્યા આશરે આશરે 20,000 જેટલી છે. જે આફ્રિકાની વિવિધ દેશોમાં ફેલાયેલા છે.

આ પણ વાંચો: 'World Lion Day'ની સાસણ-ગીર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી

Advertisement

શા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવાય છે?

તેમણે કહ્યું કે, ‘વિશ્વ સિંહ દિવસ (World Lion Day)ની સ્થાપના આપણાં ઇકો સિસ્ટમ અને સંસ્કૃતિ માટે અને સિંહોના મહત્વને ઉજાગર કરવા માટે કરવામાં આવી હતી. આ દિવસોમાં વિશ્વના લોકોને સિંહો અંગે શિક્ષિત કરવા અને સંવર્ધન માટે સમર્થન એકત્ર કરવામાં આવે છે. લોકોમાં આ બાબતે શિક્ષણ આપવું ખુબ જ જરૂરી છે. સિંહોનું સંરક્ષણ કરવું એ માત્ર સરકાર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કામ નથી.પરંતુ લોકો તરફથી રિસ્પોન્સ મળશે તો જ કામ થશે. આ દિવસથી આપણાં ભવ્ય વારસાને પ્રાત્સાહન આપવાનું છે. આ દિવસની માત્ર ગીરમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. 2013 માં આ દિવસની શરૂઆત થઈ હતી અને દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવી રહીં છે.’

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ કેવો છે?

ઇતિહાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આ દિવસ એટલા માટે કે એક પ્લેટફોર્મ બને, જે સંરક્ષણ પ્રેમીઓ છે, જે પ્રાણી પ્રેમીઓ છે અને વન્ય જીવો પર કામ કરતી જે સંસ્થાઓ છે તેને એકત્રીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ છે. જ્યાં સિંહોની ઘટતી વસ્તી છે અને જ્યાં સંરક્ષણના પ્રયાસોની તાત્કાલિક જરૂર છે. ત્યાં કામ કરવાનો મૂળ ઉદ્દેશ્ય છે.’ નોંધનીય છે કે, એશિયાટિક સિંહને IUCN રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. તેના વિશે વાત કરતા કહ્યું કે, એશિયાટિક સિંહો અત્યારે જોખમમાં છે તેવું IUCN દ્વારા નોંધવાનું આવ્યું છે. જ્યારે આફ્રિકન સિંહોની સ્થિતિ અને વનરેબલ છે. મને એવું લાગે છે કે, આ દિવસ એશિયાઈ સિંહો જે ગીરમાં તેની સંખ્યામાં સ્થિરતા વધારો કરવામાં ભાગ ભજવશે.’

Advertisement

આ પણ વાંચો: કેમ ઊજવાય છે 'વિશ્વ સિંહ દિવસ'? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો

ગીરમાં સિંહોનો વસવાટ કેવો છે?

સિંહોનો વસવાટ છે તે સુરક્ષિત રહે છે. માનવ અને વન્યજીવોનો જે સંઘર્ષ છે તે થોડા ઓછા થાય તો સારૂં છે. સિંહો જેમ જેમ વધી રહ્યા છે, તેમ પોતાનો વસવાટ છોડી બહાર થઈ રહ્યા છે. ચોટિલાથી માંડીને છેક પોરબંદર સુધી અને દીવથી માંડીને છેક વેરાવદર સુધી આવ્યા છે. આ રીતે સિંહોનો વ્યાપ વધી ગયો છે. આ દિવસનું ખામ મહત્વ એ પણ છે કે, સિંહ સંરક્ષણ પ્રત્યે બધાનો અભિગત હકારાત્મક આવે તે પણ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, જાગૃતતા અને શિક્ષણ વધી શકે એ પણ જરૂરી છે. સિંહોને આવતા જોખમ જેમ, તેમનો વસવાટ, માનવ સંઘર્ષ અને આબોહવા છે. તેના પ્રત્યે શિક્ષિત થવું જરૂરી છે. સિંહોના નિવાસ સ્થાનને અકબંધ રાખવું અને તેનું જતન કરવું પણ ખુબ જ જરૂરી છે.

સિંહોના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ?

સિંહ પ્રેમા મનીષ વૈદ્યે કહ્યું કે, સિંહોની સંરક્ષણ માટે પહેલા તો ગેરકાયદેસર થયું પ્રવાસન ઘટાડવું જોઈએ. જે લોકો ગીરના જંગલમાં જાય છે તે લોકોએ કાયદેસર અને તેનો પરવાનો લઈને જ જવું જોઈએ. બીજું કે આજુબાજૂ વસતા લોકોએ પણ આ બાબતે જાગૃતતા કેળવવી જોઈએ. લોકો તરફથી આ પ્રકારનો રિસ્પોન્સ મળવો જોઈએ. સરકારે સિહોનું મોનિટરિંગ કરવું જોઈએ. આ સાથે સિંહોની વસ્તીનો અંદેશો લેવો જોઈએ. જેના કારણે આપણને સંખ્યા મળે. બીજું કે, તેના રેસ્ક્યું સેન્ટરો અને હોસ્પિટલ અને લેબોરેટરી બનાવી જોઈએ. સિંહોને જે પટ્ટો પહેરાવવામાં આવે છે તેના લીધો તો તેનું સારુ મોનિટરિંગ થતું હોય છે.

ગીરમાં કોને કામ કરવું જોઈએ?

આ બાબતે તેમણે કહ્યું કે, ‘સિંહો માટે કામ કરતા સ્ટાફને સારી ટ્રેનિંગ આપવી જોઈએ. જે લોકોને ત્યાં ગીરમાં કામ કરવું છે તે લોકોને પોસ્ટિંગ આપવું જોઈએ.જે લોકો પોતાની ફેમિલી સાથે રહેતા હોય તેમને ગીરની બહાર મુકવા જોઈએ. કારણ કે, આવા લોકો બન્ને બાજું અટવાઈ જતા હોય છે. પોતાના સામાજિક પ્રસંગોમાં તે લોકો જઈ શકતા નથી હોતા. જેના કારણે તે લોકોને નોકરીમાં કંટાળો આવશે અને સારી રીતે કામ નહીં કરી શકે!’ ખાસ તો તેમણે એ કહ્યું કે, અત્યારે જે માત્ર બાળકો સિંહ દિવસને લઈને રેલી કાઢે છે તેના કરતા વધારે મોટા લોકોને તેની સમજ આપવી જોઈએ. પરંતુ સિંહો સાથે જોડાયેલા સ્ટેટ હોલ્ડરો, ખેડૂતો છે બીજો સ્ટાફ છે અને ટૂરિઝમ કરતા લોકોને પણ આમાં જોડવા જોઈએ. જેના કારણે સિંહો પ્રત્યો લોકોમાં સારી જાગૃતતા આવશે.

Tags :
Advertisement

.