Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાની અટકળો શા માટે?

ભૂતકાળનો પાટીદાર નેતા હાર્દિક પટેલ અને હાલમાં કોંગ્રેસ પક્ષમાં નેતા તરીકે પદવી સંભાળનાર હાર્દિક પટેલ હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના હાર્દિક પટેલના કેસમાં સ્ટે આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હાર્દિક પટેલ ચર્ચામાં આવી ગયો છે. મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને હિંસા ફેલાવવાના ગુના માટે દોષિત ઠેરવવાના કેસમાં હાઈકોર્à
હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાની અટકળો શા માટે
ભૂતકાળનો પાટીદાર નેતા હાર્દિક પટેલ અને હાલમાં કોંગ્રેસ પક્ષમાં નેતા તરીકે પદવી સંભાળનાર હાર્દિક પટેલ હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના હાર્દિક પટેલના કેસમાં સ્ટે આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હાર્દિક પટેલ ચર્ચામાં આવી ગયો છે. મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને હિંસા ફેલાવવાના ગુના માટે દોષિત ઠેરવવાના કેસમાં હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપી દીધો છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષમાં સાથેના અણબનાવના કિસ્સાઓ, બાબતો એક પછી એક બહાર આવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પરની  ટ્વીટ અને રોજેરોજ મળતા અહેવાલો પ્રમાણે નવી નવી વાતો અને અફવાઓનું બજાર ગરમ રહે છે. કોંગ્રેસ પક્ષ સાથેની હાર્દિક પટેલની નારાજગી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. હાર્દિકના તેવર આર યા પારની લડાઈ લડવાના દેખાઈ રહ્યા છે. સૌ કોઈ બુદ્ધિજીવીઓ અને રાજકીય વિશ્લેષકોના મનમાં એક વાત ફરી રહી છે કે, એવો તો કુલડીમાં શું ગોળ ભંગાયો કે હાર્દિક પટેલની વર્તણૂંકમાં આટલો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. સમાજનો એક ચોક્કસ વર્ગ અને રાજકારણમાં ગળાડૂબ એક વર્ગ એવું ચોક્કસપણે માને છે કે સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિક પટેલને જે રાહત આપવામાં આવી એ બાદ હાર્દિક પટેલના વર્તન અને કાર્યશૈલીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની પાછળનું પણ એક ચોક્કસ અને મજબૂત કારણ જવાબદાર હોઈ શકે છે.
હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટની રાહત તેના વર્તનના બદલાવ માટે જવાબદાર?
સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલના કેસ લડનારા સૌથી સિનિયર એડવોકેટમાં એક નામ છે મહેશ અગ્રવાલ. બીજું નામ છે મનિન્દર સિંગ. કદાચ ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે આ બંને સિનિયર ધારાશાસ્ત્રીઓ ભાજપ સાથે ઘરોબો ધરાવે છે. એ ઉપરાંત ભાજપના ટોચના બે નેતાઓ સાથે પણ ખૂબ જ નિકટના સંબંધો છે. બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે, મનિન્દર સિંગના પત્ની દિલ્હી હાઈકોર્ટમાં જજ પણ છે. નવાઈની વાત એ છે કે પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલે ભાજપને આજ દિન સુધી ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. તેવામાં હાર્દિક પટેલે પોતાનો જ કેસ એવા બે વકીલોને સોંપ્યો કે જેઓ ખુદ જ  ભાજપની ગૂડ બૂકમાં સામેલ છે!  કદાચ આ વાત અને તેની પાછળનું રાજકીય સમીકરણ સામન્ય વ્યક્તિની સમજ બહારનું હશે. પરંતુ સમાજના ચોક્કસ લોકોને આ બાબત સમજમાં આવી ગઈ છે. ઉલ્લખેનીય છે કે બંને વકીલોએ તો પોતાનું કામ નિષ્ઠાપૂર્વક જ કર્યું છે કારણકે તેમના માટે હાર્દિક પટેલનો કેસ હોય કે પછી બીજા અન્ય કોઈપણ વ્યક્તિનો કેસ હોય વકીલાત તો તેઓએ એક સરખી જ કરવાની રહે છે. કૂતુહલવશ એજ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે, શું હાર્દિક પટેલનું ભાજપ સાથે સમાધાન થઇ ગયું છે ? કારણકે એક સર્વ સામાન્ય બાબત એ છે કે, કોઈપણ વ્યક્તિ હોય કોર્ટ કચેરીનો મામલો આવે એટલે એકથી વધુ લોકોના રીવ્યુ લીધા બાદ કોઈ વકીલ નક્કી કરતા હોય છે.  હાર્દિક પટેલ જેવા નેતાએ પણ આ તમામ પાસાંઓ તપાસ્યા જ હશે તે વાત તો માનવી પડે. 
હાર્દિક પટેલની કોંગ્રેસ પક્ષ સાથેની નારાજગીનું શું છે કારણ?
સુપ્રીમ કોર્ટ દ્વારા હાર્દિક પટેલને જે રાહત આપવામાં આવી છે તેના પરથી એ વાત તો નક્કી છે કે આગામી ચૂંટણીમાં હાર્દિક પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. પરંતુ છેલ્લા થોડા દિવસોના ડેવલપમેન્ટને જોઈને એ ક્યા પક્ષ સાથે ચૂંટણી લડશે તે વાત હજુ ચીપિયો પછાડીને કહી નથી શકાતી. સમાન્ય રીતે જ્યુડિશરી સિસ્ટમમાં રાજકીય દબાણ હોવું જોઈએ નહીં આ વાત માત્ર પુસ્તકોના થોથાં પૂરતી સિમિત હોય એવું લાગી રહ્યું છે. સીધી નહી પરંતુ આડકતરી રીતે જ્યુડિશરી સિસ્ટમમાં રાજકીય દરમિયાનગીરી વર્ષોથી ચાલતી જ આવી છે. હાર્દિક પટેલ કે જે પોતે કોંગ્રેસી નેતા છે અને તેના પોતાના કેસ લડવા માટે થઈને ભાજપના વિશ્વાસુ અને ભાજપની ગૂડ બૂકમાં મોખરે સ્થાન ધરાવાનારા બે વકીલોને જ શા માટે કેસ લડવા માટે આપ્યો? બીજી તરફ કોંગ્રેસ પક્ષ પાસે પોતાના અલગ કાયદાના નિષ્ણાતોની ફોજ છે. જેમાં કપિલ સિબ્બલ જેવા કદાવર વકીલો પણ છે. તેમને છોડીને હાર્દિક પટેલે શા માટે ભાજપ પ્રેરિત વકીલોની પેનલ મારફતે પોતાનો કેસ લડાવવાની ફરજ પડી તેને લઈને દરેકના મનમાં અસમંજસની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. ભાજપ પ્રેરિત બે વકીલોની પેનલ દ્વારા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ગયા બાદ કોંગ્રેસ પક્ષ સાથેના વર્તનમાં અચાનક બદલાવ આવી ગયો. આ થોડાં દિવસો પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટને હાર્દિક પટેલે રીટ્વીટ કર્યું હતું. આ બધી વાતોના અંકોડા બેસાડવામાં આવે તો એક વાત તો ઉડીને આંખે વળગે છે કે, બહુ નજીકના સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને અન્ય કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાશે એ વાતમાં બે મત નથી. 
હાર્દિક પટેલની ભાજપ પક્ષ સાથેની સમજૂતી કે પછી નારાજગીનો નકાબ
પાટીદાર અનામાન આંદોલન બાદ હાર્દિક પટેલે જાહેર પ્લેટફોર્મ પર એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, તે ક્યારેય રાજકારણમાં નહીં જોડાય પરંતુ સમય બદલાતા હાર્દિક પટેલ રાજકારણમાં પણ જોડાઈ જ ગયો. જે સમુદાય અને જે ટીમને જોડે લઈને પાટીદાર સમાજને અનામત અપાવાવની માગને લઈને નીકળેલા હાર્દિક પટેલ કે એક સમયે યુવાનેતા તરીકે ઓળખાતો હતો તે આજે કોંગ્રેસી નેતા તરીકે ઓળખાઈ રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનો કેટલો સિંહફાળો છે તે આપણે સૌ કોઈએ જાણીએ છીએ. ક્દાચ તેનો જ ફાયદો લઈને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. ભૂતકાળમાં હાર્દિક પટેલે રાજ્ય સરકારમાં ડેપ્યુટી સી.એમ તરીકે રહેલા નીતિનભાઈ પટેલની નારજગીને જોતા તેમને પણ કહેલું કે, કોંગ્રેસમાં જોડાઈ જાવ. આવા બાલિશ નિવેદનો આપ્યા હતા.  આજે એ જ કોંગ્રેસમાં હાર્દિક પટેલને પોતાનું સ્થાન ભૂંસાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કદાચ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગી કે પછી અન્ય બીજી બાબતો યા તો ઉભી કરવામાં આવી છે અથવા તો પછી વાસ્તવમાં હાર્દિક પટેલ આપ અથવા તો ભાજપમાં જોડાશે. રાજકીય વિશ્લેષકોનું તો એવું પણ માનવું છે કે, હાર્દિક પટેલના કોંગ્રેસમાં ગયા બાદ કોંગ્રેસ પક્ષમાં રાજીનામાં અને પક્ષપલટા સિઝન આવી હતી. આ વખતે પણ કદાચ હાર્દિક પટેલ પોતાની નારજગીનો નકાબ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાય અને ત્યાં ગયા બાદ આપમાં પણ પક્ષ પલટાનો મોસમ આવી જાય... 
Advertisement
Tags :
Advertisement

.