Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા માટે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી? શું છે ઈનસાઈડ સ્ટોરી?

પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે કામ કરવાની ઘસીને ના પાડી દીધી છે, પણ આ ના પાડવાના પાછળના કારણો ક્યા છે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. જો કે પ્રશાંત કિશોરના પીછેહઠ કરવા પાછળની ઈનસાઈડ સ્ટોરી કંઈક અલગ જ છે. વાસ્તવમાંમ PKને વર્ષ 2024ની ચૂંટણીમાં જ રસ હોવાનું સામે આવ્યુ છે. દેશભરમાંથી જનાધાર ગુમાવી ચુકેલી કોંગ્રેસ હવે બેઠી થવાના પ્રયત્નો કરી રહી છે અને તેના ભાગરુપે જ કોંગ્રેસ પ્રશાંત કિશોર àª
શા માટે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી  શું છે ઈનસાઈડ સ્ટોરી
પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે કામ કરવાની ઘસીને ના પાડી દીધી છે, પણ આ ના પાડવાના પાછળના કારણો ક્યા છે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. જો કે પ્રશાંત કિશોરના પીછેહઠ કરવા પાછળની ઈનસાઈડ સ્ટોરી કંઈક અલગ જ છે. વાસ્તવમાંમ PKને વર્ષ 2024ની ચૂંટણીમાં જ રસ હોવાનું સામે આવ્યુ છે. 
દેશભરમાંથી જનાધાર ગુમાવી ચુકેલી કોંગ્રેસ હવે બેઠી થવાના પ્રયત્નો કરી રહી છે અને તેના ભાગરુપે જ કોંગ્રેસ પ્રશાંત કિશોર સાથે મળીને 2022 વિધાનસભા ચૂંટણીમાં આગળ વધશે તેમ મનાઇ રહ્યું હતું. ખાસ કરીને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પ્રશાંત કિશોર માટે કોંગ્રેસને ભલામણ કરી હોવાનુ સામે આવ્યું છે. જો પ્રશાંત કિશોર ચૂંટણી કામગીરીની ધુરા સંભાળે તો જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી. જો કે હવે જ્યારે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી છે ત્યારે હવે નરેશ પટેલ શુ કરશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે. 
સાથે જ પ્રશાંત કિશોરે ઓફર કેમ ઠુકરાવી તે ચર્ચા પણ એટલા જ જોરશોરથી ચાલી રહી છે. આ કારણો પર નજર કરીએ તો પ્રશાંત કિશોરને વાસ્તવમાં 2024ની ચૂંટણીમાં જ રસ હોવાનું સામે આવ્યુ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ PKને ગુજરાત, રાજસ્થાન અને હિમાચલપ્રદેશની
જવાબદારી સોંપવા માગતા હતા, પણ PKએ ત્રણ રાજ્યોની જવાબદારી સંભાળવાની અનિચ્છા દર્શાવી હતી. પ્રશાંત કિશોર સ્થાનિક નેતાઓ સાથે સંઘર્ષ ટાળવા ઈચ્છતા હોવાથી આ નિર્ણય કર્યો હોવાનુ જાણવા મળ્યું છે. 
PKના આ નિર્ણયથી સમગ્ર ફોર્મ્યુલા પડી ભાંગી હતી. કોંગ્રેસ માત્ર 2024ની લોકસભા ચૂંટણી પર જ નહીં પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી પર પણ ફોકસ કરવા માગે છે. જો કે વિધાનસભા ચૂંટણીઓ પરનું ફોકસ PKના ટાર્ગેટ બહારનું હોવાથી સમગ્ર ડીલ પડી ભાંગતા કોંગ્રેસે વધુ એક વખત પીછેહઠ કરવી પડી છે. જો કે કોંગ્રેસના પ્રશાંત કિશોર સાથે પેચ અપ કરવાના પ્રયાસો હજુ પણ ચાલુ હોવાનુ જાણવા મળ્યુ છે. બીજી બાજુ પ્રશાંત કિશોર પેચઅપના પ્રયાસોમાં સહકાર ન આપે તો કોંગ્રેસ અન્ય વિકલ્પ તરફ પણ નજર દોડાવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.