Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જહાંગીરપુરી હિંસા બાદ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ Gujarat 1stને શું કહ્યું

જહાંગીરપુરીની હિંસા બાદ 'ગુજરાત ફર્સ્ટે' દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના  સાથે ખાસ વાતચીત કરી છે. દિલ્હીમાં ઘર્ષણ બાદ પહેલી વખત તેમણે વાતચીત કરી છે. ખાસ વાતચીતમાં તેમણે દિલ્હીની હિંસામાં સંડોવાયેલાઓ સામે સખત કાર્યવાહી કરાશે તેવો સંકેત આપ્યો હતો. તેમણે દિલ્હી પોલીસના એકશન પ્લાનની પણ ચર્ચા કરી હતી. તેમની કર્મભૂમી ગુજરાત રહી હોવાથી આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાતને પણ યાદ કર્યુ
07:26 AM Apr 20, 2022 IST | Vipul Pandya
જહાંગીરપુરીની હિંસા બાદ 'ગુજરાત ફર્સ્ટે' દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના  સાથે ખાસ વાતચીત કરી છે. દિલ્હીમાં ઘર્ષણ બાદ પહેલી વખત તેમણે વાતચીત કરી છે. ખાસ વાતચીતમાં તેમણે દિલ્હીની હિંસામાં સંડોવાયેલાઓ સામે સખત કાર્યવાહી કરાશે તેવો સંકેત આપ્યો હતો. તેમણે દિલ્હી પોલીસના એકશન પ્લાનની પણ ચર્ચા કરી હતી. તેમની કર્મભૂમી ગુજરાત રહી હોવાથી આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાતને પણ યાદ કર્યું હતું. 
હનુમાન જયંતિના દિવસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે પક્ષ વચ્ચે તોફાન ફાટી નિકળ્યા હતા અને પથ્થરમારો થયો હતો તથા ફાયરીંગ પણ થયું હતું. જો કે દિલ્હી પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને તોફાનો વધુ પ્રસરે તે પુર્વે તોફાનો ડામી દીધા હતા.  'ગુજરાત ફર્સ્ટે' સમગ્ર મુદ્દે દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા ચાલી રહી હતી ત્યારે રાયોટસ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અમે તત્કાળ તોફાનને ડામી દેવાના પ્રયાસ કર્યા હતા અને બંને પક્ષને દુર કરીને અમે વચ્ચે દિવાલ બનાવી દીધી હતી. બંને પક્ષે બોટલોનો મારો, પથ્થરમારો અને ફાયરીંગ થઇ રહ્યા હતા પણ પોલીસે વચ્ચે આવીને પથ્થરમારો ઝીલ્યો હતો અને આ બનાવમાં 1 પોલીસ કર્મીને પણ ઇજા પહોંચી હતી. બનાવમાં કોઇ ખાનગી વ્યકતીને ઇજા થઇ ન હતી પણ માત્ર 9 જણને ઇજા થઇ તેમાં 8 લોકો પોલીસ કર્મચારી છે. પોલીસે ત્વરીત નિર્ણય લઇને ટોળાને કાબુમાં લઇ લીધા હતા તેથી તેની ભારે અસર પડી હતી અને ત્યારબાદ વધારાની ફોર્સ મોકલાવીને સ્થિતી કાબુમાં લઇ લીધી હતી. 
પોલીસે કરેલા ભેદભાવભર્યા વર્તનના આરોપો અંગે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે પોલીસે ભેદભાવભર્યું વર્તન કર્યું નથી. તોફાનીઓની જાતિ, ધર્મ હોતો નથી. ધરપકડ કરાયેલા 25 વ્યક્તિઓ બંને પક્ષના છે અને અમારા માટે તેઓ તોફાની છે. અમે સમગ્ર મામલાની ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને બનાવ સુનિયોજીત તૈયારી સાથે બન્યો છે કે કેમ તે સહિતના મુદ્દાની તપાસ કરાઇ રહી છે. આ ઉપરાંત મોબાઇલ સીડીઆરના આધારે તપાસ કરવાની સાથે સીસી ટીવી ફુટેજ અને મોબાઇલ ફુટેજ સહિતના ડિજીટલ પુરાવા મેળવીને પણ તપાસ કરાઇ રહી છે.  આ પુરાવા અમે કોર્ટમાં રજુ કરીશું . અમારી પ્રાથમિકતા હતી કે બનાવ  કાબુમાં લઇ લેવાની અમારી પ્રાથમિકતા હતી અને અન્ય સંવેદનશીલ વિસ્તારો સુધી તોફાન પ્રસરે નહી તેની અમે કાળજી લીધી છે.
રાકેશ અસ્થાનાએ વધુમાં કહ્યું કે મજબૂત પુરાવા અમે કોર્ટમાં રજૂ કરીશું જેથી ભવિષ્યમાં પણ દાખલો બેસી શકે. તેમણે કહ્યું કે જયાં સુધી આવા કેસમાં અમે ત્વરીત નિર્ણય ના લઇએ ત્યાં સુધી તેની અસર નહી થાય.  જે લોકો કાયદો હાથમાં લેશે તેને ભરપાઇ તો કરવું પડશે. કોઇ પણ વ્યકતી કાયદો હાથમાં લઇ નહી શકે. લોકો 10 વખત આવું કરતાં વિચારશે કે પરિણામ સારુ નહી આવે.
તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર બનાવ સુનિયોજીત કાવતરું હતું કે કેમ તે તપાસ પછી જ ખ્યાલ આવી શકશે. અત્યારે તમામ એંગલની તપાસ કરાઇ રહી છે. કાવતરાના પુરાવા હશે તો અમે બહાર લાવીશું . તોફાનોમાં રોંહિંગ્યાની ભુમિકા અંગે તેમણે કહ્યું કે અત્યારે આ અંગે કોઇ જ ટિપ્પણી નહી કરી શકાય અને તપાસ પછી જ કહી શકાશે. તેમણે અપિલ કરી હતી કે કોઇ પણ વ્યકતી કાયદો હાથમાં ના લે. પોલીસ અસામાજીક તત્વોને હેન્ડલ કરવામાં સક્ષમ છે. 
રાકેશ અસ્થાનાએ 'ગુજરાત ફર્સ્ટ' સાથેની વાતચીતમાં ગુજરાતને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત મને યાદ આવે છે અને ગુજરાત મારી કર્મભૂમી રહી છે તેથી ત્યાંનો કાર્યકાળ મને યાદ આવી રહ્યો છે.  મારો ગુજરાતનો અનુભવ સારો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
 સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર પણ ચર્ચા કરતા તેમણે કહ્યુકે કેટલાક લોકો ઈન્ટરનેટ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  અફવાઓ પર ધ્યાન ન આપો.  આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે દિલ્હી પોલીસની તપાસ દરમિયાન શનિવારે જહાંગીરપુરી હિંસા કેસમાં મસ્જિદમાં ભગવો ઝંડો ફરકાવવાના કોઈ પુરાવા મળ્યા નથી.  ચાર ફોરેન્સિક ટીમોએ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. વિભાગની 14 ટીમો અલગ-અલગ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે 1984ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અસ્થાના બીએસએફના મહાનિર્દેશકની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ ૩૧મી જુલાઈએ સેવાનિવૃત્ત થવાના હતા. દિલ્હી પોલીસ કમિશનર એસ. એસ. શ્રીવાસ્તવના સેવાનિવૃત્ત થયા પછી વરિષ્ઠ આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવ દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. અને અસ્થાના સીબીઆઈના સંયુક્ત નિર્દેશક પણ રહી ચૂક્યા છે. અસ્થાના સીબીઆઈના એસપી હતા ત્યારે તેમણે લાલુ યાદવને સંડોવતા ઘાસચારા કૌભાંડની તપાસ કરી હતી. સીબીઆઈમાં હતા ત્યારે તત્કાલીન નિર્દેશક આલોક વર્મા સાથે વિવાદ થતાં રાકેશ અસ્થાનાની નાગરિક ઉડ્ડયન સલામતી અને એનસીબીના મહાનિર્દેશકપદે નિયુક્ત કરાઈ હતી. સામાન્ય રીતે અરૂણાચલ પ્રદેશ, ગોવા મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારીને દિલ્હીના પોલીસ કમિશનર બનાવાયા છે.  એ સમયે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ વિરોધ થયો પરંતુ તમામ વિરોધો સાથે પણ જ્યારે હનુમાન જયંતીના દિવસે દિલ્હીના જહાંગીરપૂરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી ત્યારે ગણતરીનાં કલાકોમાં પોતાની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણય લેવાના અંદાજ સાથે તોફાનને શાંત કર્યું અને ગણતરીના કલાકોમાં અસામાજીક તત્વોને ઝડપવાનું ઓપરેશન શરૂ કરી દીધું.
Tags :
DelhiGujaratFirstjahagirpuriRiots
Next Article