Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોકુલધામ સોસાયટીમાં આ રીતે ઉજવાયો આઝાદીનો અમૃત મહોત્સવ, જુઓ વીડીયો

ભારતના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટ પણ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શૉની સ્ટારકાસ્ટ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું. દર્શકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાના હેતુથી, આ શૉએ ભારતીય વારસાને જાળવી રાખવા માટે કરેલી વસ્તુઓની લાંબી સૂચિમાં માત્ર એક અન્ય પ્રવેશ છે.શૉની યુટ્યુબ ચેનલ પર આ વિડીà
04:46 PM Aug 15, 2022 IST | Vipul Pandya
ભારતના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટ પણ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શૉની સ્ટારકાસ્ટ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું. દર્શકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાના હેતુથી, આ શૉએ ભારતીય વારસાને જાળવી રાખવા માટે કરેલી વસ્તુઓની લાંબી સૂચિમાં માત્ર એક અન્ય પ્રવેશ છે.
શૉની યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મૂકવામાં આવ્યો છે, જ્યાં તમામ ગોકુલધામ નિવાસીઓ ધ્વજને સલામી આપતા દર્શાવવામાં આવ્યા છે.
આ સંદર્ભે શૉના નિર્માતા અસિત કુમાર મોદી એ કહ્યું કે, “તિરંગો ગૌરવ અને દેશભક્તિનું પ્રતીક છે,આ વિડીયો આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લેવાનો અમારો માર્ગ છે અને તેની સાથે જ વધુ વ્યક્તિગત છતાં દેશભક્તિનો સંબંધ જગાવે છે.”
શૉની વાત કરીએ તો હાલ તેમાં ‘હર ઘર તિરંગા’ઝુંબેશના ભાગરૂપે એક સ્ટોરી ટ્રેક ચલાવવામાં આવી રહ્યો છે, જે નાગરિકોને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લગાવવા પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે પ્રસારિત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` એ સૌથી લાંબી ચાલતી હિન્દી કોમેડી સિરિયલ છે. તાજેતરમાં જ શૉને 14 વર્ષ પૂર્ણ થયા છે અને આ સિરિયલે  3500 થી વધુ એપિસોડ સાથે તેના 15મા વર્ષમાં પ્રવેશ કર્યો  છે. તેના આ ફ્લેગશિપ શૉ ઉપરાંત નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રા. લિમિટેડ યુટ્યુબ પર મરાઠીમાં ‘ગોકુલધામચી દુનિયાદારી’ અને ‘તેલુગુમાં તારક મામા આયો રામા’ પણ સ્ટ્રીમ કરે છે
Tags :
AmritMohotsavGokuldhamSocietyGujaratFirstThisishowAzadi
Next Article