કરોળિયાની પ્રજાતિનું નામ ગુજરાતનાં આ પ્રસિદ્ધ કવિ-સંત નામ પરથી રાખવામાં આવ્યું

ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં શોધાયેલ
સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ 15મી સદીના કવિ-સંત નરસિંહ મહેતાના નામ
પરથી રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ, જેમણે નવી
પ્રજાતિ શોધી કાઢી, તેમણે કવિને અમર બનાવવા માટે
તેનું નામ પાલ્પીમેનસ નરસિંહમહેતાઇ રાખવામાં
આવ્યું છે.
જૂનાગઢ યુનિવર્સિટીના જીવન વિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર જતીન
રાવલે જણાવ્યું કે, આ વિશિષ્ટ ઉપનામ મહાન કવિ સંત નરસિંહ મહેતાને સમર્પિત છે. તેમની સમાનતા
પ્રત્યેની માન્યતા એક પ્રસિદ્ધ કવિતા ‘વૈષ્ણવ જન તો
તેને કહીયે’ દ્વારા સમજી શકાય છે, જેણે મહાત્મા ગાંધીને પણ પ્રેરણા આપી હતી. સુધારક કવિ જૂનાગઢના વતની
હતા, તેથી અમે જાતિનું નામ કવિ નરસિંહ મહેતાના નામ પરથી
રાખ્યું છે' રસપ્રદ વાત એ છે કે, જૂનાગઢમાં રાજ્ય સંચાલિત
યુનિવર્સિટીનું નામ પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે.
સ્પાઈડરની નવી પ્રજાતિઓનું વર્ણન કરતું
એક સંશોધન પેપર તાજેતરમાં પ્રકાશિત થયું હતું, જેનું શીર્ષક હતું "એક નવી પ્રજાતિ અને પાલ્પીમેનસ ડુફોરમાં
નવું સંયોજન, 1820 ફ્રોમ ઈન્ડિયા (અરનેઈ:
પાલપિમાનીડે)." તે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ભરથિયાર યુનિવર્સિટી, કોયમ્બતુરમાંથી ધ્રુવ પ્રજાપતિ તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
જૂનાગઢ થી નમ્રતા હૂણ અને જતિન રાવલ દ્વારા લખવામાં આવ્યું હતું. આ
પેપર આર્થ્રોપોડા સિલેક્ટા જર્નલમાં પ્રકાશિત થયું હતું.
કોપ્યુલેટરી અંગોની રચનામાં, નવી પ્રજાતિઓ પી. શ્મિટ્ઝી કુલ્ઝીસ્કી, 1909 અને પી. સોગડિયાનસ ચેરીટોનોવ,1946 જેવી લાગે છે. તેમ છતાં તે આ
બંને પ્રજાતિઓથી નર બલ્બમાં એક્સેસરી સ્ક્લેરાઈટ્સના અલગ આકાર અને ભિન્ન આકારના
રીસેપ્ટેકલ્સ દ્વારા અલગ પડે છે," તેમ સંશોધકો કહે છે.
પાલ્પીમેનસ ડુફોર જીનસ હાલમાં વિશ્વમાં
35 માન્ય પ્રજાતિઓને અપનાવે છે, અને જેમાંથી મોટાભાગની જાતિઓ આફ્રિકા, દક્ષિણ પશ્ચિમ એશિયા અને ભૂમધ્ય સમુદ્રમાંથી જાણીતી છે. આ જીનસમાંથી
માત્ર એક જ પ્રજાતિ, એટલે કે પી. વલ્ટુઓસસ સિમોન ભારતમાં
જાણીતી છે. સંશોધકોએ તેમના પેપરમાં જણાવ્યું હતું કે, "આ પ્રજાતિનું વર્ણન માત્ર માદાના આધારે કરવામાં આવ્યું હતું, કોઈપણ ચિત્ર વિના."
ગુજરાત ફર્સ્ટની સંશોધક ધ્રુવ પ્રજાપતિ સાથે ખાસ વાતચીત
- સવાલ: પાલ્પીમેનસ નરસિંહમહેતાઇ સંશોધન માટે કેટલો સમય લાગ્યો ?
- જવાબ : સ્પાઇડર
અંગેના સંશોધન માટે 2 થી 3 મહિના લાગ્યા હતા.
- સવાલ : સંશોધન
દરમિયાન પડકારો શું રહ્યા? - જવાબ : પ્રજાતિને જીન્સ કહેવાય જેમનું નામ પાલ્પીમેનસ છે, જે અંગે આ પહેલા પણ રિસર્ચ થયું હતું પરંતુ
આ જીન્સના સ્પેસીસ અન્ય જીન્સમાં આપ્યું હતું, અને રીસેર્ચ ખોટું હતું, જેના પરિણામે સ્પેસિમેન્ટ ન હતા મળી શક્યા.
- સવાલ પાલ્પીમેનસ નરસિંહમહેતાઇ
નામનું સજેશન કોને આપ્યું ? - જવાબ : મારી કલીગ નમ્રતા કે જેઓ ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં રીસર્ચ કરી રહ્યાં છે, તેમણે મને આ કરોળિયો (સ્પાઇડર) પકડી આપ્યો હતો અને જેમના પરિણામે મને આ રીસર્ચ કરવાનો મોકો મળ્યો અને આ
કરોળિયાની પ્રજાતીનું નામ આપવાનું સજેશન પણ નમ્રતા હૂન દ્વારા આપવામાં આવ્યું
હતું.
- સવાલ: રીસેર્ચમાં
સહાય કોની અને શ્રેય કોને આપશો? - જવાબ : જ્યારે જંગલ પરથી સ્પાઇડર પકડી અને મને આપવાનો શ્રેય નમ્રતા
હૂન અને જતિન રાવલને જાય છે જ્યારે રીસર્ચ મારું છે.
- સવાલ: આ
ફિલ્ડમાં તમારો અનુભવ અને સિદ્ધિ કેટલી? - જવાબ : છેલ્લા
8 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને મે અત્યાર સુધી સ્પાઇડરની કુલ 16
પ્રજાતિ શોધી છે અને આ પાલ્પીમેનસ નરસિંહમહેતાઇ
સ્પાઇડરની 17મી પ્રજાતિ છે. સંશોધન કરેલ કરોળિયાની પ્રજાતિઓ નીચે મુજબ છે.
4.ઇસીયસ વિક્રમબત્રાઇ ( કેપ્ટન વિક્રમ બત્રાઈના નામ પર થી )
5.ઇસીયસ તુકારામી ( 26/11 હુમલાના ભારતના હીરો ના નામ પરથી )
6.ફ્લેગ્રા અભિનંદન વર્ધમાની ( વિંગ કમાન્ડર અભિનંદનના નામ પરથી )
7.મીઓટીયા મલ્ટુના
8.આફ્રાફ્રેસિલ્લા બન્ની ( બન્ની રનમાં મળેલ હોવાથી તેમના નામ પરથી )
9.લાંગ્રેલ્યુરિયસ ઓનીફસ
10.કમ્બાલીડા ટ્યુબા
11.કમ્બાલીડા ડીઓરસા
12.ઇન્ડોમેરેન્ગા ચાપરાયટેર
13.મરેન્ગા સચીનતેંડુલકર ( સચીન તેંડુલકરના નામ પર થી )
14.યુરોબેલૂસ નાઝીરવાસી ( કાશમીરી સૈનિકના નામ પરથી )
15.ફિનટેલા ચોકડી
16.કોલેક્ષસ સઝાઇલસ
17.પાલ્પીમેનુસ નરસિંહમહેતાઈ ( નરસિંહ મહેતાના નામ પરથી )