Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

24 એપ્રિલે યોજાશે રાજ્યની સૌથી મોટી પરીક્ષા, 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાતના યુવાનો છેલ્લા બે વર્ષથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે તેમના ઇંતજારનો હવે અંત આવ્યો છે. સરકારી નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.  બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. હવે 24મી એપ્રિલે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવશે. આમ 4 વર્ષથી અટવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરી
24 એપ્રિલે યોજાશે રાજ્યની સૌથી મોટી પરીક્ષા  10 45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાતના યુવાનો છેલ્લા બે વર્ષથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે તેમના ઇંતજારનો હવે અંત આવ્યો છે. સરકારી નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.  બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. હવે 24મી એપ્રિલે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવશે. આમ 4 વર્ષથી અટવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓની તારીખ જાહેર થતાં ઉમેદવારોમાં ખુશી વ્યાપી છે. બીજી તરફ ઉમેદવારોએ પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રાજ્યની સૌથી મોટી પરીક્ષા 24 એપ્રિલના રોજ યોજાશે. 
33 જિલ્લાઓમાં યોજાશે પરીક્ષા  
રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 33 જિલ્લાના 3,200 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે અને 10.45 લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે. 24મી એપ્રિલના બપોરે 12થી 2 સુધી પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ગત 13મી ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે 24 એપ્રિલે લેવામાં આવશે.   
તમામ રીતે ગેરરીતિ ટાળવા તંત્ર થયું સજ્જ
રાજ્યની સૌથી મોટી પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી બૉર્ડે કર્યું છે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર સજ્જ છે. 
4 વર્ષમાં 3 વખત પરીક્ષા મોકૂફ 
4 વર્ષમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 3 વખત મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાર્થીઓ 4 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે 24 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓ આતુરતાના અંત સાથે પરીક્ષા આપશે. ઓકટોબર 2018માં પરીક્ષાની જાહેરાત થઈ હતી. પ્રથમ વખત ધો.12 પાસને પરીક્ષામાં નહી બેસવા દેવાના મામલે પરીક્ષા રદ્દ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ્દ કરવી પડી હતી. જયારે ત્રીજી વાર વહીવટી કારણોને લઈને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યા માટે કુલ 10.45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે. 
Advertisement
Tags :
Advertisement

.