Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કચ્ચાતિવુ' ક્યાં આવેલું છે ? -પીએમનો વિપક્ષને યક્ષપ્રશ્ન | Where is Kachchativu?-A unique point raised by PM

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ બે કલાક દસ મિનિટના વક્તવ્ય દરમ્યાન 29 વખત મણિપુરનો ઊલલેખ કર્યો.એમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર દેશ મણિપુરને પડખે છે.પ્રધાનમંત્રીના વક્તવ્ય દરમ્યાન વિપક્ષે સદનમાંથી વોક આઉટ કર્યો....
 કચ્ચાતિવુ  ક્યાં આવેલું છે    પીએમનો વિપક્ષને યક્ષપ્રશ્ન   where is kachchativu  a unique point raised by pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ બે કલાક દસ મિનિટના વક્તવ્ય દરમ્યાન 29 વખત મણિપુરનો ઊલલેખ કર્યો.એમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર દેશ મણિપુરને પડખે છે.પ્રધાનમંત્રીના વક્તવ્ય દરમ્યાન વિપક્ષે સદનમાંથી વોક આઉટ કર્યો. વિપક્ષના આ બેજવાબદારી ભર્યા વર્તનને મોદીજીએ સખત શબ્દોમાં વખોડયું. વિપક્ષને લબડધક્કે લેતાં પ્રધાનમંત્રીજીએ કહ્યું ; વિપક્ષને પૂછો કે કચ્ચાતિવુ ક્યાં આવેલું છે?
મોદીજી કહ્યું:" જે સભાત્યાગ કરી બહાર ગયા છે એમને કહો કે DMK સરકારના મુખ્યમંત્રી મને લખે છે કે કચ્ચાતિવુ પાછું લાવી આપો.શું એ મા ભારતીનો એક ભાગ નથી?"
કચ્ચાતિવુ ટાપુ તમિલનાડુનો જ એક ભાગ હતો.ઈન્દિરાજીના શાસનમાં એ ટાપુ 1974માં ઈન્દિરાજીએ(Indira Gandhi) શ્રીલંકાને ભેટ આપેલો.રામેશ્વરમ નજીક આવેલો આ ટાપુ શ્રીલંકા હસ્તક હોવાથી માછીમારોની હેરાનગતિ થાય છે. 1921 માં શ્રીલંકાએ કચ્ચાતિવુ ટાપુ પર દાવો કરેલો. દશકો સુધી વાટાઘાટો ચાલી.1974 માં શ્રીલંકન વડાપ્રધાન શ્રીમતી ભંડારનાયકે સાથે વાટાઘાંટોમાં આ ટાપુ શ્રીલંકાને ભેટ આપી દીધેલો. With best compliments from India to Shree Lanka.
આ હકીકત છે-કચ્ચાતિવુ ટાપુની.

Advertisement

Tags :
Advertisement

.