ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'કૅરીબૅગ'નો ક્યાં અને ફક્ત કેટલો ચાર્જ ચૂકવશો?

'શૉપિંગ' એક એવો શબ્દ છે, જેનું નામ પડતાની સાથે જ દરેકના મોંઢા પર ચમક આવી જાય. અને એમાં પણ મહિલાઓને તો જાણે ફક્ત એમ જ કહેવામાં આવે ને, કે ચાલો ખરીદી કરવા... એટલે આખા દિવસનો થાક જાણે આ શબ્દો સાંભળતા જ ઉતરી જાય. હાલના આ મોર્ડન કલ્ચરમાં શૉપિંગના માધ્યમોમાં પણ ઘણા વિકલ્પો મળવા લાગ્યા છે. પરંતુ જે-તે જગ્યાએ જઈને ખરીદી કરવાની જે મજા છે, એવી ક્યાંય નથી એમ પણ કહી શકાય. એમાં પણ હવે હાલના યુગમાં ઠેર-ઠà
10:00 AM Mar 01, 2022 IST | Vipul Pandya
'શૉપિંગ' એક એવો શબ્દ છે, જેનું નામ પડતાની સાથે જ દરેકના મોંઢા પર ચમક આવી જાય. અને એમાં પણ મહિલાઓને તો જાણે ફક્ત એમ જ કહેવામાં આવે ને, કે ચાલો ખરીદી કરવા... એટલે આખા દિવસનો થાક જાણે આ શબ્દો સાંભળતા જ ઉતરી જાય. હાલના આ મોર્ડન કલ્ચરમાં શૉપિંગના માધ્યમોમાં પણ ઘણા વિકલ્પો મળવા લાગ્યા છે. પરંતુ જે-તે જગ્યાએ જઈને ખરીદી કરવાની જે મજા છે, એવી ક્યાંય નથી એમ પણ કહી શકાય. એમાં પણ હવે હાલના યુગમાં ઠેર-ઠેર ઘણા મૉલ્સ બનવા લાગ્યા છે, જ્યાં એક જ જગ્યાએ તમારી લગભગ તમામ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય છે. પરંતુ હવે આ શૉપિંગ તો કરી લીધી, પછી તેને લઈ જવા માટે કૅરીબૅગ ઘરેથી જ લઈને આવો તો તો સારું જ છે, પણ ન લઈને આવો ત્યારે શું? 
આમ તો જે-તે મૉલ્સ કે દુકાનમાંથી તમને એ કૅરીબૅગની સુવિધા આપવામાં આવે છે, પરંતુ તે કૅરીબૅગના પૈસા પણ વસૂલવામાં આવે છે. ત્યારે ચાલો એ પણ જાણી લો, કે દુકાનદાર આ કૅરીબૅગ (થેલી/કોથળી) ના પૈસા ક્યારે અને કેટલા વસૂલી શકે? 
વિવિધ મૉલ્સમાં અનેક પ્રોડક્ટસના વેચાણની સાથે સાથે કૅરીબૅગનો વેપાર પણ ઘણો જ ફુલ્યો ફાલ્યો છે.. મોટા ભાગના મોલ્સમાં કૅરીબૅગની મોટી રકમ ગ્રાહકો પાસેથી પડાવવામા આવી રહી છે.. જો કે કાયદા પ્રમાણે જો જે તે વેપારી કેરી બેગ પર પોતાની બ્રાન્ડનું માર્કેટીંગ કરતા હોય તો તે ગ્રાહકો પાસેથી એક પણ રુપીયો કૅરીબૅગના નામે ન લઈ શકે... 
પરંતુ જ્યારે ગુજરાતફર્સ્ટ દ્વારા કરાયેલા રિયાલીટી ચૅકમાં કેટલીક એવી નામદાર બ્રાન્ડના નામ પણ સામે આવ્યા, જેઓ આ નિયમોનું ઉલ્લંધન કરતા સામે આવ્યા.
અહીં વાત કરવામાં આવી રહી છે, નાના બાળકોના કપડા, રમકડાં જેવી વિવિઝ બેબી પ્રોડક્ટોનું ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે મોટો વેપાર કરતી બ્રાન્ડ ફર્સ્ટ ક્રાઈની.. આ ફર્સ્ટ નામની રીટેઈલ ચેઈનમાં ગ્રાહકો પાસેથી તેની બ્રાન્ડ વાળી કેરી બેગના રુપીયા પડાવવામાં આવી રહ્યા છે.. લોકો ફરીયાદ કરે છે પરંતુ સેલર એમ કહે છે કે "આ તો કંપની પોલીસી છે રુપીયા તો આપવા જ પડ઼શે.".
  • કૅરીબૅગના નામે ગ્રાહકો સાથે ઉઘાડી લુંટ
  • લુંટાઈ રહ્યા છે ગ્રાહકો
  • અમદાવાદમાં firstcry રિટેલ શોપસ્ ની આવેલી છે અનેક બ્રાન્ચો
  • દેશભરમાં ૫૦૦થી વધુ બ્રંચો હોવાનું જણાવે છે સેલ્સમેન, દૈનિક હજારો ગ્રાહકો બ્રાન્ચ માંથી કરે છે ખરીદી 
અને તેમની પાસેથી વસૂલવામાં આવે છે ગેરકાયદેસર રીતે કેરી બેગના રૂપિયા
  • ગ્રાહકો ફરિયાદ કરે તો સેલ્સ ગર્લ જણાવે છે આતો કંપની પોલીસી છે રૂપિયા તો આપવા જ પડશે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ ફોર ડી સ્ક્વેર મૉલ ખાતે આવેલી firstcry શૉપ માં પહોંચી ગુજરાત ફર્સ્ટ ની ટીમ. ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાહકના સ્વાંગમાં અહીં મળેલી માહિતી મુજબ કૅરીબૅગના રૂપિયા લેવામાં આવે છે કે નહીં તેની તપાસ શરૂ કરી. અમારા ગુજરાતફર્સ્ટની ટીમ દ્વારા અહીંથી નાના બાળકોના કપડાની ખરીદી કરાઈ અને જ્યારે અમે કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે બધું જ સ્પષ્ટ થઈ ગયું. અમને કપડા માટે કેરી બેગ આપવામાં આવી અને તે પણ ફર્સ્ટ ક્રાય ના બ્રાન્ડિંગ વાળી કૅરીબૅગ.. અને તે બેગનો 13 રૂપિયા ચાર્જ પણ લગાવવામાં આવ્યો. જ્યારે અમે કહ્યું કે બ્રાન્ડિંગ વાળી કેરી બેગના રૂપીયા તમે ચાર્જ ન કરી શકો. તો સેલ્સ ગર્લે જણાવ્યું કે કંપની પોલીસી છે 13 રૂપિયા ચાર્જ તમારે ચૂકવવો જ પડશે..
સાંભળો અમારા સંવાદદાતા સંજય જોષી અને આ શૉપના સેલ્સ ગર્લ વચ્ચેની વાતચીત.
કેરી બેન અલગથી 13 રૂપિયા ચાર્જ આપવો પડશે
કેરી બેગ એકદમ હેવી હે અચ્છી હૈ
મેડમ કેરી બેગ કા ચાર્જ હોતા હૈ હમારે યહા કંપની વાલે લેતે હૈ ઉપર આપકી બ્રાન્ડિંગ હે ફિર ભી કંપની પોલીસી હે
એમ નહીં પણ જે બેગ ઉપર તમારું બ્રાન્ડિંગ થાય છે, તે બેગ પર તેનો ચાર્જ ના હોય..
એ અમારા હાથમાં નથી, કંપની ચાર્જ કરે છે
મેં તો ઇસ બેગ કા ચાર્જ નહીં દૂંગા
તો પ્લેન બેગ ભી હૈ
પર આપ ઇસ બેગ કા ચાર્જ કેસે લે સકતે હૈ વો તો કંપની લેતી હૈ
તો આપ કી કંપની કા રૂલ હૈ,
સબ કો ચાર્જ કરતે હૈ.. હા સબ કો ચાર્જ કરતે હૈ 
13 રૂપિયા ચાર્જ હૈ
ઇસસે કોઈ છોટી બેગ નહીં કમ પેસે વાલી
 હૈ પર અભી નહીં હૈ
વો કિતને મેં હોતી હૈ 10 રૂપિયે મે...
પછી આખરે રૂપિયા ૧૩ ચૂકવી અને ગુજરાતફર્સ્ટની ટીમે કૅરીબૅગ ની ખરીદી કરી હતી
શહેરના વિવિધ મોલ્સમાં અમારી ટીમે કેરી બેગની ચાલતી ઉંઘાડી લુંટ અંગે સર્ચ કર્યુ હતું. અમે ઘણા મૉલ્સમાં પહોચ્યા. જો કે વેપારીઓ કૅરીબૅગના બ્રાન્ડીંગના રુપીયા ન લેતા હોવાનુ સામે આવ્યુ.. ડ્રાઈવીન રોડ પર આવેલ રીલાઈન્સ ટ્રેન્ડમાં અમારી ટીમ પહોચી.. અહી પહેલેથી જ બ્રાન્ડીંગ વગરની કેરી બેગ આપતા હોવાનું માલુમ થયુ. સાંભળો અહીના કેસ કાઉન્ટર પર ઉભેલા વ્યક્તીને..
"નિયમ બદલ ગયા અબ હમ બ્રાન્ડ વાલી બેગ નહી દેતે હૈ.."
ઘણી બધી જગ્યાઓ અને મૉલ્સમાં અમે સર્ચ કર્યુ જો કે મોટા ભાગના વેપારીઓ આ કાયદાને લઈને જાગૃત જોવા મળ્યા હતા.. 
શું છે કૅરીબૅગનો કાયદો સાંભળો ક્ન્ઝયુમર પ્રોટેક્શન એક્ટના નિષ્ણાંત એડવોકેટ પાસેથી.. 
કાયદા પ્રમાણે કૅરીબૅગના રુપીયા વસુલવાનો વેપારીઓ હકક ઘરાવે છે  પરંતુ જો તે બેંગ પર કોઈ પણ પ્રકારની બ્રાન્ડીંગ કે જાહેરાત  હોય તો કે રુપિયા વસુલવાનો અધિકાર ગુમાવી બેસે છે.. 
જો કે ગુજરાત ફર્સ્ટના સર્ચ ઓપરેશનમાં ફર્સટ ક્રાઈ ખાતે ગ્રાહકો છેતરાઈ રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.. ત્યારે ફર્સ્ટ ક્રાઈ તેના ગ્રાહકો પાસેથી આ રીતે રુપિયા ખંખેરી તેમની ન રોવડાવે તે જરુરી બને છે..
સંવાદદાતા : સંજય જોષી, અમદાવાદ
Tags :
GujaratFirst
Next Article