Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ હત્યા નથી..વધ છે...અતીકે પણ આવું જ કર્યું હતું....

ઉત્તર પ્રદેશના માફિયા અતિક એહમદ અને તેના ભાઇ  અશરફની હત્યા બાદ સમગ્ર દેશમાં વાતાવરણ ગરમાયું છે. લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે અને ભારે ચર્ચા થઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણ અને ગુનાઇત ભુતકાળને નજીકથી જાણનારા જાણીતા પત્રકારોએ ગુજરાત...
આ હત્યા નથી  વધ છે   અતીકે પણ આવું જ કર્યું હતું
ઉત્તર પ્રદેશના માફિયા અતિક એહમદ અને તેના ભાઇ  અશરફની હત્યા બાદ સમગ્ર દેશમાં વાતાવરણ ગરમાયું છે. લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે અને ભારે ચર્ચા થઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણ અને ગુનાઇત ભુતકાળને નજીકથી જાણનારા જાણીતા પત્રકારોએ ગુજરાત ફર્સ્ટ સાથે અતિક મર્ડર કેસ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. હિન્દી ખબર ન્યુઝ ચેનલના એડિટર અતુલ અગ્રવાલે  ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો બંને સિનીયર જર્નાલીસ્ટના મત.....
નૈતિક કે સામાજીક ભાષામાં આને વધ કહેવાય
હિન્દી ખબરના એડિટર અતુલ અગ્રવાલે કહ્યું કે આ કોઇ પ્રયોગ કે સંયોગ નથી. મારુ માનવું છે કે તેને કાનુની ભાષામાં હત્યા કહેવાય પણ નૈતિક કે સામાજીક ભાષામાં આને વધ કહેવાય. હું અતીકનો દુશ્મન નથી. હું સામાન્ય માણસની વાત કરું છે.  આજે સામાન્ય માણસ ખુશ છે પણ સવાલ એ પણ છે કે તો શું આ રીતે કોઇને ગોળી મારી દેશો.
તેને સત્તાધીશો, પોલીસે અને ઉદ્યોગપતિઓએ મોટો બનાવ્યો
તેમણે કહ્યું કે  ભારતીય દંડ સંહિતાની વાત કરીશું તો બંને સાથે જે થયું તે ખોટું થયુ છે કારણ કે ભારતમાં સંવિધાન વ્યવસ્થા છે. અહીં કોર્ટ, પોલીસ અને તપાસ એજન્સીઓ છે. પણ સાથે એ પણ કહીશ કે તો પછી પાછલા 40 વર્ષમાં કેમ ના થયું તે સવાલ પણ પુછું છું...મામુલી ગુંડાને આટલો મોટો અપરાધી કોણે બનાવ્યો....મુખ્યમંત્રી અખીલેશ યાદવ હતા. મંચ પર તે તેમના કાનમાં મોં નાખીને વાત કરતો હતો. તેને સત્તાધીશો, પોલીસે અને ઉદ્યોગપતિઓએ મોટો બનાવ્યો હતો.
તે યોગી જેવા મુખ્યમંત્રીને પડકાર આપતો હતો
આજે તેની એટલી હિંમત વધી ગઇ હતી કે  યોગી આદિત્યનાથ જેવા મુખ્યમંત્રીને તે આંખો બતાવવા લાગ્યો હતો. ત્રણ દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર થયા બાદ તેણે કહ્યું હતું કે એક વાર મને બહાર આવવા દો....ગદ્દીની ગરમી નિકાળી દઇશ..ગદ્દી એટલે શું..ગદ્દી એટલે મુખ્યમંત્રીની ગદ્દી યા ગોરખનાથ મહંતની ગદ્દી....અતીકની એટલી ઔકાત હતી કે  મુખ્યમંત્રી યોગી વિશે આવી વાત કરવાની...તે યોગી જેવા મુખ્યમંત્રીને પડકાર આપતો હતો.
દુષ્ટ્નો સંહાર થયો છે અને  તેના માટે રાષ્ટ્ર સંમત છે
હજું પણા એવા ગુનેગારો છે કે જેમનો સફાયો જરુરી છે. સમાજમાં આ ગુનેગારોની જરુર નથી પણ જ્યાં કાયદાની વાત છે તો કાયદો તેનું કામ કરશે. પોલીસકર્મી સસ્પેન્ડ પણ થયા છે અને ઉચ્ચ સ્તરીય તપાસ પણ સોંપાઇ છે. તેણે યોગીને પડકાર ફેંક્યો હતો તેનું આ પરીણામ છે. જેમણે માર્યા તેમણે સરેન્ડર કર્યું છે.  40 વર્ષમાં આતંકના બીજું નામ બની ચુકેલા અતીક અને તેના પરિવારની ગુડાંગીર્દી જોઇને કાનુન કામ કરતો હતો. તે ગુંડો હતો. તેનો કોઇ ધર્મ કે વિચારધારા હોતી નથી. તમે આટલા વર્ષો સુધી લોકોને માર્યા તો આજે તમારી સાથે પણ એવું જ થશે. શેરને સવા શેર મળી ગયો.....દુષ્ટ્નો સંહાર થયો છે અને  તેના માટે રાષ્ટ્ર સંમત છે.
યોગીની આગળ પાછળ કોઇ નથી.
તેમણે કહ્યું કે હવે અતીકની પત્ની શાહિસ્તાને પણ પોલીસની સામે આવવું પડશે. બેગુનાહ હશે તો છુટી જશે. ગુડ્ડુ મુસ્લિમ નાસીકમાં છુપાયેલો છે. યુપી એસટીએફ ત્યાં પહોંચી છે અને થોડા કલાકમાં તેની પણ ખબર પડી જશે. અતીકના વકીલ સામે પણ તપાસ થઇ રહી છે. એક  વાદળી રંગની ડાયરી પણ મળી છે. પાકિસ્તાનથી ડ્રગ્સ અને હથિયાર કેવી રીતે આવ્યા તે સહિતના મુદ્દાની તપાસ ચાલી રહી છે. જે રીતે કાયદો 40 વર્ષથી કામ કરતો હતો તે આજે પણ કામ કરે છે. કાયદો એ જ છે, એ જ પોલીસ ઓફિસર છે માત્ર નેતા બદલી ગયા છે જેથી પરિણામ બદલી ગયા છે. તેમણે કહ્યું કે  હું 1998થી યોગીને જાણું છું. યોગીની આગળ પાછળ કોઇ નથી. મારા ભગવાન છે અને એવો વિચાર તે ધરાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.