Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ લંબાયો, જાણો ‘ગુજરાત ફર્સ્ટ’નો એક્સક્લુઝીવ અહેવાલ

ગુજરાત રાજ્યના પોલીસ વડાની હોટ સીટ કોને ફાળવાશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી પોલીસ વિભાગમાં અટકળો ચાલી રહી હતી,એકદંરે હવે આ અટકળો પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતના એક કેસના ચુકાદામાં એવું ટાંક્યું હતું કે DGP તરીકેનો કાર્યકાળ બે વર્ષનો હોવો જોઈએ અને આ ચુકાદેને રાજ્ય સરકારે મહંદઅંશે સ્વીકારી લીધો છે જેથી હવે મેં મહિનામાં નિવૃત થનારા રાજ્ય પોલીસ વ
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાનો  કાર્યકાળ લંબાયો  જાણો  lsquo ગુજરાત ફર્સ્ટ rsquo નો એક્સક્લુઝીવ અહેવાલ
ગુજરાત રાજ્યના પોલીસ વડાની હોટ સીટ કોને ફાળવાશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી પોલીસ વિભાગમાં અટકળો ચાલી રહી હતી,એકદંરે હવે આ અટકળો પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતના એક કેસના ચુકાદામાં એવું ટાંક્યું હતું કે DGP તરીકેનો કાર્યકાળ બે વર્ષનો હોવો જોઈએ અને આ ચુકાદેને રાજ્ય સરકારે મહંદઅંશે સ્વીકારી લીધો છે જેથી હવે મેં મહિનામાં નિવૃત થનારા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા હવે જુલાઈ મહિનામાં નિવૃત થશે. રાજ્ય સરકાર જો આ નિર્ણય પર મહોર લગાવી દેશે તો આવનારા સમયમાં ભાટિયાની જગ્યા પર આવનારા અન્ય કોઇપણ ડીજી કેડરના અધિકારીને બે વર્ષનો કાર્યકાળ મળશે.

રાજ્ય પોલીસ વડા તરીકે કોનું નામ ચર્ચાઈ રહ્યું છે?
જ્યારથી રાજય પોલીસ વડાની પોસ્ટ માટેની વાતો આવે છે ત્યારે પોલીસ વિભાગમાં એક નામ જોરશોરથી ચર્ચાતું રહ્યું છે અને તે નામ છે હાલના અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કે જેમને ડીજીપીની પોસ્ટ માટેની રેસમાં પ્રથમ હરોળમાં ગણવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર કાયમ લોકોને સરપ્રાઈઝ જ આપતી રહી છે અને તેમાંય જે અધિકારીઓના નામની ચર્ચા જોરશોરથી થતી હોય તેઓનું નામ ક્યારેક લિસ્ટમાંથી આઉટ થઇ જતું હોય છે તેનો કોઈને ખ્યાલ રહેતો નથી. આ વખતના રાજકીય સમીકરણો અને માહોલ કંઈક અલગ જ કહી રહ્યા છે, કદાચ તેના લીધે સંજય શ્રીવાસ્તવના નામ પર સરકારનું ગૃહ વિભાગ DGP તરીકેની મોહર મારી દે તો પણ નવાઈની વાત નથી. 
બીજી તરફ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની નિવૃતિની વાત કરીએ તો તેઓ ૨૦૨૩ની એપ્રિલ મહિનામાં નિવૃત થશે અને જો સંજય શ્રીવાસ્તવ ડીજીપી બને છે તો તેઓ પણ ભાટીયાની માફક વયમર્યાદાના કારણે નિવૃત નહીં થાય. તેમને પણ ડીજીપીના બે વર્ષના કાર્યકાળના નિયમનો લાભ મળશે. તેઓ વય મર્યાદાના કારણે 2023 એપ્રિલમાં પોલીસ તંત્રને બાય બાય કરવાના હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમનો અમલ આશિષ ભાટીયાના કેસમાં કર્યો હોવાથી તેનો સીધો લાભ સંજય શ્રીવાસ્તવ ડીજીપી બને છે તો તેમને પણ મળશે. એટલે કેે તેઓ જુલાઇ 2023માં નહીં પણ જુલાઇ 2024માં નિવૃત થશે. તેમને પણ બે વર્ષના કાર્યકાળનો લાભ મળશે. બીજી તરફ સંજય શ્રીવાસ્તવના બદલે ડીજીપી તરીકે અન્ય કોઇ અધિકારીને લાવવામાં આવશે તો તેમનો કાર્યકાળ પણ બે વર્ષનો આપોઆપ થઇ જશે. 
રાજ્ય પોલીસ વડાનો ટેન્યોર વધરવા પાછળનું કારણ શું હોઈ શકે છે?
સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં નોંધ્યું હતું કે DGP તરીકેની પોસ્ટ હોય તેવા અધિકારીનો કાર્યકાળ 02 વર્ષનો હોવો જ જોઈએ. આ ચુકાદા પર રાજ્ય સરકાર પોતાની વધુ ઈચ્છા દર્શાવી રહી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલના રાજ્ય પોલીસ વડાની વાત કરવામાં આવે તો તેઓ શાંત અને મૃદુ સ્વભાવના તો જ છે, સાથે-સાથે નિર્વીવાદિત અધિકારી તરીકેની પણ છાપ ધરાવે છે. ઉપરાંત રાજ્ય સરકારની ગુડ બૂકમાં પણ રહેલા છે અને તેની પાછળનું પણ એક કારણ એ પણ છે કે સીરીયલ બોમ્બ બ્લાસ્ટ જેવા અતિ મહત્વના કેસમાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચવું તેનું આખું માળખું બનાવવાનો શ્રેય જો કોઈને શિરે જાય તો તે છે આશિષ ભાટિયા કે જેમણે અમદાવાદ અને સુરતમાં સીરીયલ બ્લાસ્ટ કરનારા આરોપીઓ સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પહોંચાડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાટિયાનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે તેનો સીધે સીધો ફાયદો આવનાર સમયમાં જે કોઈપણ પોલીસ વડાની ખુરશી સંભાળે તેેન પણ  2 વર્ષનો કાર્યકાળ મળી જ રહેવાનો છે.
Advertisement
Tags :
Advertisement

.