Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ચૂંટણી સમયસર જ યોજાશે, વહેલી ચૂંટણીની વાતો પર પૂર્ણ વિરામ

વડાપ્રધાનની ગુજરાત મુલાકાતો વધતાં વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાવાની અટકળોએ જોર પકડ્યું હતુંગુજરાતમાં વહેલાસર ચૂંટણી યોજાઈ રહી હોવાની અટકળોએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું છે, ત્યારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં તમામ આગેવાનોને આગામી 20 સપ્તાહ માટેનું હોમવર્ક પણ આપી દેવાયું છે. ઉપરàª
ગુજરાતમાં ચૂંટણી સમયસર જ યોજાશે  વહેલી ચૂંટણીની વાતો પર પૂર્ણ વિરામ
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતો વધતાં વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાવાની અટકળોએ જોર પકડ્યું હતું

ગુજરાતમાં વહેલાસર ચૂંટણી યોજાઈ રહી હોવાની અટકળોએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું છે, ત્યારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં તમામ આગેવાનોને આગામી 20 સપ્તાહ માટેનું હોમવર્ક પણ આપી દેવાયું છે. ઉપરાંત અન્ય પણ કેટલાક કારણો છે જે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા મજબૂર કરે છે. 
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર-2022માં યોજાઈ રહી છે તે વાત હવે નિશ્ચત થઈ ચૂકી છે. આ વાતને સમર્થન આપતા કેટલાક કારણો પર નજર કરીએ તો તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. બે દિવસ પૂર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મંત્રીઓ અને આગેવાનોને આગામી 20 સપ્તાહ સુધીનું હોમવર્ક આપી દેવાયું છે. 20 સપ્તાહનો સમય જ દર્શાવે છે કે ચૂંટણી સમયસર યોજાઈ રહી છે. 
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અંગે અને હોમવર્ક અંગે રાજ્યભરમાં આગેવાનોને માહિતગાર પણ કરવામાં આવ્યા છે. હવે મંત્રીઓ અને પ્રદેશના આગેવાનોને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સક્રિય થઈ જવા આદેશ કરી દેવાયા છે. કોર કમિટીના આ આદેશથી વહેલી ચૂંટણીની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 
આ મુખ્ય કારણ ઉપરાંત વધુમાં મહત્વનું કારણ એ પણ છે કે જુલાઈ-2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યો પણ મતદાન કરતા હોય છે. આ કારણથી પણ ગુજરાત વિધાનસભા વહેલી બરખાસ્ત કરવાનું ભાજપને પાલવે તેમ નથી. જૂન-જુલાઈમાં ચૂંટણી યોજવાની અટકળો પર પૂર્ણવિરામ એટલા માટે પણ મૂકવું પડે કેમકે આ સમયગાળામાં ચોમાસુ જામેલુ હોય છે, માટે વરસાદની સીધી અસર મતદાન પર પડે. આ કારણથી પણ ચૂંટણી વહેલી યોજાવાનું શક્ય નથી. 
ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ ચોક્કસપણે શરુ કરી દીધી છે, પણ આ તૈયારીઓ વહેલી ચૂંટણી માટેની નથી. ભાજપ હંમેશાં ચૂંટણીની વહેલી તૈયારીઓ કરતો હોય છે માટે જ છ મહિના પહેલાથી એટલે કે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. આ માટે પ્રદેશ ભાજપે ચૂંટણી વ્યવસ્થા માટે ખાસ પત્રકો પણ વિધાનસભા પ્રભારીઓને મોકલી આપ્યા છે. આ માટે પ્રદેશ તરફથી ખાસ પરિપત્ર પણ કરાયો છે. 
વિધાનસભાદીઠ નામ મગાવવામાં આવ્યા છે, જેમાં ચૂંટણી દરમિયાન વાહનવ્યવહાર, સભા આયોજન, સરઘસ આયોજન, પ્રચાર-પ્રસાર કામગીરી સહિતની વ્યવસ્થા માટે નામોની યાદી તૈયાર થઈ રહી છે જે આગામી દિવસોમાં પ્રદેશને મોકલી અપાશે. અગાઉ વર્ષ 2017ની ચૂંટણી માટે પણ પ્રદેશ ભાજપે છ મહિના અગાઉથી તમામ કામગીરીના શ્રીગણેશ કરી દીધા હતા. આ વખતે પણ એ જ પ્રથા અનુસરવામાં આવી રહી છે ત્યારે હવે વહેલી ચૂંટણી યોજવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આ વખતે પણ બે તબક્કામાં જ ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંત ભાગમાં અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે, જેના માટે ઓક્ટોબરથી જ આચારસંહિતા લાગુ થઈ જશે. 
Advertisement
Tags :
Advertisement

.