Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આળસુ પીઆઇનું અભય કવચ ચિરાઈ જવાની તૈયારી શરુ થઇ ગઈ છે

હાલ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police)ના એક ગોરા ચટ્ટા પોલીસ ઇન્સ્પેકટર (Police Inspector) ખૂબ ચર્ચામાં છે. તેઓ કોઈ હકારાત્મક બાબતમાં નહિ પણ તેમની ડંફાશના લીધે ચર્ચામાં છે. આ પીઆઇ ના લીધે ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓ કંટાળી ચુક્યા છે. પહેલા પૂર્વમાં ફરજ પર આવીને વિસ્તાર પર કાબુ ન મેળવી શકતા આ પીઆઇ મોટી રકમ અને તેમના સંબંધી એવા નિવૃત આઇપીએસના નામનો ઉપયોગ કરી ક્રીમ પોલીસ સ્ટેશનમાં જàª
આળસુ પીઆઇનું અભય કવચ ચિરાઈ જવાની તૈયારી શરુ થઇ ગઈ છે
હાલ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police)ના એક ગોરા ચટ્ટા પોલીસ ઇન્સ્પેકટર (Police Inspector) ખૂબ ચર્ચામાં છે. તેઓ કોઈ હકારાત્મક બાબતમાં નહિ પણ તેમની ડંફાશના લીધે ચર્ચામાં છે. આ પીઆઇ ના લીધે ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓ કંટાળી ચુક્યા છે. પહેલા પૂર્વમાં ફરજ પર આવીને વિસ્તાર પર કાબુ ન મેળવી શકતા આ પીઆઇ મોટી રકમ અને તેમના સંબંધી એવા નિવૃત આઇપીએસના નામનો ઉપયોગ કરી ક્રીમ પોલીસ સ્ટેશનમાં જગ્યા મેળવી. બાદમાં તેઓએ પહેલા દારૂના કટિંગના ધંધાને પરમિશન આપી, બાદમાં એસ.એમ.સી એ અનેક રેડો કરતા તેઓને સહુ કોઈ પૂછવા લાગ્યા કે તમને કઈ અસર કેમ નથી થતી? ત્યારે આ આળસુ અને જાડી ચામડી ના પીઆઇ તેમના ભરતને સાથે રાખી પોતાને "અભય" આશીર્વાદ હોવાનું કહી બધે ફાંકા મારવા લાગ્યા. હકીકતમાં તો પોતાના સ્ટાફમાં ઢીલા શબ્દથી આ પીઆઇ ને ખાનગીમાં લોકો સંબોધવા લાગ્યા. પણ આ ઢીલા ગોરા ચટ્ટા અને આળસુ  પીઆઇ ને એક એજન્સીમાં ફરજ બજાવતા આજે કરુબાજ તરીકે ઓળખાતા "ભરત"ની શક્તિ મળતા તેઓ મજબૂત થયા. જેના સાથે મળીને કોઈ પણ મેટર આવે અરજદાર આવે તો તેઓ કમાણી છે કે નહીં તે ચકાશે અને જો કોઈ પણ બાબતમાં કમાવવાનું ન હોય તો તેઓની હદની આસપાસના બન્ને  પોલીસ સ્ટેશનમાં અરજદારોને મોકલીતે અધિકારીઓને હેરાન કરવામાં થાકતા નથી. હવે એસ.એમ.સી ની રેડ બાદ મોટા વહીવટ કરનાર એક એજન્સીના ભેદી "ભરત" અને તેના આ પીઆઇ સામે કોઈ એક્શન લઈ અન્ય અધિકારીઓને ત્રાસમાંથી મુક્ત કરાવાય છે કે કેમ તે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે. 
રાજ્યના પાટનગર ને અડીને આવેલા એક પોલીસ સ્ટેશન ઉપરાંત અમદાવાદ શહેરના બે પોલીસ સ્ટેશનના ઘણાંખરા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ કંટાળી ગયા
પોલીસ સ્ટેશનમાં પી.આઈ ની પોસ્ટ ખુબ જ મહત્વની ગણાતી હોય છે કારણકે  આખું પોલીસ સ્ટેશન તેમના તાબામાં આવતું હોય છે.પી.આઈ નો જેવો વ્યવહાર હોય તેવો સ્ટાફના કર્મીઓનો વ્યવહાર અને કામ કરવાની પદ્ધતિ રહેતી હોય છે. ક્યારેક પોલીસ બેડામાં એવો ગણગણાટ પણ સાંભળ્યો હશે કે પોલીસ ઇન્સ્પેકટરના ત્રાસથી તેમના જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ કંટાળી ગયા હશે પરંતુ અહિયાં તો એક પોલીસ સ્ટેશનના એક પીઆઇ નો એટલો ત્રાસ છે જેના લીધે રાજ્યના પાટનગર ને અડીને આવેલા એક પોલીસ સ્ટેશન ઉપરાંત અમદાવાદ શહેરના બે પોલીસ સ્ટેશનના ઘણાંખરા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ કંટાળી ગયા છે. 
શાંત ભેદી ચહેરા અને સ્વભાવની પાછળ એક આળસુ અને કમાઉ વૃતિ અને લોકોને હેરાન કરવાની માનસિકતા 
હદ તો ત્યાં થાય છે કે આ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની કાર્ય પદ્ધતિથી શહેરના બંને  પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ ઇન્સ્પેકટર ખુદ પોતે કંટાળી ગયા છે...આ પોલીસ સ્ટેશનની હદમાં એક ઓઇલ ગેસ એજન્સી ની હેડ ઓફીસ તથા એન્જીન્યરીંગની એક મોટી કોલેજ અને એક મોટો આશ્રમ પણ આવ્યો છે પણ આજ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ ઇન્સ્પેકટરના પેટનું પાણી પણ હલતું નથી. તે પોતે સ્વભાવે ખુબ શાંત સ્વભાવ ધરાવતા હોવાથી એકંદરે શાંત પ્રકૃતિના આ અધિકારી છે. પરંતુ તેમના આ હસતા શાંત ભેદી ચહેરા અને સ્વભાવની પાછળ એક આળસુ અને કમાઉ વૃતિ અને લોકોને હેરાન કરવાની માનસિકતા પણ રહેલી છે. આ અધિકારીની નિયુક્તિ અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક એવા પોલીસ સ્ટેશનમાં થઇ હતી જે પોલીસ સ્ટેશન ખુબ જ સંવેદનશીલ પોલીસ સ્ટેશન ગણવામાં આવે છે. જ્યાં હાલતા ચાલતા માથાકૂટ થતી રહેતી હોય છે. ત્યાંથી આ શાંત સ્વભાવના આળસુ પોલીસ ઈન્સ્પેકટરે પોતાની બદલી કરાવી દીધી કેમકે તેઓને પણ ખ્યાલ હતો કે ત્યાં તેઓ ચાલી શકે એમ નથી. અમદાવાદ અને ગાંધીનગરની હદને જોડતા પોલીસ સ્ટેશનમાં પોતાની આળસુ પ્રકૃતિને વધુ આળસુ બનાવી દીધી છે તેવું લાગી રહ્યું છે. પરંતુ હકીકત કઈક બીજી પણ છે.આળસુ પી.આઈ પોલીસીંગ કરવા સિવાયની બધી જ પ્રવૃતિમાં ખુબ જ એક્ટીવ છે અને માટે જ થોડાક મહિના થાય એટલે પોતાનો વહીવટદાર પણ બદલી નાખે છે. હાલ એક નવા વહીવટદારની નિમણુક તેમણે કરી છે. પરંતુ થોડાક સમય બાદ તેને પણ બદલી નાખવાની ઈચ્છા ધરાવે તો કોઈ નવાઈ નહિ. 
ગીતામાં લખ્યું છેને કે "કશું જ કાયમી હોતું નથી"
તાજેતરમાં જ તેમના વિસ્તારમાં ઘણાં ચર્ચાસ્પદ કિસ્સાઓ બની ગયા, જેમાં ફ્લેટમાં આગ લગાડવાના કિસ્સા અને હોસ્પિટલમાં આપઘાતના કિસ્સામાં પણ હોસ્પિટલ સંચાલકના નિવેદન નહિ નોંધાવાની આળસ આ અધિકારીએ કરી હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ અધિકારી પર ગાંધીનગરના એક ઉચ્ચ IPS અધિકારીનું "અભય" વરદાન છે અને તેમના ચાર હાથ આ આળસુ પી.આઈ પર છે, જેના કારણે તેમની પર કોઈ તવાઈ આવતી નથી પરંતુ ગીતામાં લખ્યું છેને કે "કશું જ કાયમી હોતું નથી" પણ આ અધિકારી પોતાના શાંત સ્વભાવ અને રમુજી સ્વભાવનો મુખોટો પહેરીની હાલ પોતાની  ફરજ તો નિભાવી રહ્યા છે. પરંતુ આજે નહિ તો કાલે તેમના ચેહરા પરનું આ માસ્ક ઉતરી તો જશે જ અને સીનીયર અધિકારીઓને તેમના આ પોલીસ ઇન્સ્પેકટરની વાસ્તવિકતા દેખાશે જરૂરથી. 
આળસુ નિતી અને માત્ર કમાણી કરવાની દાનત 
બીજી તરફ આ અધિકારી ની નીતિ હમેશા એવી રહેલી છે કે તેમના વિસ્તારમાં કોઈપણ મોટો બનાવ બને એટલે સૌથી પહેલા એ પૂછે કે આપણી હદમાં બનાવ બન્યો છે કે અન્ય પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે? આવું પૂછવું એક અધિકારી તરીકે માટે સાહજીક છે પરતું આ આળસુ અધિકારી આવું પૂછે છે તેની પાછળનું મુખ્ય કારણ કામ નહી કરવાની આળસુ નિતી અને માત્ર કમાણી કરવાની દાનત રહેલી છે. હદ તો ત્યાં થાય છે કે કોઈપણ અરજદાર જયારે  પહેલી વખત પોતાની રજૂઆત લઈને પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે તેને અમારી હદ નથી આ તો ગાંધીનગરની હદ છે તેમ કહીને પાછો ધકેલી દેવામાં આવતો હોવાના કિસ્સાઓ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તો આવા આળસુ ગોરા ચટ્ટા અધિકારીને આપેલા "અભય" વરદાનની અવધી પૂર્ણ થશે અથવા તો આ અભય કવચ કોઈ કારણોસર ચિરાઈ જશે ત્યારે જ આ પોલીસ ઇન્સ્પેકટરની આળસ ખંખેરાશે એવો ગણગણાટ તેમના બેચ મેટ અને સાથી પોલીસ કર્મીઓમાં સાંભળવા મળી રહ્યો છે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.