Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CRICKET WORLD CUP 2023 : ભારત-પાકિસ્તાનના મહા મુકાબલા માટે ભારતીય રેલ્વેની અનોખી પહેલ, વંદે ભારતની સ્પેશિયલ ટ્રેન આવશે એક્શનમાં

ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ક્રિકેટ મેચ એક એવી ઈવેન્ટ છે જેની રાહ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ખૂબ આતુરતા થી જોતા હોય છે. વર્લ્ડકપ 2023ની શરૂઆત થતાં જ ભારતીય ક્રિકેટ ચાહકો 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એકમાત્ર મેચની આતુરતાથી...
07:20 PM Oct 06, 2023 IST | Harsh Bhatt

ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ક્રિકેટ મેચ એક એવી ઈવેન્ટ છે જેની રાહ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ખૂબ આતુરતા થી જોતા હોય છે. વર્લ્ડકપ 2023ની શરૂઆત થતાં જ ભારતીય ક્રિકેટ ચાહકો 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એકમાત્ર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો જોવા માટે લાખોની સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અમદાવાદ તરફ જવાની તૈયારીમાં છે, જેના કારણે ત્યાં રહેવાની સગવડ અને મોંઘી ફ્લાઈટ ટિકિટોની માંગ વધી ગઈ છે. જેના કારણે ચાહકો માટે તેમના મંજિલ એટલે કે અમદાવાદ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દાના જવાબમાં, ભારતીય રેલ્વેએ ખૂબ જ અગત્યની મેચ માટે ખાસ વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવી  છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી વિશેષ ટ્રેનોનું સંચાલન કરાશે

અહેવાલો અનુસાર, ભારતીય રેલ્વે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવાસ કરતા પ્રશંસકોની સુવિધા માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. જેના કારણે ચાહકો મેચની શરૂઆતના થોડા કલાકો પહેલા અમદાવાદ પહોંચી શકે અને રમત બાદ સરળતાથી ઘરે પરત ફરી શકે.

અતિશય મોંઘી ફ્લાઇટ ટિકટ્સ, રહેઠાણનો અભાવ, ઊંચા હોટેલ ટેરિફ અને અન્યનો સામનો કરવા માટે આ કરવામાં આવ્યું છે. રેલ્વેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે "આ ટ્રેનો ચલાવવા પાછળનો વિચાર એ છે કે મેચ પૂર્ણ થયા બાદ લોકો ઘરે પરત ફરી શકે, આ ખાસ સ્થળોએથી ઉપડતી ટ્રેનો સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો પર રોકાશે, જે બંને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક છે."

મુસાફરી દરમિયાન દેશભક્તિના ગીતો વધારશે ફેન્સનો જુસ્સો 

સુવિધાના પરિબળ ઉપરાંત, રેલ્વે દેશભક્તિના ગીતો વગાડીને અને અગાઉની ભારત-પાકિસ્તાનની મેચના ઐતિહાસિક ક્રિકેટ પળોનું પ્રદર્શન કરીને મુસાફરીના અનુભવને વધુ મનોરંજક બનવવા યોજના બનાવી રહી છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટો ઓનલાઈન ઉપલબ્ધ થયા બાદ ઝડપથી વેચાઈ ગઈ હતી, જે આ મેચની અગત્યતાને દર્શાવે છે. સ્ટેડિયમમાં આ હાઈ-સ્ટેક એન્કાઉન્ટર માટે અસંખ્ય VIP અને VVIPs ગેસ્ટ મેદાને આવે તેવી પણ અપેક્ષા છે.

વર્લ્ડકપના ફાઇનલ મેચની પણ યજમાની કરશે અમદાવાદ 

અમદાવાદ ODI વર્લ્ડકપ દરમિયાન પાંચ મેચની યજમાની કરનાર છે, જેમથી ઇંગ્લૈંડ અને ન્યુઝિલેંડ વચ્ચેની મેચ રમાઈ પણ ગઈ છે. વર્લ્ડકપ ઈવેન્ટની મેગા ફાઈનલ પણ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે.

આ પણ વાંચો -- WORLD CUP : શરીર પર લપેટાયેલો તિરંગો, કપાળ પર INDIA નું ટેટૂ, મળો ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા પ્રશંસક અરુણ હરિયાણીને…

Tags :
AhmedabadICC World CupIndia vs PakistanIndian RailwaysVande-Bharat
Next Article