Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, હું ક્યારેય ચૂંટણી નહીં લડું: અનાર પટેલ, જાણો બીજું શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ વહેતી થઇ રહી છે. જેમાંથી કેટલીક સાચી હોય છે તો વળી કેટલીક ખોટી. છેલ્લા થોડા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં આવવાથી લઇને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. આ તમામ વાતો વચ્ચે એક ચર્ચા એવી પણ શરુ થઇ હતી કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ આ àª
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર  હું ક્યારેય ચૂંટણી નહીં લડું  અનાર પટેલ  જાણો બીજું શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ વહેતી થઇ રહી છે. જેમાંથી કેટલીક સાચી હોય છે તો વળી કેટલીક ખોટી. છેલ્લા થોડા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં આવવાથી લઇને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. આ તમામ વાતો વચ્ચે એક ચર્ચા એવી પણ શરુ થઇ હતી કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાના છે. ત્યારે હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
અનાર પટેલ ભલે અત્યારની સક્રિય રાજનીતિમાં ના હોય, પરંતુ એક મોટું નામ છે. આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે અનાર પટેલનું નામ ચર્ચામાં આવ્યું હોય. આ પહેલા પણ ઘણી વખત એવી ચર્ચાઓ ચાલી હતી કે અનાર પટેલ સક્રિય રાજકારણમાં આવીને ચૂંટણી લડશે. ત્યારે હવે આ અંગે ખુદ અનાર પટેલે સ્પષ્ટતા કરી છે. રાજકારણ અંગે અનાર પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે, તેવી સ્થિતિમાં તેમનું આ નિવેદન ગુજરાતની રાજનીતિ માટે મોટા અને મહત્વના સમાચાર ગણી શકાય.
શું કહ્યું અનાર પટેલે?
મેં તો ક્યારેય ચૂંટણીની ટિકિટ માંગી જ નથી. મારો વિષય તો પકડાયેલો જ છે, સેવા. સેવામાં હું ઘણી ખુશ છું અને ચૂંટણી લડવાની મારી કોઇ ઇચ્છા નથી. અહીંયા કરો કે ત્યાં કરો સેવા તો સેવા જ છે. તો પછી શા માટે? હું માનવસેવાનું કામ હંમેશા શરુ રાખીશ. 
અટકળોનો અંત આવ્યો
અનાર પટેલે આજે પહેલી વખત આ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથેની એક્સક્લૂઝીવ વાતચીતમાં તેમણે ચૂંટણી નહીં લડવાની વાત કહીને અનેક અટકળોનો અંત આણ્યો છે. અનાર પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે તે વાતને હવે રદિયો મળી ગયો છે.  આજે અનાર પટેલના પિતા મફતલાલ પટેલ વિશે લખાયેલા પુસ્તકના વિમોચનનવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરારી બાપુ, કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સહિતના લોકો હાજર હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી લડવાની વાતને રદિયો આપ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.