ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!

ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો અદાણી જૂથની અંબુજા કંપની આરોપોના ઘેરામાં! ગીરસોમનાથના કોડિનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ વડનગર, લોઢવા અને સીંગસર ગામના લોકો ત્રાહિમામ Adani: દેશ જ્યારે ગુલામ હતો ત્યારે બ્રિટીશ કંપની રાજ સામે...
12:00 PM Sep 30, 2024 IST | VIMAL PRAJAPATI
Ambuja Cements, Adani
  1. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો
  2. અદાણી જૂથની અંબુજા કંપની આરોપોના ઘેરામાં!
  3. ગીરસોમનાથના કોડિનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ
  4. વડનગર, લોઢવા અને સીંગસર ગામના લોકો ત્રાહિમામ

Adani: દેશ જ્યારે ગુલામ હતો ત્યારે બ્રિટીશ કંપની રાજ સામે દેશવાસીઓએ અવાજ ઉઠાવ્યો હતો. 15 મી ઓગસ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થઈ ગયો છે અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી પણ કરી રહ્યો છે. જોકે ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે કે, જ્યાં કંપની રાજ સામે એક નહીં બલકે ત્રણ ગામના લોકોએ ફરી એક વખત અવાજ ઉઠાવ્યો છે. શું છે સમગ્ર મામલો જાણવા માટે જૂઓ અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં...

લિસ્ટેડ સિમેન્ટની કંપની સામે ત્રણ ગામના લોકોએ ભર્યો હુંકાર!

દેશને આઝાદ થયાને વર્ષો વિતિ ગયા છે પરંતુ હજી પણ કેટલાક વિસ્તારો એવી છે જ્યા કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. જી હા! ધૂમાડા કાઢતી અને પ્રદૂષણ ફેલાવતી આ કંપનીનું નામ છે ‘અંબુજા સિમેન્ટ’. આ સિમેન્ટ બનાવતી કંપની ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી છે. ચોંકાવનારી વાત એ છે કે, મજબૂતીના ઘાટા પાડતી આ કંપની કેટલાય ગામના લોકોના શ્વાસ અદ્ધર કરી રહીં છે. તેની સાથે સાથે આ કંપનીનું દુષણથી આસપાસની જમીનો પ્રદૂષિત કરી રહી છે. તે તમે આ ત્રણ તસવીર દ્વારા જાણી પણ શકો છો અને દ્રશ્યો જોઈ સમજી પણ શકો છો.

આઝાદ ભારતમાં કંપની 'રાજ' સામે ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યો અવાજ

નોંધનીય છે કે, આ બાબતે અનેક વખક સ્થાનિકો દ્વારા ફરિયાદ અને અનુરોધ બાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગુજરાત ફર્સ્ટની ટીમ સૌથી પહેલા વડનગર ગામે પહોંચી હતી. ગાડીમાંથી ઉતરતા જ જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ચોંકાવનારા હતા. રહીશોના ઘરમાં સિમેન્ટની રજ ઉડીને પડી હતી અને બોરમાંથી કેમિકલવાળું લાલ પાણી કંઈક આ રીતે બહાર આવતું હતું. સ્થાનિકો માત્ર એમ જ આક્ષેપ નથી લગાવી રહ્યા. તેઓ ચોક્કસપણે સાચા પણ છે. વડનગર ગામથી સામે આવેલી આ તસવીર પર ઘરના આંગણાથી લઈને અગાસી સુધી કંપનીનો સિમેન્ટ ઉડીને આવે છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવો પણ અઘરો પડી જાય છે.

કેમિકલ વાળા લાલ પાણીને કારણે ખેડૂતોની મહેનત ફરી વળ્યું પાણી

એટલું જ નહીં પરંતુ કંપનીના ટ્રકો બેફામ રીતે પરિવહન કરી રહ્યા છે. કેમિકલ વાળા લાલ પાણીને કારણે ખેડૂતોની મહેનત ઉપર પણ પાણી ફરી વળે છે અને આ તમામ સ્થિતિ સર્જાઈ છે તો આ પ્રદૂષણ ફેલાવતી કંપનીને કારણે અહીં લોકો ખુબ જ પરેશાન થઈ રહ્યાં છે. એવું નથી કે વાત માત્ર નાગરિકોની હોય! સામાન્ય લોકીની સાથે સાથે પશુઓ પણ ક્યાંકને ક્યાંક ચોક્કસથી આ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલા અને જાગૃત નાગરિકોનું નું શું કહેવું છે આ સમસ્યા સામે હવે તે પણ જાણીએ.

અબુંજા કંપની ફેલાવી રહીં છે બેફામ પ્રદુષણ

આ સમસ્યા અંગે વાત કરતા ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું છે કે, અબુંજા કંપની દ્વારા થઈ રહેલા બેફામ પ્રદુષણ મામલે તેઓ GPCB અને કલેક્ટર સહિત જવાબદાર તંત્રને અનેકવાર લેખિત મોખિક ફરિયાદ કરી છે. જોકે સમસ્યાનો હલ કાઢવાને બદલે આંખ આડા કાન ચોક્કસથી થઈ રહ્યા છે. મહત્વનું છે કે, ચિત્ર જ્યારે વિચીત્ર સ્વરૂપે સામે આવે ત્યારે સ્થાનિકો અવાજ ઉઠાવે તે વાત સ્વાભાવિક છે. અમારી (મીડિયાની) ફરજ છે ખોટાને ખોટું અને સાચાને સાચુ કહેવાની! હવે જોવું એ રહ્યું કે જે દાવાઓ કે આરોપો સામે આવ્યા છે. તે સંદર્ભે યોગ્ય નિર્ણયો કઈ દિશામાં લેવાય છે.

નીતિનીયમોને નેવે મુકી અંબુજા કંપની દ્વારા ગેરકાયદે ખનન

ગ્રામજનોનું કહેવું છે કે, જિલ્લા કલેક્ટર, ખનન વિભાગ, GPCB ને વખતો વખત રજૂઆત કરી હોવા છતા કંપનીના ટ્રકો બેફામ રહીં અહીં કંઈક આજ રીતે ધમધમી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે પર્યાવરણના, સરકરાના નીતિનીયમોને નેવે મુકી અંબુજા કંપની દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. વધુમાં માયનીંગ લીઝને બનાવી પ્રોટેક્શન વોલ પણ ન બનાવતા અને ફ્રેંસિંગ તાર પણ ન લગાવતા, સ્થાનિઓએ કંપનીની મનમાની સામે રીતસરનો રોષ ઠાલવ્યો છે. ધરતીપુત્રોનું તો કહેવું છે કે, કેમિકલ યુક્ત પાણી પહેલાથી તેમના માટે માથાના દુખાવા સમાન મુદ્દો છે, ત્યારે વધુમાં જમીનો પણ ઢસી જવાની ભીતિ તેમને સેવાઈ રહીં છે.

આઝાદ ભારતમાં આ કંપની જે રીતે નિયમોની ઐસિતૈસી કરી

વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, ગૌચરની જમીનમાંથી કંપનીએ રસ્તો કાઢ્યો છે. નિયમ મુજબ કંપનીએ હેક્ટર દીઠ 1500થી વધુ વૃક્ષો જે વાવવા જોઈ તે નિયમોનું પાલન કર્યું નથી. ત્યારે હવે સવાલ એ પણ થાય કે, આઝાદ ભારતમાં આ કંપની જે રીતે નિયમોની ઐસિતૈસી કરી રહીં છે. ત્યારે આ કંપની કોના જારે આટલી મનમાની કરી રહીં છે? તે તો આવનારો વખત જ બતાવશે. આટલ આટલી ફરિયાદ અને આટ આટલી રજૂઆતો ગ્રામજનોએ કરી છે. જોકે સ્થિતિ તેવીને તેવી જ રહેતા સિનિયર સિટીઝનો પણ અવાજ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: શાહનો ખડગે પર કટાક્ષ, કહ્યું - તેઓ લાંબુ જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ

Tags :
adaniAdani Cement companyAdani Cement company NewsAmbuja CementsBiggest revelation in Operation AsuraGround Zero ReportingGujaratGujarat First Ground Zero ReportingGujarat First Operation AsuraGujarat First's Ground Zero ReportGujarati NewsOperation AsuraOperation Asura against Adani Cement companyOperation Asura against Ambuja CementsVimal Prajapati
Next Article