Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતીની નિમણૂક

આ વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. હવે ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણી તારીખ અંગેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદના સ્થાને પી. ભારતીની નિમણૂક કરવામાં આવી છે.  કેન્દ્રીય ચૂંટણી પંચે મે 2021માં ગુજરાત કેડરના IAS અધિકારી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર  ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી  ભારતીની નિમણૂક
આ વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. હવે ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણી તારીખ અંગેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદના સ્થાને પી. ભારતીની નિમણૂક કરવામાં આવી છે.  કેન્દ્રીય ચૂંટણી પંચે મે 2021માં ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે વરણી  કરી હતી.  
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યના પૂર્વ ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ 2000ની બેચના IAS કેડરના અધિકારી હતા. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, તેમજ જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે પણ ફરજ બચાવી ચૂક્યાં છે. પહેલા મનાતું હતું કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી  અનુપમ આનંદના કાર્યકાળ દરમિયાન જ યોજાશે.પરંતુ હવે નિર્ણય બદલાયો છે. 
 
કોણ છે પી. ભારતી?
તેઓ 2005ની બેચના આઇ.એસ અધિકારી છે. શિક્ષણ ખાતામાં સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટ તરીકે તેમણે ફરજ બજાવી છે. શિક્ષણ જગતમાં અવનવા પ્રયોગોને અમલમાં મૂકીને તેમણે તેમની એક અલગ ઓળખ ઉભી કરી છે. પબ્લિક પોલિસીમાં એમ.એ થયેલાં પી. ભારતી કમ્પયુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેઓ સર્વ શિક્ષા અભિયાનમાં સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડીનેટર હતાં. પોંગુમતલા ભારથી- પી. ભારતી પ્રથમિક શિક્ષણ ગાંધીનગરમાં કમિશ્નર રહી ચૂક્યાં છે. તેમણે વડોદરાના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી છે.તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વર્ષ 2017માં  મતદાન જાગૃતિ માટે બેસ્ટ ઇલેકટોરલ પ્રેક્ટિસ એવોર્ડ પણ એનાયત કરાયો છે.  અગાઉ તેઓ ચૂંટણીપંચમાં એડિશનલ સી.ઇ.ઓ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.  
Advertisement
Tags :
Advertisement

.