Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જે દીકરીએ પિતાને અઢળક પ્રેમ કર્યો તે જ પિતા નિષ્ઠુર બન્યો...

ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે માસૂમ દીકરીની ચઢાવાયેલી બલિના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ બાળકીને તેના પિતા અને કાકાએ જ બલિ ચઢાવી હતી. જો કે આ માસૂમ બાળકી તેના પિતાને અઢળક પ્રેમ કરતી હતી પણ તેનો નિષ્ઠુર પિતા બાળકીને બલિ ચઢાવતા પણ ચુક્યો નથી. બાળકીએ તેના પિતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતા પણ તેના નિર્દયી પિતાએ તેની હત્યા કરી હતીઅંધશ
10:27 AM Oct 13, 2022 IST | Vipul Pandya
ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે માસૂમ દીકરીની ચઢાવાયેલી બલિના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ બાળકીને તેના પિતા અને કાકાએ જ બલિ ચઢાવી હતી. જો કે આ માસૂમ બાળકી તેના પિતાને અઢળક પ્રેમ કરતી હતી પણ તેનો નિષ્ઠુર પિતા બાળકીને બલિ ચઢાવતા પણ ચુક્યો નથી. બાળકીએ તેના પિતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતા પણ તેના નિર્દયી પિતાએ તેની હત્યા કરી હતી
અંધશ્રદ્ધાની બલિ ચઢાવાઇ
ગીર સોમનાથ જીલ્લાના ધાવા ગામે 14 વર્ષની માસૂમ દીકરીની અંધશ્રદ્ધાની બલિએ ચઢાવીને હત્યા કરાઇ છે. ગુજરાત ફર્સ્ટે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટની જાણકારી બાદ  પોલીસ અને મામલતદારે તપાસ હાથ ધરી પરિવારજનોની  પૂછપરછ કરી હતી. પોલીસે ગીર ધાવાના અકબરી પરિવારના ઘરે અને ખેતરમાં ઉંડી તપાસ કરી હતી જેમાં પોલીસને  વાડીએથી શંકાસ્પદ બાચકા મળી આવ્યા હતા અને તેમાં ધૈર્યાની બલિ ચઢાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. 
બલિનું પૂર્વ નિયોજીત કાવતરું
તપાસમાં ઘટસ્ફોટ થયો કે ધૈર્યાની બલિ ચઢાવવા માટે પૂર્વ નિયોજીત કાવતરું રચવામાં આવ્યું હતું. 3 મહિના અગાઉ સુરત છોડીને  ગીર ધાવા ગામની શાળામાં ધૈર્યાનુ એડમિશન કરાવાયુ હતું. નવરાત્રિમાં આઠમા નોરતે ધૈર્યાને એક સપ્તાહ સુધી બાંધી રખીને તેને ઢોર માર મરાયો હતો અને તેની હત્યા કર્યા બાદ  પરિવારે ચૂપચાપ અંતિમ વિધિ પતાવી હતી. દીકરી ધૈર્યામાં વળગાડની આશંકાએ હત્યા કરાઈ હતી.
દીકરીએ પિતાને જન્મદિનની શુભેચ્છા આપી હતી
સમગ્ર ઘટનામાં કાળજું ત્યારે કંપી ગયું જ્યારે ખુલાસો થયો કે દીકરી તેના મા બાપને અઢળક પ્રેમ કરતી હતી પણ તેનો જ પરિવાર તેનો કાળ બન્યો છે. દીકરી ધૈર્યા તેના પિતા ભાવેશને ખૂબ જ પ્રેમ કરતી હતી. તાજેતરમાં પિતા ભાવેશનો જન્મદિન હોવાથી તેણે પિતાને જન્મદિનની શુભેચ્છા પાઠવતી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. પિતા માટે દીકરીએ પ્રેમ વ્યક્ત કરતી રીલ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી

જો કે પિતા નિષ્ઠુર બન્યો
જો કે તેનો પિતા નિષ્ઠુર સાબિત થયો હતો. તે નાનકડી દીકરીનો પ્રેમ સમજી શક્યો ન હતો અને અંધશ્રદ્ધાની બલિ ચઢાવીને તેની હત્યા કરી દીધી હતી.ધૈર્યાએ બનાવેલો વિડીયો જોઇને ભલભલો વ્યક્તિ પણ હિબકે ચઢી જશે પણ તેના હેવાન પિતાએ જ વ્હાલસોઇ દીકરીની હત્યા કરી નાખી હતી.એક બાજુ દીકરીનો વ્હાલ હતો તો પિતાને દીકરાની લાલસા હતી અને દીકરીને વળગાડ હોવાની અંધશ્રદ્ધામાં તેની બલિ ચઢાવી હતી. ખરેખર તો  દીકરીને સારવારની નહીં પણ તેના નિર્દયી પિતાને સારવારની જરુર છે. 
દીકરીએ માતાને પણ મધર્સ ડે ની શુભેચ્છા પાઠવી
દીકરીએ તેની માતાને પણ મધર્સ ડે ની શુભેચ્છા પાઠવી હતી. માતા પિતા માટે તો દીકરી વ્હાલનો દરીયો હોય છે પણ આ કિસ્સામાં તો પિતા જ દીકરીનો કાળ બન્યો છે. પિતાએ સહેજ પણ વિચાર કર્યા વગર નાનકડી દીકરી પર અમાનુષી અત્યાચાર કર્યો હતો. આવું રાક્ષસી કૃત્ય કરનારો કોઇ નો બાપ ના હોઇ શકે. 
છેલ્લા ગરબાનો વિડીયો પણ બહાર આવ્યો
નવરાત્રિના આઠમા નોરતે દીકરી ધૈર્યાની બલિ ચઢાવાઇ હતી તો આ જ નવરાત્રિના છઠ્ઠા નોરતે ધૈર્યા ગરબે ઘુમી હતી. તે વખતે કોઇને કલ્પના પણ ન હતી કે આ દીકરીનો અંધશ્રદ્ધામાં ભોગ લેવાશે. દીકરી ધૈર્યાનો ગરબે ઘુમતો આ છેલ્લો વિડીયો છે. આઠમા નોરતે ધૈર્યા પર તાંત્રિક વિધી કરાઇ હતી. 
પોલીસ તપાસ તેજ
પોલીસે સમગ્ર મામલે અત્યાર સુધી દીકરીના પિતા ભાવેશ અને મોટા પિતા દિલીપની ધરપકડ કરી છે જ્યારે અન્ય 3 જેટલા આરોપીઓને પણ રાઉન્ડ અપ કરાયા છે. 
આ પણ વાંચો-- ગુમનામ સોર્સની માહિતી અને ઉંડી તપાસ બાદ 'ગુજરાત ફર્સ્ટ' પહોંચ્યું અંધશ્રદ્ધાની બલિની કડવી વાસ્તવિકતા પાસે
Tags :
GirSomnathGujaratFirstSacrificeofsuperstition
Next Article