ગીર સોમનાથમાં વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી..
ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગની અસરગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગવળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારીતાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર મારવાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતીબાળકીનું મૃત્યુ થયા બાદ પ્લાસ્ટીકમાં વીંટી અંતિમવિધિ કરીગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીàª
03:59 AM Oct 13, 2022 IST
|
Vipul Pandya
- ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગની અસર
- ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગ
- વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી
- તાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર માર
- વાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતી
- બાળકીનું મૃત્યુ થયા બાદ પ્લાસ્ટીકમાં વીંટી અંતિમવિધિ કરી
ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચઢાવાના મામલે આખરે પોલીસે (Police) ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. અંધશ્રદ્ધાના મામલે બાળકીનો ભોગ લેવાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. વળગાડની વિધીના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી અને તાર અને લાકડી વડે બાળકીને ઢોર માર માર્યો હતો.
ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ
તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગને પગલે તંત્ર દોડતું થયું છે. વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી માલુમ બાળાની બલિ ચઢાવામાં આવી હતી. તેના મૃતદેહને જમીનમાં રખાયો હતો અને 3 દિવસ બાદ ચૂપચાપ અગ્નિ સંસ્કાર કરી દેવાયા હતા.
તલાલા પોલીસે ગુનો નોંધ્યો
તલાલા પોલીસે સમગ્ર બનાવ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. પોલીસે IPC સેક્શન 302, 201, અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર બનાવમાં ભાવેશ ગોપાલ ભાઈ અકબરી અને દિલીપભાઈ ગોપાલ ભાઈ અકબરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી
પોલીસે નોંધેલી ફરિયાદમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ફરિયાદમાં માસૂમ બાળકીના પિતા તથા બાળકીના કાકા એ ભેગા મળી ધૈર્યાનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો હતો. માસૂમ બાળકીના પિતાના તથા તેમના.ભાઈને શંકા હતી કે તેની દીકરીને કોઇ વળગાડ છે.
જૂના કપડા સળગાવ્યા
બાળકી ધૈર્યને બાળકીના પિતા અને તેના ભાઈએ 1લી ઓક્ટોબરના રોજ ચકલીઘર નામની વાડીએ લાવ્યા હતા. ત્યારબાદ તેમણે માસૂમ બાળકીના જુના કપડા સળગાવી દીધા હતા.
બાળકીને 2 કલાક સુધી આગ પાસે બેસાડી
બનાવની ચોંકાવનારી વિગતો મુજબ માસૂમ બાળકીને આગ પાસે બે કલાક બેસાડી રાખવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ શેરડીની વાડમાં બાળકીને લાકડી તથા વાયર વડે માર મારવામાં આવ્યો હતો.
બાળકી પર અમાનુષી અત્યાચાર
વળગાડની વિધિના નામે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માસૂમ બાળકીના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. સતત અત્યાચાર ગુજારાતા આખરે માસૂમ બાળકીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. ત્યારબાદ બાળકીના ભાઈએ પોતાની બહેનની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટમાં લપેટી દીધી હતી. લાશને બાદમાં ફોર વહીલર ગાડીની ડેકીમાં મૂકી દેવાઇ હતી અને ચેપી રોગ થયો છે તેમ કહીને સ્મશાને લઈ જઈને અંતિમ વિધિ પૂર્ણ કરી નાંખી હતી.
તો કદાચ મામલો બહાર આવ્યો ના હોત
પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી. ગુજરાત ફર્સ્ટના ઇન્વેસ્ટિગેશનમાં સંપૂર્ણ મામલો બહાર આવ્યો હતો. જો ગુજરાત ફર્સ્ટે સમગ્ર ઘટનાને ઉજાગર ના કરી હોત તો કદાચ આ મામલો બહાર પણ ના આવ્યો હોત અને માસૂમ બાળકીને ન્યાય પણ ના મળ્યો હોત.
Next Article