Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jabalpur : આ કેરીનો ભાવ સાંભળી તમારા હાંજા ગગડી જશે

Jabalpur : ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ કેરીનો સ્વાદ હંમેશા માણે છે. અત્યાર સુધીમાં તમે બજારમાં 20, 50 કે 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેરીની કિંમત સાંભળી હશે અને તમે ઘણીવાર બજારમાં આ દરે કેરી ખરીદી...
jabalpur   આ કેરીનો ભાવ સાંભળી તમારા હાંજા ગગડી જશે

Jabalpur : ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ કેરીનો સ્વાદ હંમેશા માણે છે. અત્યાર સુધીમાં તમે બજારમાં 20, 50 કે 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેરીની કિંમત સાંભળી હશે અને તમે ઘણીવાર બજારમાં આ દરે કેરી ખરીદી હશે, પરંતુ શું તમે ક્યારેય 2.5 લાખ રૂપિયાથી વધુ કિંમતની કેરી વિશે સાંભળ્યું છે? અથવા વિશ્વની સૌથી મોંઘી કેરી નજીકથી જોઈ છે.? તમારી પાસે કદાચ જવાબ નહીં હોય, પરંતુ ગુજરાત ફર્સ્ટના વાચકો માટે પ્રસ્તુત છે Jabalpur માં આવેલો વિશ્વનો સૌથી મોંઘો કેરીનો બાગ, જ્યાં પ્રતિ કિલોગ્રામ 2 લાખ 70 હજાર રૂપિયાની કિંમતની કેરીનું ઉત્પાદન થાય છે.

Advertisement

જાપાની કેરી મિયાઝાકી અથવા તાઈયો નો તામેંગો કેરી ઉગાડે છે

જબલપુરના ચારગવા રોડ પર આવેલા દગડગા હિનૌતા ગામમાં મેંગો મેન તરીકે પ્રખ્યાત સંકલ્પ સિંહ પરિહાર તેમના 4 એકરના બગીચામાં વિશ્વની સૌથી મોંઘી કેરી જાપાની કેરી મિયાઝાકી અથવા તાઈયો નો તામેંગો કેરી ઉગાડે છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર પ્રતિ કિલોગ્રામ છે. વિશ્વની સૌથી મોંઘી કેરી ઉગાડનારા ખેડૂત સંકલ્પ સિંહ પરિહારના કેરીના બગીચામાં ડઝનેક જાતની કેરીઓ છે, પરંતુ તે જાપાની કેરી મિયાઝાકી અથવા તાઈયો નો તામેંગો કેરીના કારણે ચર્ચામાં રહે છે.

Advertisement

સિક્યોરિટી ગાર્ડની સાથે વિદેશી જાતિના 11 વિકરાળ કૂતરાઓ

જો કે, વિશ્વની સૌથી મોંઘી કેરી હોવાને કારણે તેની સુરક્ષા એક મોટો પડકાર છે. સંકલ્પ સિંહ પરિહારને કેરીના ફળ ઝાડ પર ઉગે છે ત્યારથી તે પાકે અને વેચાય ત્યાં સુધી તેની કાળજી લેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ માટે તેઓએ એક ડઝન સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની સાથે વિદેશી જાતિના 11 વિકરાળ કૂતરાઓ તૈનાત કર્યા છે.

Advertisement

કેરીઓને હાથ ન લગાડે તેની ખાસ કાળજી

જબલપુરમાં નર્મદા કિનારે જમીન પર ઉગાડવામાં આવતી જાપાની કેરીના મોંઘો ભાવ ડગડગા હિનૌતા ગામને હંમેશા સમાચારમાં રાખે છે. અહીં આવતા કેરી પ્રેમીઓ અને સામાન્ય શહેરવાસીઓ પણ આ મોંઘી કેરીઓ જોવામાં અને તેની સાથે સેલ્ફી લેવામાં પાછળ રહ્યા નથી. તેમને આવી સ્થિતિમાં કેરીના બગીચાના રક્ષકો પણ સંપૂર્ણ તકેદારી રાખે છે અને સામાન્ય લોકો આ કેરીઓને હાથ ન લગાડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.

આ પણ વાંચો----- Char Dham Yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે..

આ પણ વાંચો----- દેશના નવા વડાપ્રધાન PM Modi નહીં પણ Amit Shah બનશે? અમિત શાહે કરવો પડ્યો ખુલાસો

Tags :
Advertisement

.