Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rabindranath Tagore Literary Award 2023: વર્ષ 2023 માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની યાદી જાહેર કરાઈ

રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર સાહિત્યિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને સાહિત્યિક અને સામાજિક બંને ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષે લેખિકા સુકૃતા પોલ કુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને છઠ્ઠા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલ કુમારને...
rabindranath tagore literary award 2023  વર્ષ 2023 માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની યાદી જાહેર કરાઈ

રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર સાહિત્યિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને સાહિત્યિક અને સામાજિક બંને ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષે લેખિકા સુકૃતા પોલ કુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને છઠ્ઠા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

પોલ કુમારને તેમના પુસ્તક 'સોલ્ટ એન્ડ પીપર: સિલેક્ટેડ પોઈમ્સ' તરીકે પસંદ કરાયા

આ વર્ષે લેખક અને વિવેચક સુકૃતા પોલ કુમારને તેમના પુસ્તક 'સોલ્ટ એન્ડ પીપર: સિલેક્ટેડ પોઈમ્સ' માટે છઠ્ઠા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુમારને સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સમારોહમાં US $5,000 ની રકમ, ટાગોરની પ્રતિમા અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

સામાજિક કલ્યાણ માટે અને યોગદાન બદલ અભિજિત બેનર્જીની પસંદગી થઈ

આ નોબેલ પુરસ્કાર સામાજિક કાર્ય કરવા બદલ વિજેતા અભિજિત બેનર્જીને સામાજિક કલ્યાણમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો. ત્યારે અભિજિત બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું, 'સામાજિક સિદ્ધિ માટે ટાગોર પુરસ્કારથી સન્માનિત થવું એ એક મહાન સન્માનની વાત છે. આ સન્માન દર્શાવે છે કે સામાજિક મુદ્દાઓ માટે બોલવું કેટલું મહત્વપૂર્ણ છે અને વધુ સારા વિશ્વને આકાર આપવા માટે સામૂહિક પ્રયાસોની અસરને પ્રકાશિત કરે છે."

Advertisement

2018માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી

અમેરિકા સ્થિત પ્રકાશક પીટર બુન્ડેલોએ 2018માં આ એવોર્ડની શરૂઆત કરી હતી. રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર વિશ્વ શાંતિ, સાહિત્ય, કલા, શિક્ષણ અને માનવાધિકાર માટે કરેલા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર સામાજિક સિદ્ધિઓની સાથે માનવ અધિકાર અને વિશ્વ શાંતિ માટે કરવામાં આવેલા કાર્યોને પણ સન્માન આપે છે.

આ પણ વાંચો: લોકસભામાં ક્રિમિનલ લૉ બિલ પાસ, જાણો… તેને સંલગ્ન જોગવાઈઓ

Tags :
Advertisement

.