Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDIA vs PAK World Cup Match : આસાનીથી ટિકિટ મેળવવાની લાલચમાં ગઠીયાએ Gandhinagar PDPU ના વિદ્યાર્થીને છેતર્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ક્રિકેટ મેચની ટિકિટ મળવી મુશ્કેલ બની છે. પ્રથમ તબક્કાના ઓનલાઈન વેચાણમાં ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ છે. ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ (INDIA vs PAK World Cup Match) જોવા લોકો...
india vs pak world cup match   આસાનીથી ટિકિટ મેળવવાની લાલચમાં ગઠીયાએ gandhinagar pdpu ના વિદ્યાર્થીને છેતર્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ક્રિકેટ મેચની ટિકિટ મળવી મુશ્કેલ બની છે. પ્રથમ તબક્કાના ઓનલાઈન વેચાણમાં ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ છે. ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ (INDIA vs PAK World Cup Match) જોવા લોકો દેશ-વિદેશથી અમદાવાદમાં આવી રહ્યાં છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ક્રિકેટ રસિકોનો જોવા મળતો રોમાંચ ભારત-પાકિસ્તાનની મેચમાં અનેકગણો વધુ હોય છે. ક્રિકેટ મેચની ટિકિટ મેળવવા માટે રસિકો અનેકગણી રકમ આપવા માટે પણ તૈયાર છે. આવી જ સ્થિતિનો લાભ કેટલાંક ગઠીયાઓ ઉપાડી રહ્યાં છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટ પધરાવી ગઠીયાએ આચરેલી છેતરપિંડીની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) ના ચોપડે નોંધાઈ છે.

Advertisement

ગાંધીનગર રાયસણ ખાતે આવેલી પીડીપીયુ હોસ્ટેલ (PDPU Hostel) ખાતે રહેતા રવિતેજા પજ્ઞા પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (Pandit Deendayal Energy University) માં અભ્યાસ કરે છે. ભારત વિરૂધ્ધ પાકિસ્તાન વચ્ચે અમદાવાદ ખાતે રમાનારી ક્રિકેટ મેચ ટિકિટની પૂછપરછ માટે રવિતેજા અને તેનો મિત્ર નિલ પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આવ્યા હતા. ગત 9 સપ્ટેમ્બરના રોજ સ્ટેડીયમ ખાતે નિલ પટેલના ઈન્ટાગ્રામ આઈડી (Instagram ID) માં આવેલી રીલમાં એક જાહેરખબર આવી હતી. ભારત પાકિસ્તાન મેચની ઓનલાઈન ટિકિટની જાહેરાત જોઈને મેસેજ કરી પૂછપરછ કરતા સ્ટેડિયમમાં નીચેના ભાગે બેસવાની એક ટિકિટનો ભાવ 3500 રૂપિયા દર્શાવ્યો હતો. રવિતેજાએ 6 ટિકિટ લેવાની મેસેજથી વાત કરતા કુલ 21 હજાર રૂપિયા થશે તેમ મેસેજથી સામા પક્ષે રહેલા શખ્સે જણાવ્યું હતું. પ્રથમ 25 ટકા લેખે 6 ટિકિટના 5,250 રૂપિયા ભર્યા બાદ ઓનલાઈન ટિકિટ ઈ મેઈલથી મળશે અને તે પછી 50 ટકા લેખે રૂપિયા 10,500 ભરવાના રહેશે તેમ શખ્સે મેસેજમાં કહ્યું હતું. ટિકિટ પોસ્ટલ એડ્રેસ પર મળી જાય તે પછી બાકી રહેલી 25 ટકા 5,250 રૂપિયા ભરવાના રહેશે તેમ સામા પક્ષવાળા શખ્સે કહેતા રવિતેજાએ 6 ટિકિટ પેટે 25 ટકા રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.

25 ટકા રકમ ટ્રાન્સફર થતાંની સાથે જ રવિતેજાને એક ઓનલાઈન ટિકિટ મળી હતી. જેમાં ડી-17, ડી.18, ડી-19, ડી-20, ડી-21, ડી-22 બેઠક નંબર, બુકીંગ આઈડી અને ક્યુઆર કોડ દર્શાવેલો હતો. રવિતેજાએ QR Code સ્કેન કરતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. સામા પક્ષે રહેલા શખ્સે બાકીનું 50 ટકા પેમેન્ટ કરવાનું કહેતા રવિતેજાએ મેસેજ કરી તેમજ વિડીયો કોલ કરી ક્યુઆર કોડ સ્કેન થતો નથી તેમ જણાવતા ગઠીયાએ સંપર્ક કરવાનો બંધ કરી દીધો હતો. રવિતેજાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ આપી છે.

Advertisement

આ પણ વાંચો -IPS પ્રેમસુખ ડેલુના 8-8 બોગસ ટ્વીટર એકાઉન્ટ બનાવનારા શખ્સો અઢી વર્ષે પણ મળતા નથી

Advertisement

Tags :
Advertisement

.