Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : PM નરેન્દ્ર મોદીના યોગદાનને પણ CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું

આજે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આઝાદી પહેલાના જે રાજા-રજવાડા હતા તે રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા....
09:10 PM Oct 31, 2023 IST | Hiren Dave

આજે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આઝાદી પહેલાના જે રાજા-રજવાડા હતા તે રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા. આ તબક્કે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં સરદાર પટેલ અને પીએમ મોદીના વખાણ કર્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના નિવેદનમાં કહ્યું હતું કે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, અને એ જ ધરતીના પુત્ર નરેન્દ્ર મોદીએ આ દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે આઝાદી સમયે ભારતના તમામ તત્કાલીન રાજવીઓ ભારત માતાને સમર્પિત થયા હતા અને સરદાર પટેલે તેમને આમ કરવા પ્રેર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગને યાદ કરીને કહ્યું કે સરદાર સાહેબના યોગદાનના લીધે ભારત આજે વિશ્વગુરૂ બનવાની દિશામાં અગ્રેસર છે અને અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપનાર રાજવીઓના વંશજોનું ગુજરાતની ધરતી પર સન્માન થયું તે સારી બાબત છે અને આ પ્રસંગને ઈતિહાસમાં સ્થાન મળશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આ પહેલને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજવી પરિવારોના સમારોહની સાથે આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

સરદાર સાહેબની 149મી જન્મજયંતી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજન

આ કાર્યક્રમમાં દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધાર્મિક અને સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આઝાદી વખતના રજવાડાના શાસક પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યનાં અલગ અલગ શહેરોમાંથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગોતા ખાતે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવી આવી પહોંચતાં તમામનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

રાજવીઓએ અર્પી પુષ્પાંજલી

દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી તેમજ તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. તમામ રાજવીઓ પરિવારના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ અને રાજવીઓએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તમામ રાજવી પરિવારને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું અને દેશભરમાંથી આવેલા રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે

મહત્વનું છે કે આ પ્રસંગે સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન થયું હતું. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચી હતી. જ્યાં કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મારી માટી- મારો દેશ- મેરાધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને પહોંચ્યા. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

નવા ઉદ્ધાટનો

મહત્વનું છે કે આ સાથે જ ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થયું. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S. ACADEMYનો પણ આજના દિવસે શુભારંભ થયો છે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે.

આ  પણ  વાંચો-CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

 

 

Tags :
CMBhupendraPatelContributionFelicitationCeremonyGujaratGujaratFirstmahasammelannationbuildingpmmodiinprincelystatesSardarPatel
Next Article