VARUN DHAWAN ની ફિલ્મ BABY JOHN ની વાર્તા શું છે ? કેવી રીતે પડયું ફિલ્મનું અનોખુ નામ..
BABY JOHN TEASER : જવાન ફિલ્મના ડાઇરેક્ટર અટલી કુમાર અને સુપરસ્ટાર વિજયની વર્ષ 2016 માં THERI નામની ફિલ્મ આવી હતી. જે ઘણી સફળ રહી હતી અને લોકોને ઘણી પસંદ આવી હતી. હવે આ ફિલ્મનું રીમેક બનવા જઈ રહ્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન છે. આ ફિલ્મને BABY JOHN નામ આપવામાં આવ્યું છે. આજરોજ આ ફિલ્મનું ટીસર સામે આવ્યું છે. ચાલો જાણીએ આ ફિલ્મની ખાસ વાતો વિશે..
BABY JOHN ફિલ્મમાં વરુણ ધવનની સાથે અન્ય વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશ છે. ટીઝરમાં વરુણ ધવનનો વિકરાળ અવતાર જોવા મળી રહ્યો છે. ટીઝરની શરૂઆત શક્તિશાળી સંગીતથી થાય છે. વરુણ ધવન શર્ટલેસ અને કેટલાક લોકો પર ગોળીઓ ચલાવતો જોવા મળે છે. આ એક મિનિટનું ટીઝર જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મના સીન્સ એકદમ ખતરનાક હશે. આ ફિલ્મમાં સંગીત S THAMAN દ્વારા આપવાં આવ્યું છે. જેઓ દક્ષિણ ભારતના જાણીતા સંગીતકાર છે.
ATLEE દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નામ અગાઉ VD 18 હતું. ટીઝર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મનું અસલી નામ BABY JOHN પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાસ્તવિક વાર્તા શું છે ? તેનું નામ બેબી જ્હોન શા માટે રાખવામાં આવ્યું છે ? હવે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
THERI ની રીમેક છે BABY JOHN
BABY JOHN વિજયની સાઉથ ફિલ્મ 'THERI'ની રિમેક છે. ATLEE અને THALAPATHY VIJAY ની જાણીતી ફિલ્મોમાંની એક હતી. ફિલ્મની વાર્તા એક ઈમાનદાર પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે. ફિલ્મમાં એક પોલીસ અધિકારી કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ પાસેથી બદલો લેશે. આ રાજકારણીઓ પોલીસ અધિકારીના પરિવારને મારી નાખે છે. હવે બસ અધિકારીના પરિવારમાં તેમની પુત્રી અને પોતે છે. આ ગુસ્સામાં પોલીસ અધિકારી આ ભ્રષ્ટ રાજકારણીઓ પાસેથી બદલો લેશે.
શું છે BABY JOHN નામની વાર્તા
જો ફિલ્મના ટાઈટલની વાત કરીએ તો તે સાઉથની ફિલ્મ થેરીની સ્ટોરીથી પ્રેરિત છે. આ ફિલ્મમાં વિજયની દીકરી તેને 'બેબી' કહીને બોલાવે છે. ફિલ્મનું ટાઇટલ અહીંથી લેવામાં આવ્યું છે.
જો ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો તે આ વર્ષે 31 મેના રોજ રિલીઝ થશે. આ વર્ષની સૌથી મોટી એન્ટરટેઈનર ફિલ્મ માનવામાં આવે છે. તેને Jio સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી રહ્યું છે.