Sushant Singh Case : હજુ ક્લીનચીટ નથી મળી,સુશાંત સિંહ કેસના ક્લોઝર રિપોર્ટ પર શું બોલ્યા વકીલ
- સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ
- સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે:વકીલ
- કોઈને ક્લીનચીટ આપવામાં આવી નથી:વકીલ
Sushant Singh Suicide Case: CBIએ સુશાંત સિંહ રાજપૂતના મોત પર ક્લોઝર રિપોર્ટ (Sushant Singh Rajput CBI Closure Report) દાખલ કર્યો છે. આ અંગે દિશા સાલિયાનના પિતાના વકીલે કહ્યું હતું કે સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, પરંતુ તે અંતિમ ચુકાદો નથી. કોર્ટ હજુ પણ આ મામલે કાર્યવાહી અને તપાસના આદેશ આપી શકે છે. વકીલ નિલેશ સી ઓઝાએ કહ્યું કે કોઈને ક્લીનચીટ આપવામાં આવી નથી, લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આ રિપોર્ટથી કોઈ ફરક પડતો નથી.
સુનાવણી બે એપ્રિલના રોજ હાથ ધરાશે.
દિશાના મૃત્યુના 6 દિવસ બાદ સુશાંત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દિશા સાલિયાનના પિતાએ પાંચ વર્ષ બાદ ફરી પોતાની પુત્રીના મોત મામલે તપાસ કરવાની માગ સાથે બોમ્બે કોર્ટમાં અરજી કરી હતી. આજે સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતનું મોત આપઘાત હોવાનું જણાવી ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. તેના મોત મામલે હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, આ રિપોર્ટના સમાચાર બાદ દિશાના પિતાના વકીલ નિલેશ સી ઓઝાએ જણાવ્યું કે, ક્લોઝર રિપોર્ટ બાદ પણ કોર્ટ આ મામલે કાર્યવાહી કરી શકે છે, ધરપકડના વોરંટ જાહેર કરી શકે છે, તેમજ આગળ તપાસના આદેશ પણ આપી શકે છે. દિશા સાલિયાનના પિતાએ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેની પૂછપરછ કરવાની માગ પણ કરી છે. બોમ્બે હાઈકોર્ટમાં રજૂ આ પિટિશન પર સુનાવણી બે એપ્રિલના રોજ હાથ ધરાશે.
રિયા અને તેના પરિવારને ક્લીનચીટ
CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ કોર્ટમાં દાખલ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતનું 2020માં અવસાન થયું હતું. લગભગ 4 વર્ષ 4 મહિના પછી CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે. સીબીઆઈની તપાસ મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી.
પુરાવા સાથે કોઈ છેડછાડ નહીં
સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે મુંબઈ કોર્ટમાં પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. સીબીઆઈએ સુશાંતના આપઘાત કેસની એઈમ્સના નિષ્ણાતો દ્વારા તપાસ કરાવી હતી. AIIMS ફોરેન્સિક ટીમે સુશાંત આપઘાત કેસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા ચેટ્સ એમએલએટી દ્વારા તપાસ માટે અમેરિકા મોકલવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચેટમાં કોઈ છેડછાડ થઈ નથી. રિયા ચક્રવર્તી સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે અને પોતે સુશાંત આત્મહત્યા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી પાસે તપાસની માંગ કરી છે.