Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Urfi Javed ને એક ભૂલ પડી ભારે, મળી જાનથી મારી નાખવાની ધમકી

Urfi Javed હંમેશા કંઈક અજુગતું કરવામાં સૌથી આગળ રહે છે. તેના વિચિત્ર દેખાવ અને ફેશનની હંમેશા ચર્ચા થાય છે. ઉર્ફી કંઈક એવું કરશે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. તેની અણધારી સુંદરતા જોઈને દરેક જણ ચોંકી જાય છે. તાજેતરમાં...
10:10 AM Oct 31, 2023 IST | Hardik Shah

Urfi Javed હંમેશા કંઈક અજુગતું કરવામાં સૌથી આગળ રહે છે. તેના વિચિત્ર દેખાવ અને ફેશનની હંમેશા ચર્ચા થાય છે. ઉર્ફી કંઈક એવું કરશે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. તેની અણધારી સુંદરતા જોઈને દરેક જણ ચોંકી જાય છે. તાજેતરમાં તેણે આવું જ કઇક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ આ વખતે તેનાથી એક મોટી ભૂલ થઇ ગઇ છે. આવો જાણીએ ઉર્ફીએ શું કરી ભૂલ...

Urfi Javed ને મળી ધમકી

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેના અતરંગી સ્ટાઈલને કારણે ઘણી ફેમસ થઈ ગઈ છે. તે પોતાની વિચિત્ર ફેશન સેન્સ અને સ્પષ્ટવક્તા ને કારણે હેડલાઈન્સમાં રહેતી હોય છે. હાલમાં ઉર્ફીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ઉર્ફીએ હેલોવીન ડે સેલિબ્રેશન પાર્ટી માટે અક્ષય કુમારની ફિલ્મ 'ભૂલ ભુલૈયા'માંથી છોટા પંડિતના લુકની નકલ કરી હતી. જોકે હવે આ તેને ભારે પડી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઉર્ફીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ઉર્ફીએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ઉર્ફીએ આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો હેલોવીન લુક પોસ્ટ કર્યો હતો. આ લુક ભૂલ ભુલૈયાના રાજપાલ યાદવના પાત્ર છોટા પંડિતથી પ્રેરિત હતો. તેણે તેના ચહેરાને લાલ રંગ આપ્યો હતો અને ધોતી પહેરી હતી. ઉપરાંત વાળમાં અગરબત્તી પણ મૂકવામાં આવી હતી. તેનો વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે અભિનેત્રીએ જણાવ્યું કે રાજપાલ યાદવનો લુક રિક્રિએટ કરવા બદલ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

ઉર્ફીએ સ્ક્રીનશોટ શેર કર્યો

ઉર્ફીએ તેના ટ્વિટર (X) હેન્ડલ પર તેના લૂક અને મેઇલના ફોટા શેર કર્યા છે. આ તસવીરો અને સ્ક્રીનશોટ શેર કરતી વખતે તેણે લખ્યું છે - હું આ દેશથી સ્તબ્ધ અને આઘાતમાં છું, મને એક ફિલ્મના એક પાત્રને ફરીથી બનાવવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જ્યારે તે પાત્રે પોતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

વ્યક્તિએ મેઇલ પર લખ્યું- નહીંતર વીડિયો ડિલીટ કરો...

જણાવી દઈએ કે, એક વ્યક્તિએ ઉર્ફી જાવેદને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેઇલ મોકલ્યો છે. તે વ્યક્તિએ મેઇલ પર લખ્યું છે - તમે જે વીડિયો અપલોડ કર્યો છે તેને ડિલીટ કરો, નહીં તો તમને મારવામાં સમય નહીં લાગે. અન્ય એક વ્યક્તિએ મેઇલમાં લખ્યું છે - ઉર્ફી જાવેદ આપણા હિન્દુ ધર્મને બદનામ કરી રહી છે. તેને જાહેર પર ગોળી મારવામાં આવશે.

આ પણ વાંચો - ઓનલાઈન સટ્ટાબાજીની એપ ફેરપ્લે કેસમાં ફસાયા રેપર બાદશાહ, વધુ 40 સેલેબ્સ મુકાઇ શકે છે મુશ્કેલીમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bhool BhulaiyaBig Mistakedeath threatsUrfi JavedUrfi Javed Death Threatsurfi javed looks
Next Article