Indian Army માં જોડાશે MP Ravi Kishan ની દિકરી Ishita Shukla, Agnipath પરીક્ષા પાસ કરી બની Agniveer
અભિનેતામાંથી રાજનેતા બનેલા રવિ કિશનની (Ravi Kishan) પુત્રી ઈશિતા શુક્લા (Ishita Shukla) સંરક્ષણ દળમાં (Defense Force) જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ (Agnipath) યોજના હેઠળ સંરક્ષણ દળનો (Defense Force) ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી.
દિકરીએ સેનામાં ભરતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
રવિ કિશને તેની દિકરીની આ ઉપલબ્ધીને લઈને ટ્વીટર પર કન્ફર્મ કર્યું છે. આ પહેલા તેમણે ગત વર્ષે 15 જુને એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, સવારે દિકરી બોલી કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થવા માંહે છે મેં તેને રહ્યું, બેટા ગો અહેડ... જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન તેણે કહ્યું હતું કે, ઈશિતા દિલ્હી ડિરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયનની કેડેટ્સનો ભાગ હતી, જેણે તે દિવસે પરેડમાં ભાગ લીધો હતો.
પરિચય
ઈશિતા શુક્લા 21 વર્ષની થઈ ગઈ છે. તેણીનો જન્મ 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઈશિતા NCC માં કેડેટ રહી ચૂકી છે. તેમને વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા તેમને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઈશિતા શુક્લા (Ishita Shukla) ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. ટ્રાવેલિંગ સિવાય તે ઈન્ડોર શૂટિંગની પણ શોખીન છે. ઈશિતાને કુલ 4 ભાઈ બહેન છે. તેમાંથી તનિષ્કા શુક્લા સૌથી મોટી છે જે ઈશિતાની મોટી બહેન છે. તનિષ્કા બિઝનેસ મેનેજર અને ઈન્વેસ્ટર છે. બીજા નંબરે રીવા શુક્લા છે જે બોલીવુડ અભિનેત્રી છે. ઈશિતાને એક ભાઈ પણ છે. જેનું નામ સક્ષમ શુક્લા છે.
આ પણ વાંચો : રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકારને પારિતોષિક એનાયત કરાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.