Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Animal' ફિલ્મમાં નાનો રોલ કરવા માટે તૃપ્તિ ડિમરીએ લીધી આટલી ફી! જાણીને તમે પણ ચોંકી જશો

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ 'અનિમલ' (ANIMAL) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીની બાબતોમાં નવા રેકોર્ડ સર્જ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂરથી લઈને રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર સુધી તમામ સ્ટાર્સના અભિનયના દર્શકો વખાણ...
 animal  ફિલ્મમાં નાનો રોલ કરવા માટે તૃપ્તિ ડિમરીએ લીધી આટલી ફી  જાણીને તમે પણ ચોંકી જશો
Advertisement

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ 'અનિમલ' (ANIMAL) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીની બાબતોમાં નવા રેકોર્ડ સર્જ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂરથી લઈને રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર સુધી તમામ સ્ટાર્સના અભિનયના દર્શકો વખાણ કરી રહ્યા છે. જો કે, ફિલ્મમાં આ મુખ્ય કલાકારોની વચ્ચે એક નાનો રોલ ભજવનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી માટે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એક મોટી સફળતા લઈને આવી.

Advertisement

કારણે કે, રણબીર સાથેની તૃપ્તિની કેમેસ્ટ્રીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો કે, હવે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના બાદ હવે તૃપ્તિ ડિમરીએ એનિમલ ફિલ્મ માટે કેટલી ફી લીધી તેની વિગતો પણ સામે આવી છે. જણાવી દઈએ કે, એનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીએ ઝોયાનું પાત્ર ભજવ્યું છે, જેને બોબી દેઓલ દ્વારા રણબીર પાસે એક જાસૂસ તરીકે મોકલવામાં આવે છે. પરંતુ, તે તેના પ્રેમમાં પડી જાય છે અને સમગ્ર હકીકત જણાવી દે છે. જો કે, આ ફિલ્મ બાદ સોશિયલ મીડિયા પર હાલ તૃપ્તિ ડિમરી ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હવે તે ફિલ્મની ફીને લઈને ચર્ચામાં છે.

Advertisement

અભિનેત્રીના ફોલોવર્સમાં સતત વધારો

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં એક નાના રોલ માટે તૃપ્તિ ડિમરીએ લગભગ 40 લાખ રૂપિયા ફી લીધી છે. જો કે, તૃપ્તિએ ફિલ્મમાં પોતાની ફી અંગે અત્યાર સુધી કોઈ વાત કરી નથી. 'એનિમલ' પહેલા તૃપ્તિ ડિમરીએ બુલબુલ અને કલા જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 'એનિમલ' રિલીઝ થતાં પહેલાં અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 7 લાખ ફોલોઅર્સ હતા, પરંતુ આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેના ફોલોઅર્સ રાતોરાત ચાર ગણા વધી ગયા. તેના ફોલોવર્સની સંખ્યા સતત વધીને 3.7 મિલિયન સુધી પહોંચી છે.

આ પણ વાંચો - Vijay Devarakonda: વિજય વિરુદ્ધ અશ્લીલ સમાચાર ફેલાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી, હૈદરાબાદ સાયબર સેલે કડક કાર્યવાહી કરી

Tags :
Advertisement

Trending News

.

×