Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ગુજરાતી બાળ કલાકાર ભજવશે અટલ બિહારી વાજપેયીનું પાત્ર, વાંચો અહેવાલ

અવાર નવાર નામાંકિત નેતાઓના જીવન ઉપર આધારિત ફિલ્મો અને ધારવાહિકો બનતા રહેતા હોય છે. મહાત્મા ગાંધીથી લઈને બાલા સાહેબ ઠાકરે બધા નેતાઓના જીવન ઉપર ફિલ્મો બની છે. હવે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત 'મૈં અટલ હૂં'...
12:11 AM Nov 05, 2023 IST | Harsh Bhatt

અવાર નવાર નામાંકિત નેતાઓના જીવન ઉપર આધારિત ફિલ્મો અને ધારવાહિકો બનતા રહેતા હોય છે. મહાત્મા ગાંધીથી લઈને બાલા સાહેબ ઠાકરે બધા નેતાઓના જીવન ઉપર ફિલ્મો બની છે. હવે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત 'મૈં અટલ હૂં' ના નામે ધારવાહિક બનવા જઈ રહી છે.

આ સીરિયલમાં અટલ બિહારી વાજપેયીના બાળપણના અજાણ્યા પાસાઓ બતાવવામાં આવશે. ગયા મહિને, જ્યારે &TVએ તેના શો 'અટલ'નો પ્રોમો રિલીઝ કર્યો, ત્યારે લોકો એ જાણવા ઉત્સુક બન્યા કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણના પાત્રમાં કોણ જોવા મળશે, હવે તેનો ખુલાસો થયો છે.

&TV રવિવારે રાત્રે 8 વાગ્યે તેના નવા પ્રોમોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારીના બાળપણની ભૂમિકા ભજવતા અભિનેતાને જાહેર કરશે. પરંતુ સિરિયલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સિરિયલ 'અટલ'માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના બાળપણના રોલ માટે જે કલાકારની પસંદગી કરવામાં આવી છે, તેને 300 બાળ કલાકારોના ઓડિશન બાદ પસંદ કરવામાં આવ્યો છે. આ બાળ કલાકારનો મોટો ભાઈ પણ અભિનય સાથે જોડાયેલો છે.

મળતી માહિતી મુજબ, બાળ કલાકાર વ્યોમ ઠક્કર સીરિયલ 'અટલ'માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણનું પાત્ર ભજવી રહ્યો છે. વ્યોમ ઠક્કરનો આ પહેલો શો છે, જેઓ મુંબઈના ઉપનગર મુલુંડના છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા આઠ વર્ષના વ્યોમ ઠક્કર મૂળ ગુજરાતના કચ્છના છે, પણ તેનો જન્મ મુલુંડમાં થયો હતો. વ્યોમ ઠક્કરને અભિનેતા બનવાની પ્રેરણા તેમના મોટા ભાઈ હર્ષ ઠક્કરને જોઈને મળી હતી. હર્ષ ઠક્કરે 'બાલિકા બધુ' અને 'થપકી તેરે પ્યાર કી'  જેવી સિરિયલોમાં ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો -- પહેલા જ દિવસે અર્જુન કપૂરની ‘ લેડી કીલર ‘ જબ્બર ધોવાઈ, વેચાઈ ફક્ત 293 ટિકિટો 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AND TVatal-bihari-vajpayeeMAIN ATAL HOONSerialTelevision
Next Article