Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Entertainment: રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મના મેકર્સે માંગવી પડી માફી? જાણો કારણ

વિકી વિદ્યા કા વો વાલા વીડિયો થયો વાયરલ રાજકુમાર રાવ અને તૃપ્તિએ ફિલ્મના મેકર્સે માંગવી માફી સ્ત્રીના ડાયલેગનો ઉપયોગ પર માંગી માફી Entertainment:રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'વિકી વિદ્યા કા (‘Viki Vidya)વો વાલા વીડિયો' બોક્સ...
entertainment  રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મના મેકર્સે માંગવી પડી માફી  જાણો કારણ
  • વિકી વિદ્યા કા વો વાલા વીડિયો થયો વાયરલ
  • રાજકુમાર રાવ અને તૃપ્તિએ ફિલ્મના મેકર્સે માંગવી માફી
  • સ્ત્રીના ડાયલેગનો ઉપયોગ પર માંગી માફી

Entertainment:રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'વિકી વિદ્યા કા (‘Viki Vidya)વો વાલા વીડિયો' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ફિલ્મની સફળતા છતાં તાજેતરમાં આ ફિલ્મના નિર્દેશક અને રાઈટર રાજ શાંડિલ્યને માફી માંગવી પડી હતી.

Advertisement

જાણો શું છે કારણ

બોલીવુડ (Entertainment)ફિલ્મોમાં ક્રોસઓવરનો ઉપયોગ હવે સામાન્ય બાબત બની ગઈ છે. રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી'માં સિંઘમ અને સિમ્બા જોયા છે. પઠાણમાં ટાઈગર અને ટાઈગરમાં પઠાણની એન્ટ્રી પણ જોઈ છે. પરંતુ આ ફિલ્મોમાં એક સામાન્ય વાત એ હતી કે આ ફિલ્મો એક જ પ્રોડક્શન હાઉસની હતી. પરંતુ કેટલીકવાર કેટલીક ફિલ્મોમાં, ફેમસ ફિલ્મોના પાત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સમાન મેકર્સનો ભાગ નથી. પરંતુ આવા પાત્રોને ન તો બહુ સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો હતો અને ન તો કોઈ મહત્વપૂર્ણ સીન કરવા માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં રાઈટર અને નિર્દેશક રાજ શાંડિલ્યએ ફિલ્મનો અડધો ક્લાઈમેક્સ તેની 'વિકી' અને 'વિદ્યા'ને બદલે એક મહિલા એટલે કે સ્ત્રીનો ઉપયોગ કરીને શૂટ કર્યો છે.

Advertisement

આ પણ  વાંચો - Amitabh Yash પર બની ફિલ્મ, આ ગુજરાતી એક્ટર બન્યો Amitabh

મેકર્સે માંગી માફી

હવે રાજ શાંડિલ્યએ ફિલ્મ મેડોકના પાત્ર અને ફિલ્મ 'સ્ત્રી'ના કેટલાક ડાયલેગનો ઉપયોગ કરવા બદલ માફી માંગી છે. તેને એમ પણ કહ્યું છે કે તે પોતાની ફિલ્મમાંથી વિવાદાસ્પદ ભાગ હટાવી દેશે. પરંતુ સત્ય એ છે કે જો ફિલ્મમાંથી 'સ્ત્રી'નો ભાગ હટાવવામાં આવશે તો ફિલ્મના ક્લાઈમેક્સ પર તેની ખરાબ અસર પડશે. ફિલ્મના અંતે, જ્યારે વિકી અને વિદ્યા તે વીડિયો લેવા માટે કબ્રસ્તાનમાં પહોંચે છે, ત્યારે એક સ્ત્રી ત્યાં પ્રવેશે છે. આ મહિલા હવામાં ઉડતી વખતે તમામ ગુંડાઓને મારે છે. રાજકુમાર રાવ પણ તેના હાથમાંથી છટકી શક્યો ન હતો. પરંતુ પછી જ્યારે 'સ્ત્રી' તમને કાલે આવવાનું કહે છે અને તેના હાથ પર મહેંદી લગાવવાનું વચન આપે છે, ત્યારે તે સ્ત્રી ભાવુક થઈ જાય છે અને ત્યાંથી નીકળી જાય છે અને અંતે વિદ્યા-વિકીને તેમનો 'તે' વીડિયો મળે છે.

Advertisement

આ પણ  વાંચો - ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા Bad News, આ દિગ્ગજ કલાકારે લીધો અંતિમ શ્વાસ

હવે ક્લાઈમેક્સ શું હશે?

ફિલ્મમાંથી 'સ્ત્રી'નો ભાગ હટાવ્યા પછી વિકી અને વિદ્યાને વીડિયોની સીડી કેવી રીતે મળી? નિર્દેશક માટે આ બતાવવું પડકારજનક રહેશે. હવે તેઓ ન તો ફિલ્મના આ ભાગને ફરીથી શૂટ કરી શકે છે અને ન તો સ્ત્રીની જગ્યાએ અન્ય કોઈ પાત્રનો સમાવેશ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં, શાંડિલ્ય સ્ત્રીના ભાગને એડિટ કર્યા પછી રાજ કેવી રીતે સ્ટોરી પૂર્ણ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આલિયા ભટ્ટની 'જીગરા'ની સાથે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' પણ રિલીઝ થઈ ચૂકી છે.

Tags :
Advertisement

.