Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

The Delhi Files-Bengal Chapter : આ ફિલ્મ નથી પરંતુ છે 'બંગાળની વાસ્તવિકતા'

શું બંગાળ નવું કાશ્મીર છે? The Delhi Files ની વાર્તા મુર્શિદાબાદ હિંસા આધારિત ફિલ્મ
the delhi files bengal chapter   આ ફિલ્મ નથી પરંતુ છે  બંગાળની વાસ્તવિકતા
Advertisement
  • The Delhi Files-Bengal Chapter : શું બંગાળ નવું કાશ્મીર છે? વિવેક અગ્નિહોત્રીએ જોઈ મુર્શિદાબાદમાં વકફની આગ, મમતા સરકાર પર ગુસ્સે થયા
  • શું બંગાળ નવું કાશ્મીર છે? વિવેક અગ્નિહોત્રીએ મુર્શિદાબાદમાં વકફની આગ જોઈ
    બેંગાલ ચેપ્ટર' 15 ઓગસ્ટે રિલીઝ થશે.

The Delhi Files-Bengal Chapter: વિવેક અગ્નિહોત્રી( Vivek Agnihotri) ટૂંક સમયમાં 'ધ દિલ્હી ફાઇલ્સ બંગાળ ચેપ્ટર' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ માટે જ્યારે નિર્દેશક પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ પહોંચ્યા તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બંગાળની વાસ્તવિકતાને પડદા પર લાવવાનો દાવો કરનાર વિવેક અગ્નિહોત્રી આ દિવસોમાં બંગાળમાં વકફ એક્ટ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ અને હિંસાને લઈને મમતા બેનર્જીની સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિંસાનો વીડિયો સતત શેર કરીને રાજ્ય સરકારની ટીકા કરવાની કોઈ તક છોડતા નથી.

મુર્શિદાબાદ હિંસા પર ઘણી પોસ્ટ શેર કરી

વિવેક અગ્નિહોત્રીએ મુર્શિદાબાદ હિંસા પર ઘણી પોસ્ટ શેર કરી છે અને તેમની દરેક પોસ્ટમાં તેમણે વારંવાર એક જ વાતને હાઈલાઈટ કરી છે કે પશ્ચિમ બંગાળ હવે બીજું કાશ્મીર બની ગયું છે.

Advertisement

12 એપ્રિલના રોજ, ફિલ્મ નિર્માતાએ તેની એક પોસ્ટથી હલચલ મચાવી હતી. તેણે શેર કર્યું કે બંગાળમાં હિંસા અને સરકાર અને વહીવટીતંત્રના સમર્થનના અભાવને કારણે તેણે મુર્શિદાબાદને બદલે મુંબઈમાં સેટ બનાવીને ફિલ્મનું શૂટિંગ પૂરું કરવું પડ્યું.

Advertisement

શું બંગાળ નવું કાશ્મીર છે?

ડિરેક્ટર પોતાની પોસ્ટમાં Vivek Agnihotri લખે છે, 'શું બંગાળ નવું કાશ્મીર છે? જ્યારે મેં The Delhi Files ની વાર્તા મુર્શિદાબાદમાં સેટ કરી, ત્યારે મને ખબર હતી કે વિશાળ વસ્તી વિષયક ફેરફારો કોઈ દિવસ મોટા પાયે હિંસા તરફ દોરી જશે—પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે તે આટલી ઝડપથી અને જે રીતે ફિલ્મ બતાવે છે તે રીતે થશે. શું આ કોઈ ભવિષ્યવાણી હતી?'

આ સિવાય વિવેક અગ્નિહોત્રી( Vivek Agnihotri)એ હિંસાની અનેક વીડિયો ક્લિપ્સ શેર કરી અને પોસ્ટ કરી કે આ ફિલ્મનો ભાગ નથી પરંતુ બંગાળની વાસ્તવિકતા છે. દિગ્દર્શક બીજી પોસ્ટમાં લખે છે, 'મહત્વપૂર્ણ: શું બંગાળ નવું કાશ્મીર બની રહ્યું છે? હું કેટલાંક કારણોસર 1990 ના દાયકાના કાશ્મીર સાથે બંગાળની તુલના કરું છું...બંગાળ હજી કાશ્મીર નથી-પણ મને ડર છે કે જો અવગણવામાં આવે તો તે સમાન પરિણામો તરફ દોરી શકે છે: સ્થળાંતર, દમન અને લાંબા ગાળાની અશાંતિ.

The Delhi Files-Bengal Chapter  ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિવેક રંજન અગ્નિહોત્રીની આગામી ફિલ્મ The Delhi Files-Bengal Chapter   'ધ દિલ્હી ફાઇલ્સ: બંગાળ ચેપ્ટર' 1946ના કોલકાતા રમખાણો પર આધારિત છે. મિથુન ચક્રવર્તી સાથે, આ ફિલ્મમાં અનુપમ ખેર, ગોવિંદ નામદેવ, પુનીત ઇસ્સાર, બબ્બુ માન અને પલોમી ઘોષ પણ મહત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મને અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ તેજ નારાયણ અગ્રવાલ અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શનના સહયોગથી બની છે. 'ધ દિલ્હી ફાઇલ્સઃ બેંગાલ ચેપ્ટર' The Delhi Files-Bengal Chapter  આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : Mehul Choksi-કેટરિના વચ્ચે શું છે સંબંધ, કેમ થઇ રહી છે ચર્ચા?

Tags :
Advertisement

Trending News

.

×