Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tanushree Dutta-કિસિંગ સીનને `ભાઈ બહેન`ની કેમેસ્ટ્રી ગણાવી

Tanushree Dutta અને ઇમરાન હાશ્મી વચ્ચેની કેમેસ્ટ્રીએ વર્ષ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ `આશિક બનાયા આપને` (Aashiq Banaya Aapne Scenes) ને હિટ બનાવેલી. સંગીતકાર હિમેશ રેશમિયાના ગીતોએ એવી ધૂમ મચાવી હતી કે આ ફિલ્મના ગીતો લોકોના પ્લેલિસ્ટમાં રહેતા જ હતા,...
tanushree dutta કિસિંગ સીનને  ભાઈ બહેન ની કેમેસ્ટ્રી ગણાવી
Advertisement

Tanushree Dutta અને ઇમરાન હાશ્મી વચ્ચેની કેમેસ્ટ્રીએ વર્ષ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ `આશિક બનાયા આપને` (Aashiq Banaya Aapne Scenes) ને હિટ બનાવેલી.

સંગીતકાર હિમેશ રેશમિયાના ગીતોએ એવી ધૂમ મચાવી હતી કે આ ફિલ્મના ગીતો લોકોના પ્લેલિસ્ટમાં રહેતા જ હતા, તેમ જ આજે પણ લોકોના ફેવરેટ છે. 

Advertisement

`આશિક બનાયા આપને`માં આ બંનેની કેમેસ્ટ્રી અને કિસિંગ સીન્સે એવી ચર્ચા જગાવી હતી કે જેને લીધે ફિલ્મ હિટ બની હતી,

Advertisement

થોડા સમય પહેલા પહેલી વખત ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપવા પર તનુશ્રી દત્તાએ વાત કરી હતી.

એક `ભાઈ-બહેન`ની કેમેસ્ટ્રી

Tanushree Duttaએ (Aashiq Banaya Aapne Scenes) કહ્યું હતું કે આ સીન એક `ભાઈ-બહેન`ની કેમેસ્ટ્રી હતી.

તનુશ્રી સાથે કો-સ્ટાર ઈમરાન હાશ્મીએ આ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં `આશિક બનાયા આપને`ની  વિશે વાત કરતા ઈમરાન હાશ્મીએ કહ્યું, `તમે ત્રણ અઠવાડિયા પહેલા તનુશ્રીની ટિપ્પણી સાંભળી હતી? મને ખબર નથી કે તેણે શુ કહ્યું?"

ઇમરાને કહ્યું "મેં વિચાર્યું, ડિરેક્ટરે તેને શું કહ્યું અને તેણે મને શું કહ્યું?` મારા મગજમાં બીજું કંઈક અને તેના મગજમાં બીજું કંઈક ચાલતું હતું. મને ક્યારેય કહેવામાં આવ્યું ન હતું કે આ વાર્તા `વ્યભિચાર` પર છે. મને ખબર નથી કે તે શું વિચારી રહી હતી, પણ ઠીક છે.”

તનુશ્રી દત્તાએ ઈમરાન હાશ્મી (Aashiq Banaya Aapne Scenes) સાથે 3 ફિલ્મોમાં કામ કર્યું જેમાં આશિક બનાયા આપને 2005, ચોકલેટ 2005 અને ગુડ બોય બેડ બોય 2007.

કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ

જોકે `આશિક બનાયા આપને`માં તેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સીન વિશે વાત કરતા તનુશ્રીએ કહ્યું હતું કે ઈમરાન સાથેના તેના કિસિંગ સીન `અડાઉ` હતા અને આ કેમેસ્ટ્રીને `ભાઈ-બહેન` તરીકે ગણાવી હતી.

Tanushree Duttaએ કહ્યું હતું કે, `સૌથી મોટી અને ટોચની અભિનેત્રીઓએ પણ કિસિંગ, લવ મેકિંગ સીન કર્યા છે. તેમને કોઈ કશું કહેતું નથી. દરેક વ્યક્તિ મારી સાથે મુશ્કેલીમાં મુકાય છે. મારે શોર્ટ સ્કર્ટ પહેરવું જોઈએ કે આવો સીન બનાવવો જોઈએ? તે અભિનય છે ભાઈ. તેમાં મારી અને ઈમરાન વચ્ચે અંગત કંઈ નહોતું.

તનુશ્રીએ કહ્યું હતું કે `ચોકલેટ`માં તેણે ઈમરાન સાથે કિસિંગ સીન પણ કર્યો હતો, પરંતુ તે કટ થઈ ગયો હતો. તેને પહેલીવાર ઈમરાન સાથે કિસિંગ સીન કરવું વિચિત્ર’ લાગ્યું, પરંતુ ધીમે ધીમે તે ઓછું થઈ ગયું. વ્યક્તિગત રીતે, વાસ્તવિક જીવનમાં અમારી એકબીજા સાથે કોઈ કેમિસ્ટ્રી નહોતી. તેની છબી ચોક્કસપણે કિસર-બોયની છે, પરંતુ તે ખૂબ આરામદાયક કિસર નથી."

આ પણ વાંચો- Kiara Advani-શિક્ષિકામાંથી હિરોઈન બનનાર કિયારાનો આજે જન્મદિન

Advertisement

.

×