Tahira Kashyap: 7 વર્ષ પછી આયુષ્માન ખુરાનાની પત્નીને ફરી થયું બ્રેસ્ટ કેન્સર
- આયુષ્માન ખુરાનાની પત્ની ફરી બ્રેસ્ટ કેન્સર
- 7 વર્ષ પછી તાહિરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર
- તાહિરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી માહિતી આપી
Tahira Kashyap : આજે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આયુષ્માન ખુરાના(Ayushmann khurrana wife)ની પત્ની તાહિરા કશ્યપે (Tahira Kashyap) ચાહકો સાથે એક ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે. તાહિરાએ કહ્યું કે, તે એ જ ખરાબ તબક્કામાં પાછી ફરી ગઈ છે. જેમાંથી તે બહાર આવી હતી. દિગ્દર્શકે કહ્યું કે તે ફરીથી બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની છે. 7 વર્ષ પછી આયુષ્માન ખુરાનાની પત્નીને ફરીથી સ્તન કેન્સર ડાયગ્નોસ્ટ થયુ છે.
તાહિરા કશ્યપને ફરીથી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન
બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની, લેખિકા અને દિગ્દર્શક તાહિરા કશ્યપ ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગનો સામનો કરી રહી છે. વિશ્વ આરોગ્ય દિવસ પર, તાહિરાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ સમાચાર જાહેર કર્યા છે. આ સમાચારથી ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોને આઘાત લાગ્યો છે. પરંતુ તાહિરાની હિંમત અને સકારાત્મકતા દરેકને પ્રેરણા આપી રહી છે.
આ પણ વાંચો - મનોજ કુમારની પ્રાર્થના સભામાં 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચને' કેમ કર્યો ગુસ્સો....???
તાહિરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર બ્રેસ્ટ કેન્સર વિશે એક પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિગ્દર્શકે લખ્યું છે કે, હું સકારાત્મક વલણ રાખવા માંગુ છું અને દરેકને નિયમિત મેમોગ્રામ કરાવવાનું સૂચન કરવા માંગુ છું. મારા માટે આ બીજો તબક્કો છે, અને હું તેના માટે તૈયાર છું. તાહિરાની પોસ્ટે ફરી એકવાર સાબિત કર્યું કે તે માત્ર એક મજબૂત મહિલા નથી પણ ઘણા લોકો માટે આશા અને હિંમતનું ઉદાહરણ પણ છે. અપારશક્તિ ખુરાનાએ તેણીને કડક આલિંગન મોકલ્યું અને લખ્યું, "અમને ખબર છે કે તું જલ્દી સ્વસ્થ થઈ જઈશ."
આ પણ વાંચો -કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી
તાહિરાએ ફેલાવી જાગૃતિ
તાહિરાને 2018માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. તાહિરાએ તેના વિશે જાગૃતિ ફેલાવી અને પોતાની સફર વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણીએ સ્તન કેન્સરના નિશાન પણ બતાવ્યા. તાહિરાએ વિશ્વ કેન્સર દિવસ પર પોતાના વાળ વગરના ફોટા શેર કર્યા હતા અને એક શક્તિશાળી સંદેશ લખ્યો હતો. તેમણે તેમની સારવાર દરમિયાનની ક્ષણો પણ શેર કરી. તાહિરા કશ્યપે શોર્ટ ફિલ્મ પિન્ની ઔર ટોફીનું દિગ્દર્શન કર્યું હતું. આ સિવાય 2024માં તેણે ફિલ્મ શર્માજી કી બેટીનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, સયામી ખેર જેવી અભિનેત્રીઓ જોવા મળી હતી