Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપરસ્ટાર રજનીકાંત અને સદીના મહાનાયક ફિલ્મમાં એક સાથે વર્ષો બાદ જોવા મળશે, ફિલ્મની નવી અપડેટ આવી સામે

તમિલ સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં નેલ્સન દ્વારા દિરગદર્શિત તેમની 169 મી ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા. તેમની ફિલ્મને દર્શકોનો દ્વારા ઘણો પ્રેમ મળ્યો હતો, માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ હિન્દી ભાષી દર્શકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આ...
05:22 PM Oct 29, 2023 IST | Harsh Bhatt

તમિલ સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં નેલ્સન દ્વારા દિરગદર્શિત તેમની 169 મી ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા. તેમની ફિલ્મને દર્શકોનો દ્વારા ઘણો પ્રેમ મળ્યો હતો, માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ હિન્દી ભાષી દર્શકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર સફળતાની નવી ગાથા લખી હતી. હવે આ સફળતા બાદ સુપરસ્ટાર રજનીકાંત તેમના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ દિવસોમાં તેઓ  પોતાની ફિલ્મ થલાઈવર 170ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે

આ દરમિયાન ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. લેટેસ્ટ માહિતી અનુસાર, બંને દિગ્ગજ કલાકારોએ આ ફિલ્મનું મુંબઈનું શેડ્યૂલ પૂરું કરી લીધું છે. આ વાતની જાણકારી ખુદ ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. બંને દિગ્ગજોની તસવીર શેર કરતી વખતે પ્રોડક્શન હાઉસે કહ્યું કે આગામી ફિલ્મનું મુંબઈ શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.

"જ્યારે સુપરસ્ટાર અને શહેનશાહ 'થલાઈવર 170' ના સેટ પર મળ્યા. 33 વર્ષ પછી ફરીથી એકસાથે સ્ક્રીન પર મળી રહ્યા છે," લાયકા પ્રોડક્શન્સે રવિવારે X (અગાઉ ટ્વિટર) પર બંને કલાકારોના ફોટાને કેપ્શન આપ્યું હતું. ફિલ્મનું મુંબઈનું શિડ્યુલ પૂર્ણ થઈ ગયું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત છેલ્લે નેલ્સન દિલીપ કુમારની ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા જેને  માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મે ધૂમ મચાવી હતી. તેણે વિશ્વભરમાં 650 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. 'જેલર'ની સફળતા બાદ તેણે કેરળમાં 'થલાઈવર 170'નું શૂટિંગ શરૂ કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતી વખતે, અભિનેતાએ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ એક મજબૂત સંદેશ સાથે મોટા બજેટની કમર્શિયલ એન્ટરટેઈનર હશે.

આ પણ વાંચો -- સુપરસ્ટાર રજનીકાંત અને સદીના મહાનાયક ફિલ્મમાં એક સાથે વર્ષો બાદ જોવા મળશે, ફિલ્મની નવી અપડેટ આવી સામે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Amitabh BacchanLYCArajnikantTAMIL CINEMATHALAIVAR 170
Next Article