Squid Game season 2: એક ચૂક જિંદગીનો ખેલ ખતમ! 93 દેશોમાં નંબર 1 પર ચાલી રહી છે આ લેટેસ્ટ સીરિઝ
- દક્ષિણ કોરિયન શો 'સ્ક્વિડ ગેમ' સીઝન 2 મચાવી ધૂમ
- બીજી સિઝન તેનાથી બે ડગલાં આગળ વધી
- નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવ્યો
Squid Game season 2: દક્ષિણ કોરિયન શો 'સ્ક્વિડ ગેમ' સીઝન 1 પછી સીઝન 2 OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી મચાવી રહી છે. આ શો નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. લોકો તેને જોવા માટે એટલા ઉત્સુક છે કે આવતાની સાથે જ આ શોએ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે અત્યાર સુધી કોઈ શોના નામે નહોતો. પ્રથમ સિઝન Netflix પર સૌથી વધુ જોવાયેલી સીરિઝ હતી, જ્યારે બીજી સિઝન તેનાથી બે ડગલાં આગળ વધી હતી.
તમામ દેશોમાં નંબર 1 પર
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, Netflix પર રીલિઝ થયેલી 'Squid Game'ની બીજી સીઝન એક સાથે 93 દેશોમાં રિલીઝ કરવામાં આવી હતી અને તમામ દેશોમાં તે નંબર 1 પર પહોંચી ગઈ છે. આ દેશોમાં યુએસ, સાયપ્રસથી હોન્ડુરાસ અને કેન્યાથી થાઈલેન્ડનો સમાવેશ થાય છે.
View this post on Instagram
શોની પ્રથમ સીઝનની વ્યુઅરશિપ જબરદસ્ત હતી
અહેવાલો અનુસાર આ શોની પ્રથમ સીઝનની વ્યુઅરશિપ જબરદસ્ત હતી. તેના વ્યૂ 265.2 મિલિયન વ્યૂઝ હતા. તે Netflix ના ટોપ 10 શોમાં સામેલ છે. માત્ર બિન-અંગ્રેજી ભાષામાં જ નહીં પરંતુ અન્ય તમામ પ્લેટફોર્મ પર નંબર વન પર હતો. જ્યાં એક તરફ સીઝન 1 દર કલાકે 2.2 બિલિયન લોકો દ્વારા જોવામાં આવે છે, ત્યાં એવી અટકળો છે કે સીઝન 2 ટૂંક સમયમાં આ રેકોર્ડ તોડી નાખશે.
View this post on Instagram
ઈનામી રકમ 45.6 અબજ
લી જંગ-જેએ બીજી સીઝનમાં ફરી એકવાર સિયોંગ ગી-હુનની ભૂમિકામાં પરત ફરી રહ્યો છે. આ વખતે ખેલાડી નંબર 456નો ઉદ્દેશ્ય આ ખતરનાક રમતને હંમેશ માટે ખતમ કરવાનો છે. જેના માટે તેણે ફરી એકવાર રેડ લાઈટ અને ગ્રીન લાઈટ જેવા નવા ખતરનાક પડકારોનો સામનો કરવો પડશે. વધુમાં તેઓ ફ્રન્ટ મેન (ગોંગ યુ) સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે, જે સ્ક્વિડ ગેમનો માસ્ટરમાઈન્ડ છે. આ વખતે પણ વિજેતા સ્પર્ધકોને 45.6 અબજ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.