Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Army માટે રાખવામાં આવી ગદર-2 ની સ્પેશિયલ સ્ક્રીનિંગ, જવાનોએ લગાવ્યા 'હિન્દુસ્તાન જિંદાબાદ' ના નારા

સની દેઓલની સૌથી વધુ રાહ જોવાઇ રહેલી ફિલ્મ ગદર-2 આવતી કાલે રિલીઝ થવાની છે, જેનું પ્રમોશન ખૂબ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ઘણી જગ્યાએ ફિલ્મનું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. 'ગદર 2'ની સ્ટારકાસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હતી. મંગળવારે તેણે...
03:47 PM Aug 10, 2023 IST | Hardik Shah

સની દેઓલની સૌથી વધુ રાહ જોવાઇ રહેલી ફિલ્મ ગદર-2 આવતી કાલે રિલીઝ થવાની છે, જેનું પ્રમોશન ખૂબ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ઘણી જગ્યાએ ફિલ્મનું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. 'ગદર 2'ની સ્ટારકાસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હતી. મંગળવારે તેણે ભારતીય સેનાના કેટલાક ટોચના લોકો માટે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, અહીંથી ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ જોઈને આર્મી ઓફિસરો હસ્યા, રડ્યા અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા બહાર આવ્યા હતા.

Indian Army માટે ફિલ્મ ગદર 2 નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું

બોલિવૂડ એક્ટર સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની આગામી ફિલ્મ 'ગદર 2' આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાએ લોકોને ચોંકાવી દીધા છે. મજબૂત એડવાન્સ બુકિંગ જોઈને લોકોએ આ ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરી દીધી છે. લોકોને આશા છે કે આ ફિલ્મ તેના શરૂઆતના દિવસે જ તમામ રેકોર્ડ તોડી દેશે. દરમિયાન, સમાચાર છે કે આપણા દેશના સૈનિકોએ ફિલ્મ 'ગદર 2' જોઈ છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ દિલ્હીમાં ભારતીય સેના માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.  જણાવી દઈએ કે, ફિલ્મ 'ગદર 2'ની રિલીઝને હવે માત્ર એક જ દિવસ બાકી છે. જોકે, તે પહેલા આ ફિલ્મનો રિવ્યુ પણ આવી ગયો છે. આપણા દેશની ભારતીય સેનાના ઘણા સૈનિકોએ આ ફિલ્મ જોઈ છે. ભારતીય સેના માટે દિલ્હીમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. હવે ફિલ્મ મેકર્સે સૈનિકોના રિવ્યુ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે ભારતીય સેનાના જવાનોને આ ફિલ્મ કેવી રીતે પસંદ આવી છે.

ડિરેક્ટર અનિલ શર્માએ ટ્વીટ કર્યું

ફિલ્મ 'ગદર 2'ના નિર્દેશક અનિલ શર્માએ ટ્વીટ કરીને ભારતીય સેનાનો આભાર માન્યો છે. અનિલ શર્માએ લખ્યું છે - ચાણક્ય પીવીઆર, દિલ્હીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ તેમના પરિવારજનો સાથે ફિલ્મ 'ગદર 2'નું પહેલું પ્રિવ્યૂ જોયું. ફિલ્મ 'ગદર 2'ની આખી ટીમ તેમની પ્રતિક્રિયાઓ અને લાગણીઓથી અભિભૂત છે. 'ગદર- એક પ્રેમ કથા' નો વારસો તેના બીજા ભાગ સાથે ચાલુ રહે છે. અમારા પર ભગવાનના આશીર્વાદ છે. અમે 11મી ઓગસ્ટે તમારો અનુભવ જોઈશું.

ફિલ્મ જોયા બાદ જવાનની આંખો ભીની થઈ ગઈ

જો લોકોનું માનીએ તો ફિલ્મ 'ગદર 2'ની રિલીઝ ડેટ નજીક આવતાં ઉત્તેજના વધુ વધી ગઈ છે. વળી, ભારતીય સેનાને ફિલ્મ 'ગદર 2' જોવાનો પ્રથમ મોકો મળ્યો છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ જોયા બાદ જવાનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. એટલું જ નહીં સૌએ તાળીઓ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ પણ જણાવ્યું કે તેમને ફિલ્મ 'ગદર' કરતાં તેનો બીજો ભાગ વધુ પસંદ આવ્યો છે. જવાનોએ ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટની એક્ટિંગના વખાણ કર્યા છે.

આ પણ વાંચો - ગદર-2ના એડવાન્સ બુકીંગનો આંકડો 60 હજારથી ઉપર પહોંચ્યો, બની શકે છે થર્ડ હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ghadar-2 releaseHindustan ZindabadIndian-Armyslogans of 'Hindustan Zindabad'Special screeningSpecial screening of Ghadar-2Sunny DeolTheater
Next Article