SAM BAHADUR હવે OTT ઉપર આવવા માટે તૈયાર, નોંધી લો તારીખ
વિક્કી કૌશલની વર્ષ 2023 ના ડીસેમ્બરમાં એક ફિલ્મ આવી હતી, જેની સીધી ટક્કર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સાથે થઈ હતી. હા આપણે વાત કરી રહ્યા છીએ SAM BAHADUR ફિલ્મની. આ ફિલ્મની ટક્કર એક ઘણી લોકપ્રીય ફિલ્મ સાથે થઈ હતી તેમ છત્તા આ ફિલ્મે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને ફિલ્મે સારી કમાણી પણ કરી હતી. આ ફિલ્મ ગયા વર્ષે 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
OTT ઉપર આવશે SAM BAHADUR

SAM BAHADUR 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે ZEE 5 પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત હતી જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી.
ZEE5 એ કરી જાહેરાત
તમને જણાવી દઈએ કે ZEE5 એ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિકી કૌશલ અભિનીત SAM BAHADUR ના સ્પેશિયલ ડિજિટલ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કબી અને મોહમ્મદ જીશાન અયુબ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની આર્મી ચીફ બનવાથી લઈને તેમની નિવૃત્તિ સુધીની શાનદાર સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલાએ કર્યું છે.
SAM BAHADUR એ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વિકી કૌશલે સોશિયલ મીડિયા પર સામ બહાદુરની સક્સેસ પાર્ટીની કેટલીક અંદરની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ પાર્ટીમાં ફિલ્મના કલાકારો સિવાય ક્રૂ મેમ્બરોએ પણ ભાગ લીધો હતો. વિકી ઉપરાંત, શેર કરેલી તસવીરોમાં, મેઘના ગુલઝાર અને નિર્માતા રોની સ્ક્રુવાલા સાથે કેક કાપતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે SAM BAHADUR એ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચો -- Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા