Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rimi Sen સાથે તેના જ મિત્રએ કરી હતી 4 કરોડ કરતા પણ વધુની છેતરપિંડી, હવે મામલો પહોંચ્યો CID સુધી

Rimi Sen Case : ગોલમાલ, ફીર હેરા ફેરી અને કયું કી જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી Rimi Sen હવે લાંબા સમય બાદ ફરી ચર્ચામાં આવી છે. અભિનેત્રી Rimi Sen બે વર્ષ પહેલા છેતરપિંડીનો શિકાર બની હતી. રીમીને તેના...
09:30 AM Jun 20, 2024 IST | Harsh Bhatt

Rimi Sen Case : ગોલમાલ, ફીર હેરા ફેરી અને કયું કી જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી Rimi Sen હવે લાંબા સમય બાદ ફરી ચર્ચામાં આવી છે. અભિનેત્રી Rimi Sen બે વર્ષ પહેલા છેતરપિંડીનો શિકાર બની હતી. રીમીને તેના મિત્રએ જ ઠગી હતી, તેની સાથે 4.14 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. હવે આ મામલો CID સુધી પહોંચ્યો છે, ચાલો શું છે સમગ્ર કિસ્સો

જિમમાં મળેલા યુવકે મિત્રતા કરી આચરી છેતરપિંડી

સમગ્ર ઘટનાની શરૂઆત આજથી લગભગ 3 થી 4 વર્ષ પહેલા જ થઈ હતી. Rimi Sen જિમમાં એક યુવકને મળી હતી. સમય જતાં બને વચ્ચે મિત્રતા થઈ હતી. બને વચ્ચે એ હદે મિત્રતા થઈ ગઈ હતી કે, તે યુવક હવે રિમી સેનના ઘરે પણ અવર-જવર કરવા લાગ્યો હતો. આમ કરીને ધીરે ધીરે તે યુવકે અભિનેત્રીને પોતાની જાળમાં ફસાવી હતી. હવે રીમી સેનને આ યુવકે રોકાણનો પ્લાન સંભળાવ્યો અને દાવો કર્યો કે જો તે આ પ્લાનમાં પૈસા રોકશે તો તેને એટલો નફો થશે કે તે તેને લગભગ 30 થી 40 ટકા વ્યાજ સાથે પૈસા પરત કરશે.

Rimi Sen એ 2019 થી 2020 સુધી બિઝનેસ માટે 4.40 કરોડ રૂપિયા આપ્યા

મળતી માહિતી અનુસાર, Rimi Sen એ આ વ્યક્તિને 2019 થી 2020 સુધી બિઝનેસ માટે 4.40 કરોડ રૂપિયા આપ્યા હતા. થોડો સમય પસાર થયા પછી જ્યારે અભિનેત્રીએ તેના પૈસા પાછા માંગ્યા તો તેના મિત્રએ વિરોધ કરવાનું શરૂ કર્યું. રીમીના કોલ લેવાનું પણ બંધ કરી દીધું.

હવે મામલો CID સુધી પહોંચ્યો

હવે આ કિસ્સા વિશે નવી માહિતી હાલ સામે આવી છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ બાબત વિશે વાત કરતી વખતે રિમીએ કહ્યું કે તેણે લગભગ દોઢ વર્ષ પહેલા ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રિમીએ એ પણ જણાવ્યું કે થોડા સમય પહેલા તેને CID યુનિટ 9 તરફથી પણ કોલ આવ્યો હતો. હવે અભિનેત્રીનો કેસ CID ને સોંપવામાં આવ્યો છે. રિમી સેનને હવે આશા છે કે તેને હવે ન્યાય મળશે.

આ પણ વાંચો : Shraddha Kapoor: કોણ છે રાહુલ મોદી,કોને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર

Tags :
BollywoodCIDcrime casefriend cheatedGolmaalkyon kiphir hera pheriRimi SenRimi Sen caseRimi Sen cheated
Next Article