Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓનલાઈન સટ્ટાબાજીની એપ ફેરપ્લે કેસમાં ફસાયા રેપર બાદશાહ, વધુ 40 સેલેબ્સ મુકાઇ શકે છે મુશ્કેલીમાં

ઓનલાઈન સટ્ટાબાજીની એપ ફેરપ્લે કેસમાં હવે રેપર બાદશાહ મુશ્કેલીમાં  મુકાયા છે. તાજેતરમાં ઓનલાઈન સટ્ટાબાજીની કંપની એપ ફેરપ્લે કેસમાં રેપર બાદશાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. સાયબર સેલ મુંબઈમાં રેપર બાદશાહની પૂછપરછ કરી રહ્યું છે.  એક ન્યૂઝ એજન્સી દ્વારા  જાણકારી મળી આવી...
06:52 PM Oct 30, 2023 IST | Harsh Bhatt

ઓનલાઈન સટ્ટાબાજીની એપ ફેરપ્લે કેસમાં હવે રેપર બાદશાહ મુશ્કેલીમાં  મુકાયા છે. તાજેતરમાં ઓનલાઈન સટ્ટાબાજીની કંપની એપ ફેરપ્લે કેસમાં રેપર બાદશાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. સાયબર સેલ મુંબઈમાં રેપર બાદશાહની પૂછપરછ કરી રહ્યું છે.  એક ન્યૂઝ એજન્સી દ્વારા  જાણકારી મળી આવી છે. રેપર પર કથિત રીતે ફેરપ્લે એપનો પ્રચાર કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં બાદશાહ સિવાય 40 સેલિબ્રિટીના નામ સામે આવી રહ્યા છે, જેમની મુંબઈ પોલીસ પૂછપરછ કરવા જઈ રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મહાદેવ એપની સિસ્ટર એપ ફેરપ્લે એપના પ્રચાર માટે ગાયક-રેપરને બોલાવવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે આ ઓનલાઈન એપ સટ્ટાબાજીનો બિઝનેસ ચલાવી રહી હતી, જેને બાદશાહ કથિત રીતે પ્રમોટ કરી રહ્યો હતો. એવા પણ સમાચાર છે કે ફેરપ્લે એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023નું સ્ક્રીનિંગ કર્યું હતું અને વાયાકોમ 18 એ એપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફેરપ્લે એપ મહાદેવ એપ સાથે લિંક છે

તમને જણાવી દઈએ કે ફેરપ્લે એપ મહાદેવ એપથી સંબંધિત છે, જેને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં મની લોન્ડરિંગ માટે મહાદેવ બુક એપની તપાસ કરી રહી છે. આ કેસના સંદર્ભમાં રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા અને શ્રદ્ધા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. કથિત રીતે આ વર્ષે ફેબ્રુઆરીમાં ચંદ્રાકરના લગ્નમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ જેવા બોલિવૂડ દિગ્ગજોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો -- LEO ની આગળ લાગ્યું ” BLOCKBUSTER ” નું ટેગ, ફિલ્મની કમાણી પહોંચી 500 કરોડને પાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
BADSHAHBettingcaseCELEBSFAIR PLAYMahadev App
Next Article