Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rakul Preet Singh Wedding : લગ્નના બંધનમાં બંધાયા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, જુઓ તસવીરો

Rakul Preet Singh Wedding : રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં (Rakul Preet Singh Wedding) બંધાઈ ગયા છે. બંનેએ 21 ફેબ્રુઆરીના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા....
rakul preet singh wedding   લગ્નના બંધનમાં બંધાયા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની  જુઓ તસવીરો
Advertisement

Rakul Preet Singh Wedding : રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં (Rakul Preet Singh Wedding) બંધાઈ ગયા છે. બંનેએ 21 ફેબ્રુઆરીના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. હવે બંનેના લગ્ન પછીની તસવીરો સામે આવી છે. રકુલે તેના લગ્નમાં ભારે આછા ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો. જેની સાથે તેણે હેવી જ્વેલરી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી. આ દરમિયાન જેકી તેની દુલ્હન સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો હતો. આ કપલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.

Advertisement

ફિલ્મ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh Wedding) અને નિર્માતા અને એક્ટર જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બંને બોલિવુડ સેલિબ્રિટીએ ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા

Advertisement

રકુલ પ્રીત સિંહ અને એક્ટર જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નની ઘણી ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે

લગ્નની તસવીરો શેર કરતી વખતે, રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- અત્યારે અને હંમેશા માટે મારો. હવે બંને ભગનાની.” શેર કરેલી પહેલી તસવીરમાં જેકી ડાર્ક ચશ્મા પહેરેલો જોવા મળે છે. રકુલ અને જેકી બંને એકબીજાના હાથ પકડેલા જોવા મળે છે અને બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. લગ્નની આ સામે તસવીરોમાં રકુલ અને જેકી સુંદર લાગી રહ્યા છે. લગ્નની તસવીર સામે આવતાની સાથે જ ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ  પણ  વાંચો  - વિરાટ-અનુષ્કાએ પુત્રનું નામ રાખ્યું ‘અકાય’….. જાણો શું થાય છે તેનો અર્થ

Advertisement

.

×