પાકિસ્તાની ગાયક Rahat Fateh Ali Khan ની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ...
પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan)ની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તેમના પૂર્વ મેનેજર સલમાન અહેમદની ફરિયાદ બાદ કરવામાં આવી છે.
Famous singer Rahat Fateh Ali Khan detained at Dubai airport.
— Wajahat Kazmi (@KazmiWajahat) July 22, 2024
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહતને UAE માં રોકાણ દરમિયાન બુર્જ દુબઈ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ગાયક ત્યાં સંગીતના વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મ કરવા ગયો હતો. આ સમય દરમિયાન, રાહત તેના ભૂતપૂર્વ મેનેજર સાથેના તણાવને કારણે મુશ્કેલીમાં રરહ્યો હતો. સલમાન અહેમદે રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan) વિરુદ્ધ દુબઈ અને અન્ય શહેરોમાં કાનૂની કેસ દાખલ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, રાહત એક ફેમસ સિંગર છે જેની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. ભારતમાં રહીને પણ તેણે પોતાનું ઘણું નામ કમાવ્યું. બોલિવૂડમાં તેમના નામે ઘણા ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.
આ પણ વાંચો : Anil Ambani-ટીના મુનીમ સાથેની અનોખી પ્રેમ કહાની
આ પણ વાંચો : Sanjay Leela Bhansali-ફિલ્મોમાં નવું જ પરિમાણ લાવનાર ગરવો ગુજરાતી
આ પણ વાંચો : Twinkle Khanna Pregnancy: 23 વર્ષ બાદ અક્ષય-ટ્વિંકલના ઘરમાં ગુંજશે કિલકારી