Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતી ફિલ્મોમાં 'કંકુ' એક જ વાર વેરાયું

અહેવાલ---કનુ જાની, અમદાવાદ પલ્લવી મહેતા. એકમાત્ર ગરવી, ગુજરાતણ,સશક્ત,ન ભૂતો ન ભવિષ્યતિ ગુજરાતી અભિનેત્રી. ફિલ્મ કંકુમાં અભિનયનો આંતરરાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત એક માત્ર અભિનેત્રી.અંજન શ્રીવાત્સવને કોણ ન ઓળખે? યાદ કરો વાગલે કી દુનિયા.એ કોલકત્તા રહે.ત્યાં થીયેટર કરે. અંજનજી એમના પરિચયમાં આવ્યા. એમને...
ગુજરાતી ફિલ્મોમાં  કંકુ  એક જ વાર વેરાયું
અહેવાલ---કનુ જાની, અમદાવાદ
પલ્લવી મહેતા.
એકમાત્ર ગરવી, ગુજરાતણ,સશક્ત,ન ભૂતો ન ભવિષ્યતિ ગુજરાતી અભિનેત્રી.
ફિલ્મ કંકુમાં અભિનયનો આંતરરાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત એક માત્ર અભિનેત્રી.અંજન શ્રીવાત્સવને કોણ ન ઓળખે? યાદ કરો વાગલે કી દુનિયા.એ કોલકત્તા રહે.ત્યાં થીયેટર કરે. અંજનજી એમના પરિચયમાં આવ્યા. એમને મુંબઈ જવું હતું. ઓળખાણ જોઇયે. પલ્લવીબહેનને વાત કરી. એમણે પતિને વાત કરી. ઋષિકેષ મુકરજી એમના મિત્ર.એમણે ચિટ્ઠી લખી આપી. એ લઈ એ મુંબઈ ગયા. ઋષીદાને મળ્યા. ચીટ્ઠી વાંચતાં જ એ બોલ્યાઃ પલ્લવી તો બહુત અચ્છી અભિનેત્રી હૈ ઔર મેહતાને સિફારીશ કી હૈ. એમણે તરત અંજનને ઈપ્ટામાં અંજન શ્રીવાત્સવને ગોઠવી દીધા.
રાજ્યસભા ટીવીના પ્રોગ્રામ ગુફ્તગુમાં અંજનજીએ પલ્લવી બહેનનો ખાસ ઊલ્લેખ કર્યો.અંજન શ્રીવાત્સવ જેવો સક્ષમ અભિનેતા રંગભૂમિ,ફિલ્મ્સ અને ટીવીને મળ્યો એનું નિમીત્ત બન્યાં પલ્લવી મહેતા અને મી.મહેતા.
 કાળક્રમે પલ્લવીબહેન અમદાવાદ સ્થાયી થયાં.બિલકુલ અંતરમુખી સ્વભાવ,શાંત,પ્રેમાળ એવાં પલ્લવીબહેને ઈટીવીની મારી દૈનિક ધારાવાહિક શાંતિનિકેતનમાં સળંગ ૨૯૬ એપિસોડ્સમાં અભિનય કર્યો. સેટ પર સાવ શાંત પણ એકવાર આપણી સામે મમતાળુ સ્મિત આપે તો થાક ઊતરી જાય.એ ક્યારેય એમણે શું કર્યું એ ભૂતકાળનો અછડતો ય ઊલ્લેખ નહી. મહેતાસાહેબને પણ એમના સ્વસ્તિક સોસાયટી વાળા બંગલે મળ્યો પણ એટલા ડાઉન ટુ અર્થ કે ખબર જ પડે કે એ કઈ હસ્તિ છે.
મને ગર્વ છે કે પલ્લવી મહેતાએ મારી Etvની સીરિયલ 'શાંતિનિકેતન'માં સતત બસો છન્નું એપિસોડ્સમાં કામ કર્યું.
Advertisement
Tags :
Advertisement

.