Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

OSCARS 2024 :Oppenheimer ને મળ્યા 7 ઓસ્કર, કિલિયન મર્ફી બન્યો બેસ્ટ એક્ટર

Oscars 2024 : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96 મા ઓસ્કર (Oscars)એવોર્ડની (96th Academy Awards) જાહેરાત કરવામાં આવી રહી છે. આ વર્ષે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપન હાઇમરને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સહિત સૌથી વધુ...
09:14 AM Mar 11, 2024 IST | Hiren Dave
96th Academy Awards

Oscars 2024 : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96 મા ઓસ્કર (Oscars)એવોર્ડની (96th Academy Awards) જાહેરાત કરવામાં આવી રહી છે. આ વર્ષે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપન હાઇમરને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સહિત સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા છે. આ સિવાય પુઅર થિંગ્સને 11 નોમિનેશન, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને 10 અને બાર્બીને 8 નોમિનેશન મળ્યા છે.

 

કોણ હોસ્ટ કરી રહ્યું છે?

રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી ડોક્યુમેન્ટ્રીને ઓસ્કાર પણ મળ્યો હતો. ડોક્યુમેન્ટ્રીના ડાયરેક્ટર સ્ટેજ પર જ ભાવુક થઈ ગયા હતા. હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કરમાં વિવિધ ફિલ્મોને 23 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. આ વર્ષે એવોર્ડ શોના હોસ્ટ જીમી કિમેલ છે.

 

બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો?

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ઓપનહાઈમરને મળ્યો હતો. જે ખૂબ જ ચર્ચાસ્પદ ફિલ્મ રહી હતી અને તેણે અનેક એવોર્ડ જીત્યા હતા. આ વખતે ફિલ્મના દરેક પાત્રો છવાઈ ગયા હતા અને તેમના પર એવોર્ડનો વરસાદ થયો હતો.

બેસ્ટ એક્ટર

બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ કિલિયન મર્ફીને મળ્યો હતો. તેની ઓપનહાઇમરમાં આ ભૂમિકા ભજવી હતી. તે એક લીડિંગ રોલમાં હતો.

બેસ્ટ ઓરિજિનલ સ્કોર- બેસ્ટ સોંગ

બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ ઓપેનહેઇમરના લુડવિગ ગોરેન્સનને મળ્યો. બિલી ઇલિશને ફિલ્મ બાર્બીમાં તેના ગીત માટે બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

 

બેસ્ટ એક્ટ્રેસ

એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રી(Best Actress)નો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. સ્ટેજ પર અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે તેનો ડ્રેસ ફાટીગયો છે અને તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો છે.

બેસ્ટ ડાયરેક્ટર

બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ ઓપનહાઈમર ફિલ્મના ક્રિસ્ટોફર નોલેનને જ મળ્યો હતો.

 

બેસ્ટ સાઉન્ડ

કોમેડિયન જ્હોન મુલાનીએ બેસ્ટ સાઉન્ડ માટે ઓસ્કાર એવોર્ડ આપ્યો. આ એવોર્ડ ફિલ્મ ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ દ્વારા જીતવામાં આવ્યો હતો.

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ

દિગ્દર્શક વેસ એન્ડરસનને તેમની ફિલ્મ ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર માટે લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ સિનેમેટોગ્રાફી

સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ કિલિયન મર્ફીની ફિલ્મ ઓપેનહેઇમરને મળ્યો હતો. સિનેમેટોગ્રાફર હોયટે વેન હોયટેમાએ એવોર્ડ મેળવતા પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનને ગળે લગાવ્યા હતા.

બેસ્ટ ડોક્યુમેન્ટરી

ધ લાસ્ટ રિપેર શોપને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ 20 ડેઝ ઇન મેરીયુપોલનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને દર્શાવે છે. દસ્તાવેજી દિગ્દર્શકે તેમના વક્તવ્યમાં કહ્યું - કાશ મેં આ ફિલ્મ ન બનાવી હોત, કાશ મારે જરૂર ન પડી હોત. હું ઈચ્છું છું કે રશિયાએ યુક્રેન પર હુમલો ન કર્યો હોત. હું રશિયાને તમામ યુક્રેનિયન કેદીઓને મુક્ત કરવા વિનંતી કરું છું. હું ભૂતકાળ બદલી શકતો નથી. પરંતુ મારે કહેવું જોઈએ કે યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા શહીદોને કોઈ ભૂલી શકે નહીં.

બેસ્ટ ફિલ્મ એડિટિંગ

જેનિફર લેનને ફિલ્મ ઓપેનહેઇમર માટે શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ મળ્યો હતો. જેનિફરનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને પ્રથમ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું.

 

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

ફિલ્મ ગોડઝિલા માઈનસ વનને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની ટીમે તેને પ્રાપ્ત કરી હતી.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર

રોબર્ટ ડાઉની જુનિયરને ફિલ્મ Oppenheimer માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. રોબર્ટનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને ત્રણ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે.

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ

ફિલ્મ ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ડિરેક્ટર જોનાથન ગ્લેઝરે પોતાના વક્તવ્યમાં ગાઝા અને ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ અને રક્તપાત તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું.

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટેનો ઓસ્કાર એવોર્ડ પણ ફિલ્મ પુઅર થિંગ્સને મળ્યો હતો. ડિઝાઈનર હોલી વેડિંગ્ટને પોતાના વક્તવ્યમાં દરેકનો આભાર માન્યો હતો.

જ્હોન સીના ઓસ્કાર સ્ટેજ પર ન્યૂડ થઇને પહોંચ્યો

ડબ્લ્યૂડબ્લ્યૂઈ સ્ટાર અને હોલિવૂડ એક્ટર જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં મંચ પર ન્યૂડ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. હોસ્ટ જીમી કિમેલ સ્ટેજ પર 50 વર્ષ પહેલાની વાત કરી રહ્યો હતો, જ્યારે એક એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન એક ન્યૂડ મેન એવોર્ડ શો સ્ટેજ પર પહોંચ્યો હતો. આ પછી તેણે કહ્યું કે જો આ સ્ટેજ પર આવું થયું હોત તો કેવું લાગત. બાદમાં જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો. જિમ્મી અને જ્હોને એક 'પ્રેંક' તૈયાર કરી હતી જે કરવાની જ્હોને ના પાડી હતી.

 

આ  પણ  વાંચો  - SHAITAAN ફિલ્મે 2 જ દિવસમાં કરી અધધધ આટલી બધી કમાણી, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો - Miss World 2024: ભારતમાં 27 વર્ષ બાદ આજે મુંબઇમાં મિસ વર્લ્ડ ફિનાલે યોજાશે

આ  પણ  વાંચો - Swatantrya Veer Savarkar Trailer : રણદીપ હુડ્ડાના દમદાર ડાયલોગ્સ તમારા રૂંવાટા કરી દેશે ઉભા, જુઓ Video

 

 

Tags :
202496th Academy AwardsAcademy Awardsamerican fictionanatomy of a fallBad Bunnybazballbrock lesnarchristopher nolancillian murphyDwayne JohnsonElection Commissionemma stonegodzilla minus oneJohn Cenakillers of the flower moonmiss world 2024 krystyna pyszkováNovak DjokovicOppenheimeroscaroscar 2024oscarsOSCARS 2024oscars 2024 dateoscars livepoor thingsrobert downey jrsaudi arabia gpSela Tunnelthe holdoversTO KILL A TIGERWWE
Next Article