Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ 2 એક્શનના જબરદસ્ત ડોઝથી ભરપૂર

બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા તાજેતરમાં થિયેટરમાં રિલિઝ થઇ છે ફિલ્મ રિલિઝ થવા સાથે તેના સ્ટારકાસ્ટ દેશભરમાં જોરશોરથી તેનું પ્રમોશન પણ કરી રહ્યાં છે. તેના ભાગરૂપે તાજેતરમાં ફિલ્મના લીડ કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મની વાર્તા, તેના એક્શન સીન સહિત ફિલ્મ પ્રોડક્શન સંબંધિત તેમના અનુભવો વર્ણà
વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ 2 એક્શનના જબરદસ્ત ડોઝથી ભરપૂર
બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરિક્ષા તાજેતરમાં થિયેટરમાં રિલિઝ થઇ છે ફિલ્મ રિલિઝ થવા સાથે તેના સ્ટારકાસ્ટ દેશભરમાં જોરશોરથી તેનું પ્રમોશન પણ કરી રહ્યાં છે. તેના ભાગરૂપે તાજેતરમાં ફિલ્મના લીડ કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મની વાર્તા, તેના એક્શન સીન સહિત ફિલ્મ પ્રોડક્શન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. ફિલ્મમાં એક પિતાનો બદલો, બેચેની અને આક્રોશને ખૂબજ સુંદર રીતે રજૂ કરાયો છે અને તે દર્શકો સાથે જબરદસ્ત બોન્ડિંગ પેદા કરે છે.
આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે શિવાલિક ઓબેરોય લીડ રોલમાં છે અને તેનું ડાયરેક્શન ફારૂક કબીરે કર્યું છે. આ ફિલ્મના ટ્રેલર જોવા સાથે જ તેના ચાહકો ઉત્સુકતાથી રિલિઝની રાહ જોઇ રહ્યાં હતાં. વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝ વર્ષ 2020માં ઓગસ્ટમાં રિલિઝ થઇ હતી અને હવે ખુદા હાફિઝ 2 તેની સિક્વલ છે. આ સિક્વલમાં આગળની ફિલ્મની વાર્તાને આગળ ધપાવવામાં આવી છે. ફિલ્મના બીજા કલાકારોમાં દિવ્યેંદુ ભટ્ટાચાર્ય, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.

 

Advertisement

મોડલિંગ અને અભિનય
1980માં ડિસેમ્બરની 10 તારીખે કાનપુરમાં જન્મેલા વિદ્યુત જામવાલ મૂળ જમ્મુના રાજપૂત પરિવાર સાથે જોડાયેલા છે.  પોતાની આ ફિલ્મ અને પર્સનલ લાઇફ વિશે વિદ્યુતે  જણાવ્યું કે , 'સૌથી પહેલાં મેં દિલ્હીથી કોરસ્પોન્ડન્સ કોર્સથી ગ્રેજ્યુએશન કર્યું, પછી મોડલિંગ. મોડલિંગથી આત્મવિશ્વાસ આવ્યો અને ફેશન વર્લ્ડ પ્રત્યે જાગૃત થયો. સિનેમામાં જવાનો રસ્તો સરળ બન્યો.'

1996માં વિદ્યુતે મોડલિંગ શરૂ કર્યું. એક દાયકા બાદ મુંબઈમાં એક્ટર તરીકે સક્રિય થયો અને અત્યારે પણ છે. આ બધામાં સૌથી પહેલાં તેમના મનમાં વિચાર તો આવી ગયો હતો કે આગળ જઈને એક્શન હીરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવું છે, પરંતુ મોડલિંગ અંગે ત્યારે વિચાર્યું પણ નહોતું.

Advertisement

2011માં આવેલી નિશિકાંત કામથની 'ફોર્સ' વિદ્યુતની ડેબ્યૂ હિંદી ફિલ્મ હતી, જેના માટે તેની પસંદગી ઓડિશનથી થઈ હતી. ડેબ્યૂ કલાકાર તરીકે વિદ્યુતના દમદાર પર્ફોર્મન્સને કારણે ફિલ્મફેર સહિતના અવોર્ડ મળ્યા. જોકે, ઈન્ટરનેટની માહિતી પરથી એ ખ્યાલ આવ્યો કે તેલુગુ ફિલ્મ 'સક્થી'થી વિદ્યુતે ડેબ્યૂ કર્યું છે.

Advertisement

ચેનના નામ પર ઈનામ
વિદ્યુતના શબ્દોમાં ‘એક્શન સ્ટાર જેકી ચેને ગયા વર્ષે મને ચીન બોલાવીને તેમના નામ પર સ્થાપિત અવોર્ડ આપ્યો. ‘એક્શન’ના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વ ઓસ્કર જેટલું જ છે. તેમણે ફિલ્મ ‘જંગલી’નો ઉલ્લેખ કરતા એ પણ કહ્યું કે માર્શલ આર્ટ્સના મૂળિયા ભારતમાં છે, વિદ્યુત તેને વધુ આગળ લઈ જઈ રહ્યો છે.



સુવિધાઓથી મોહ ત્યાગ કરવો જ પડશે

તમારા કામમાં 100% આપવાની જરૂરિયાત છે. તો જ સફળતા મળશે. ઘણી વખત બે ટંકનું ભોજન પણ નસીબમાં નથી હોતું, પરંતુ કઈક હાંસિલ કરનારાની જિદમાં લાગેલા વ્યક્તિને તેનો અહેસાસ પણ નથી થતો. તે વ્યક્તિ જે મુંબઈ અથવા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો નથી, તેણે સુવિધાઓથી મોહ ત્યાગ કરવો જ પડશે. મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઘણી વખત મને મુશ્કેલ એક્શન્સ સીક્વન્સ કરતાં સમયે ડર લાગે છે, પરંતુ હું પગ પાછા વાળતો નથી. પડકારોનો સામનો આપણે નહીં કરીએ તો કોણ કરશે? સાથે જ આ દુનિયાનો દરેક વ્યક્તિ ખરાબ નથી. તે વાત સમજવી જરૂર છે.



મેં મારી મહેનત દસ ગણી વધારી
પિતા મિલેટ્રીમાં હોવાથી અને માતા શિક્ષક છે તેથી સતત ટ્રાવેલ કરવાથી એ ફાયદો થયો કે ઘણી બધી ભાષા બોલતા અને વાંચતા આવડી ગઈ. એક મિત્રની સલાહ પર એક્શન સીક્વન્સ પર શો રીલ બનાવી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેમેરામેન સમીર રેડ્ડી સુધી તે રીલ પહોંચાડી અને તેણે આ રીલ NTRને બતાવી. તેમણે મને નાનકડો રોલ આપ્યો પરંતુ ફિલ્મ ના ચાલી પણ મને કામ મળવા લાગ્યું. અનેક હીરો એડિટિંગ ટેબલ પર મારા એક્શન સીન એડિટ કરાવી દેતા. થોડાં સમય બાદ મારી ફિલ્મ 'થુપકી' આવી. તે હિટ થતાં જ મારા માટે સફળતાના તમામ માર્ગ ખુલી ગયા. મેં પણ મારી મહેનત દસ ગણી વધારી દીધી. વિચાર્યું હતું કે રોકાઈશ નહીં અને ચાલતો જ જઈશ.'

 

'કમાન્ડો' સિરીઝે વિદ્યુતને અલગ ઓળખ આપી 

વિદ્યુતને અનેક તક મળી, પરંતુ તેમની ઈમેજ ખલનાયકની બની ગઈ હતી. 'કમાન્ડો' સિરીઝે વિદ્યુતને અલગ ઓળખ આપવામાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો. આના માટે વિદ્યુતે માર્શલ આર્ટ શીખવા 25 દેશોની યાત્રા કરી અને ત્યાં લાઈવ એક્શન શોમાં સ્ટંટ કર્યાં. શાકાહારી ભોજનના સમર્થક તથા પડદા પર વિશ્વસનીય પાત્રમાં જોવા મળતા વિદ્યુત અંગત જીવનમાં પણ સહજ અને વિશ્વાસપાત્ર છે. ભારતીય માર્શલ આર્ટ- કલરીપાયટ્ટુ. મહત્ત્વની વાત એ નથી કે હું ત્રણ વર્ષની ઉંમરથી શીખું છે પરંતુ ધ્યાન આપનારી વાત એ છે કે મેં આ અભ્યાસ હજી પણ ચાલુ રાખ્યો છે.

Tags :
Advertisement

.