Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરવીન બાબી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લાખો દિલો પર રાજ કરતી હતી, અભિનેત્રીનું મોત હજુ પણ રહસ્ય

એક સમયે જ્યારે બોલિવુડ (Bollywood) અભિનેત્રીઓ સલવાર સૂટ પહેરીને હિન્દી ફિલ્મોમાં અભિનય કરતી હતી, ત્યારે પરવીન બાબી (Parveen Babi) એ પોતાની બોલ્ડ શૈલીથી ધૂમ મચાવી હતી. તેણીની ગણતરી 70ના દાયકાની એવી અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાવી દીધા હતા. પરવીને તેની સુંદરતા અને અભિનયના દમ પર લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. 20 જાન્યુઆરી 2005ના રોજ તેમણે આ દુનિયાને àª
પરવીન બાબી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લાખો દિલો પર રાજ કરતી હતી  અભિનેત્રીનું મોત હજુ પણ રહસ્ય
એક સમયે જ્યારે બોલિવુડ (Bollywood) અભિનેત્રીઓ સલવાર સૂટ પહેરીને હિન્દી ફિલ્મોમાં અભિનય કરતી હતી, ત્યારે પરવીન બાબી (Parveen Babi) એ પોતાની બોલ્ડ શૈલીથી ધૂમ મચાવી હતી. તેણીની ગણતરી 70ના દાયકાની એવી અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાવી દીધા હતા. પરવીને તેની સુંદરતા અને અભિનયના દમ પર લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. 20 જાન્યુઆરી 2005ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. આજે તેમની પુણ્યતિથિ પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીએ છીએ.
જૂનાગઢમાં જન્મ
પરવીન બાબી નો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ કર્યા પછી, તે મોડેલિંગ તરફ વળી. આ દરમિયાન તેની મુલાકાત ફિલ્મ નિર્દેશક બીઆર ઈશારા સાથે થઈ. એવું કહેવાય છે કે પરવીન બાબીને સિગારેટ પીતા જોઈને બીઆર ઈશારાએ નક્કી કર્યું હતું કે તે તેની ફિલ્મની હિરોઈન બનશે. બીઆર ઈશારાએ પહેલીવાર પરવીન બાબી ને 1973માં ક્રિકેટર સલીમ દુર્રાનીની સાથે ફિલ્મ 'ચરિત્ર'માં તક આપી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ પરવીન બાબી નો જાદુ દર્શકો પર ચાલ્યો.
કલાકારો સાથે નામ જોડાયુ
બોલિવૂડમાં પોતાને સ્થાપિત કર્યા પછી, પરવીન નું નામ સૌથી પહેલા ડેની ડેન્ઝોંગપા સાથે જોડાયું હતું. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી તેમના જીવનમાં કબીર બેદી આવ્યા. બંને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા. લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ બંને અલગ થઈ ગયા. આ પછી મહેશ ભટ્ટે પરવીનના જીવનમાં પ્રવેશ કર્યો. બંને ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં. કહેવાય છે કે મહેશ સાથેના સંબંધો દરમિયાન પરવીન બાબી ને પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી થઈ હતી.

અમિતાભ પર લગાવ્યા આરોપો
આ બીમારીના કારણે તેણે અમિતાભ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. 22 જાન્યુઆરી 2005ના રોજ પરવીન બાબી  તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. અખબારો અને દૂધના પેકેટ ત્રણ દિવસથી તેના ઘરની બહાર પડેલા જોવા મળ્યા, જ્યારે તેના પડોશીઓએ પોલીસને જાણ કરી. માહિતી મળ્યા બાદ પોલીસે દરવાજો તોડીને અંદરથી અભિનેત્રીની લાશ મળી હતી. એવું કહેવાય છે કે પરવીનની એકલતા તેના મૃત્યુનું કારણ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.